ઓમ પ્રકાશ ચૌહાણ અને તેમની ટીમે ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 પ્રો-એમ ઇવેન્ટ જીતી

અમદાવાદ મહુ સ્થિત વ્યાવસાયિક ઓમ પ્રકાશ ચૌહાણ અને તેમની ટીમે ગ્લેડ વન દ્વારા ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 રજૂ કરતી પ્રો-એમ ઇવેન્ટ જીતી. ઓમ પ્રકાશ ચૌહાણની ટીમમાં એમેચ્યોર મનોજ અગ્રવાલ, રાજીવ ટોપનો અને અમિતાભ ટીઓટિયાનો સમાવેશ થાય છે અને તેમણે 23નો સ્કોર નોંધાવ્યો છે. પુણે સ્થિત વ્યાવસાયિક ઉદયન અને તેમની ટીમમાં એમેચ્યોર તમનજોત સંધુ, લોકેન્દ્ર…

નેશનલ ગેમ્સમાં હરિયાણાને હરાવીને ગુજરાત ફાઈનલમાં

દહેરાદૂન ગુજરાત અને ગોવા પછી સતત ત્રીજી નેશનલ ગેમ્સમાં ગુજરાતે હરિયાણાને ૨-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઝીલ દેસાઈએ અંજલી રાઠીને 6-1, 3-6, 7-6 (7-1)થી પરાજય આપ્યો હતો. વૈદેહી ચૌધરીએ અદિતિ રાવતને 6-1, 6-2થી હાર આપી. મહિલા ટીમ સિંગલ્સ સેમિફાઈનલમાં ઝીલે ત્રીજા સેટમાં 5-1થી પાછળ રહ્યા બાદ જોરદાર દેખાવ કરતા ગુજરાત માટે ગૌરવ મેળવ્યું હતું.

પૂર્વમંત્રી ગિરીશ પરમાર ભાજપ અને રાજ્ય સરકારની  આબરૂનું ધોવાણ કરવા નીકળ્યા, નશાબંધી મંડળ,  ગુજરાતના પ્રમુખ જાતે બની બેઠા

અમદાવાદ રાજ્યના નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ, ગુજરાતનાં કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતીઓ અને કૌભાંડનાં સંદર્ભમાં ગુજરાત રાજ્યનાં ચેરીટી કમિશનરે તાજેતરમાં વર્તમાન પ્રમુખ વિવેક દેસાઈની તરફેણમાં સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. ચોંકાવનારી વિગતો એવી છે કે આ ચુકાદાને અવગણીને નશાબંધી મંડળ ગુજરાતનાં પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસનાં અગ્રણી કરસનદાસ સોનેરીએ રાજ્યનાં પૂર્વમંત્રી ગિરીશ પરમારનું શરણું લીધું…

68મી રાષ્ટ્રીય શાળા રમતોમાં ગુજરાતના ચેસના ખેલાડીઓ ઝળક્યા

નાંદેડ નાંદેડ, મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી શિક્ષણ અને રમતગમત નિયામક દ્વારા આયોજિત 68મી રાષ્ટ્રીય શાળા રમતો 21.1.2025 થી 24.1.2025 દરમિયાન નાંદેડ, મહારાષ્ટ્ર ખાતે યોજાઈ. કુલ 6 રાઉન્ડ રમાયા. U-14 ગુજરાત ગર્લ્સ ટીમે છઠ્ઠા અને અંતિમ રાઉન્ડમાં મહારાષ્ટ્રની ટીમ સામે ઝળકીને 6 માંથી 5 પોઈન્ટ સાથે “સિલ્વર મેડલ” જીત્યો. સમગ્ર ભારતમાંથી ઓપન કેટેગરીમાં કુલ 33 ટીમો અને…

મેન્સ અંડર-23માં છત્તિસગઢ સામે 183 રને આસાન વિજય સાથે ગુજરાત સેમિફાઈનલમાં

કોલકાતા બીસીસીઆઈની મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચમાં ગુજરાતે છત્તીસગઢ સામે 183 રને આસાન વિજય મેળવ્યો હતો. મેચ કોલકાતાના વીડિયોકોન ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. છત્તીસગઢે ટોસ જીતીને ફિલ્ડીંગ કરતા ગુજરાતને 50 ઓવરમાં નવ વિકેટે 316 રન બનાવ્યા હતા જેના જવાબમાં છત્તિસગઢની ટીમની ઈનિંગ્સ 133 રનમાં સમેટાઈ ગઈ હતી. આ વિજય સાથે ગુજરાતની ટીમ સ્પર્ધાની સેમિફાઈનલ…

ગુજરાત જુનિયર અને યુથ નેશનલ ટીટી ચેમ્પિયનશિપ યોજાશે

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ બરોડા વડોદરા ખાતે યુટીટી 86મી જુનિયર અને યુથ નેશનલ્સ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરશે. આ ચેમ્પિયનશિપ 3જી થી 11મી જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે. ગુજરાતે વર્ષ 2016માં પણ આ જ સ્થળે વડોદરામાં જુનિયર અને…

કૂચ બિહાર ટ્રોફીમાં વેદાંત ત્રિવેદીની સદી સાથે ગુજરાતનો સૌરાષ્ટ્ર સામે 75 રને આસાન વિજય

વલસાડ સરદાર પટેલ સ્ટેડિયમ, વલસાડ ખાતે બીસીસીઆઈની કૂચ બિહાર ટ્રોફી મેન્સ અંડર-19 મેચ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી.જેમાં ગુજરાતનો 75 રને વિજય થયો હતો. સૌરાષ્ટ્રે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 254 રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગ્સમાં 269 રન બનાવી સરસાઈ મેળવી હતી પણ ગુજરાતનો…

મુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતનો કર્ણાટક સામે 48 રને વિજય

BCCIની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાત અને કર્ણાટક વચ્ચે હોલકર સ્ટેડિયમ ગ્રાઉન્ડ – ઈન્દોર ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો 48 રને આસાન વિજય થયો હતો. કર્ણાટકે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 251 રન બનાવ્યા હતા જેના જવાબમાં કર્ણાટકની ટીમની ઈનિંગ્સ 203 રનમાં સમેટાઈ ગઈ હતી….

મહિલા લિસ્ટ એમાં ભાવના ગોપલાણીની શાનદાર સદી સાથે ગુજરાતનો સિક્કીમ સામે 192 રને વિજય

કોલકાતા BCCIની મહિલા લિસ્ટ એની એક મેચ આજે દેશબંધુ પાર્ક ગ્રાઉન્ડ, કોલકાતા ખાતે ગુજરાત અને સિક્કિમ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે સિક્કીમ સામે 192 રને આસાન વિજય મેળવ્યો હતો. ટૂંકો સ્કોર ગુજરાત – 50 ઓવરમાં 4 વિકેટે 244 રન ( ભાવના ગોપલાણી 126 બોલમાં 16 ચોગ્ગા સાથે, 124 રન, એસ કે રાઉત 83 બોલમાં 3…

ઉર્વિલ પટેલની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી 28 બોલમાં સદી, ગુજરાતનો ત્રિપુરા સામે આઠ વિકેટે વિજય

ઈન્દોર ઉર્વીલ પટેલે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી અને વિશ્વની T20માં બીજી સૌથી ઝડપી સદી માત્ર 28 બોલમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારીને ઈતિહાસ રચવા સાથે BCCI ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાતે ત્રિપુરાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. મેચ એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં સાત વિકેટે 62 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે 17.3 ઓવરમાં ચાર વિકેટે 63 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં આયુષી શુક્લા 26, નિધિ દેસાઈ 23 અને ઈશહાના સ્વામીએ 20 રન…

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા 45.1 ઓવરમાં 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં બરોડાએ 48.1 ઓવરમાં પાંચ વિકેટે 200 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં ખિલાન પટેલે 75, આર્યએ 50 અને રુદ્ર નિતિન…

કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024, શ્રીલંકા માટે પ્રશાંત રાવલની આર્બિટર તરીકે નિયુક્તી

સુરત, ગુજરાતના પ્રશાંત રાવલ, ગુજરાતના એક યુવાન આર્બિટર છે કે જેમની શ્રીલંકા ખાતે 27મી ઓગસ્ટથી 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા આર્બિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે ગુજરાત ચેસ સમુદાય માટે ગર્વની ક્ષણ છે. અખિલ ભારતીય ચેસ ફેડરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ…

અદાણી સ્પોર્ટ્સલાઈન અને ગુજરાત સ્ટેટ પિકલબોલ  એસોસિએશન દ્વારા પિકલબોલ ગ્રાન્ડ સ્લેમનું આયોજન 

અમદાવાદ પિકલબોલનો ફિવર આખા અમદાવાદમાં છવાયેલો જોવા મળે છે. આ રમત અંગેના ઉત્સાહને નવા સ્તરે પહોંચાડવા માટે પિકલબોલ ગ્રાન્ડ સ્લેમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે 14 થી 16 જૂન દરમિયાન આ ટૂર્નામેન્ટનું અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા ગુજરાત સ્ટેટ પિકલબોલ એસોસિએશન સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક એ પિકલબોલનાં ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ બની ગયું છે. આ આઈકોનિક સ્થળે જ વર્લ્ડ પિકલબોલ ટૂર્નામેન્ટ ઓક્ટોબરમાં યોજાશે. પિકલબોલ ગ્રાન્ડ સ્લેમ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ભવ્ય અંદાજમાં શરૂ થયા બાદ એલિમિનેટર રાઉન્ડ અને પછી સેમિફાઈનલ-ફાઈનલ સાથે પૂર્ણ થશે. આ ટૂર્નામેન્ટની કૂલ પ્રાઈઝમની 45 હજાર રૂપિયા છે. જ્યારે આ ગ્રાન્ડ સ્લેમમાં પુરુષ ડબલ્સ, મિક્સ્ડ ઓપન ડબલ્સ અને ઈન્ટરમિડિયેટ ઓપન ડબલ્સ. રસ ધરાવતા સ્પર્ધકો ભાગ લેવા માટે +91 9924257820 પર કોલ કરી અથવા enquiry@adanisportsline.com. પર ઈમેલ કરી 1500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. 12 જૂન આ માટે અંતિમ તારીખ છે. ટૂર્નામેન્ટનો કાર્યક્રમ અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાહેર કરાશે. અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ આ ઈવેન્ટ મુદ્દે કહ્યું કે,”પિકલબોલ એ એક્શનથી ભરપૂર રહે છે, આ ઝડપી ગતિની રમત અમદાવાદમાં તમામ લોકોમાં છવાઈ ગઈ છે. પિકલબોલ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ એ માત્ર ટૂર્નામેન્ટ નથી પરંતુ ઉત્સાહને એક ચળવળમાં આગળ વધારવાની તક છે. અદાણી સ્પોર્ટ્સલાઈનનાં ગુજરાત પિકલબોલ એસોસિએશન સાથે જોડાવવાનો આનંદ છે, અમે આવનારા સમયમાં ઘણી શાનદાર સ્પર્ધાઓ જોવા તત્પર છીએ. શ્રેષ્ઠ ટીમ જ જીતશે.” અમદાવાદમાં યોજાનાર પિકલબોલ ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેવાની અને તેને નિહાળવાની તક ચૂકશો નહીં. તમે પણ અમદાવાદની સતત વધી રહેલ પિકલબોલ કોમ્યુનિટીનો ભાગ બનો.

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટ

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટમાં આજે મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડ રમાયા હતા.આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એસ ટેનિસ એકેડમી ખાતે રમાય છે. પ્રથમ રાઉન્ડના પરિણામો:આજે રાજસ્થાનના 4થી ક્રમાંકિત પ્રિયાંશુ ચૌધરીને ગુજરાતના ક્વોલિફાયર દિમિત્રી બાસ્કોવ દ્વારા 6-7(2), 6-4, 6-4થી પરાજય આપ્યો છે.મેચમાં હંમેશા ખૂબ જ નજીકની હરીફાઈ હતી, બેઝલાઈનથી વધુ રમી…

એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ પર તાલીમ કાર્યક્રમ

આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં 700+ એકાઉન્ટિંગ ઓફિસરોને લાભ આપશે જેને સ્થાનિક ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદજાહેર અને સરકારી નાણાકીય વ્યવસ્થાપન (સીપીજીએફએમ) પરની સમિતિ દ્વારા આઈસીએઆઈએ વિવિધ ગ્રામીણ વિકાસ યોજનાઓ માટે એકાઉન્ટિંગ માર્ગદર્શિકાના અસરકારક અમલીકરણ પર એક વ્યાપક તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. ખાસ કરીને ગુજરાતમાં ગ્રામીણ વિકાસ એજન્સીઓમાં કામ કરતા એકાઉન્ટિંગ સ્ટાફ માટે રચાયેલ છે….