સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિએ એકતાનગરની પરેડમાં નક્સલમુક્ત ભારતનો સંકલ્પ ગુંજશે
CRPFની CoBRA બટાલિયન સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં વિશેષ કમાન્ડો દળોનું શક્તિપ્રદર્શન; ૪,૯૫૬ જવાનો-પ્રતિભાગીઓની માર્ચિંગ પરેડ અને અન્ય કાર્યક્રમોમાં ૭,૭૩૪ કલાકારો-પ્રતિભાગીઓની સહભાગિતા મેહુલ વાંઝવાલા.રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં દેશની આંતરિક સુરક્ષા, રાષ્ટ્રીય અખંડિતતા અને નક્સલમુક્ત ભારતના સંકલ્પની ઝાંખી જોવા મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાનારી આ…
