એશિયા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા “વિકસિત ભારત”ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

દેશભક્તિ અને ઉત્સાહ સાથે એશિયા કેમ્પસમાં યોજાયો ભવ્ય સ્વાતંત્ર્ય દિન સમારોહ અમદાવાદ એશિયા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એશિયા કેમ્પસ ખાતે ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિવસ ભારે દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની ઉજવણીનો મુખ્ય વિષય “વિકસિત ભારત” રાખવામાં આવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજમેન્ટ, ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શુભેચ્છકો વિશાળ સંખ્યામાં…

રાત્રે ૧૧ વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અંકલેશ્વર CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ; દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ ભરૂચ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાત્રે ૧૧ વાગ્યે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન…

બી.એ.પી.એસ. શાહીબાગ મંદિરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો

૧૫ હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રની સુખાકારી માટે મંગલ પ્રાર્થના; સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રનિર્માણનો નવો સંકલ્પ અમદાવાદ: પ્રત્યેક વર્ષની ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રના નવનિર્માણની વધુ ઊંચાઈએ પહોંચવાના નવા સંકલ્પનું પર્વ બની રહે છે. દેશભરમાં આજે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી…

એકતા અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો બુલંદ સૂર

ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ; માત્ર રાષ્ટ્રવાદ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા ઝઘડિયા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી; તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ અને માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન, વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ ભરૂચ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

ગૌરવ સાથે સાયકલિંગ, જુસ્સા સાથે તિરંગા માર્ચ: અમદાવાદ-ગાંધીનગરમાં 800થી વધુ લોકોએ બતાવ્યો દેશભક્તિનો જોશ

80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભારતીય સેનાના જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને NCC કેડેટ્સની ઉત્સાહભેર ભાગીદારી ગાંધીનગર/અમદાવાદ: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ગોલ્ડન કટર ડિવિઝન અને પર્વત અલી બ્રિગેડ દ્વારા ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ભવ્ય સાયકલ રેલી તથા અમદાવાદમાં ઉત્સાહસભર તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમોમાં 800થી વધુ જવાનોએ, વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ અને NCC…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 12 વર્ષમાં ક્યારેય ન કહેલી વાતો

વડાપ્રધાન મોદીનું ઐતિહાસિક સંબોધન: 2047ના વિકસિત ભારતનું સપનું નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ભાષણ દરમિયાન પીએમ મોદીએ કેટલીક એવી મોટી જાહેરાતો કરી છે જે તેમણે પોતાના છેલ્લા ૧૨ વર્ષના…

હીરામણિ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ડૉ. વિદ્યુત દેસાઈએ યુવાનોને શોખ ઓળખી જીવનલક્ષી શિક્ષણ મેળવવા આહ્વાન કર્યું દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો સ્વાતંત્ર્ય દિન અમદવાદ અમદાવાદ સ્થિત હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) ખાતે 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સવારે 7.45 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. વિદ્યુત દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં…

હીરામણિ સ્કૂલમાં તિરંગાના રંગોમાં સર્જનાત્મકતા સાથે દેશભક્તિનો અનોખો સંગમ

થ્રીડી મોડલ, પોસ્ટર, તિરંગા બેજીસ અને ભવ્ય તિરંગાયાત્રા દ્વારા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમની લાગણી વ્યક્ત કરી અમદાવાદ: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે હીરામણિ સ્કૂલના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ભૂલકાંઓથી લઈને ધોરણ ૭ સુધીના વિદ્યાર્થીઓએ તિરંગાને કેન્દ્રમાં રાખીને વિવિધ કલાત્મક કૃતિઓ તૈયાર કરી તેમજ ભવ્ય તિરંગાયાત્રા યોજીને દેશભક્તિનો…

લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે PM મોદી કરશે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, ‘વંદે માતરમ્’નું પ્રથમવાર ગાન

‘વંદે માતરમ્’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિ’ની ઉજવણી પર રહેશે વિશેષ ભાર, 2,500 NCC કેડેટ્સ અને ‘માય ભારત’ સ્વયંસેવકો લેશે ભાગ નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષની ઉજવણીમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના…

પોરબંદરમાં ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડનું ભવ્ય પ્રદર્શન પોરબંદર દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વભૂમિકામાં પોરબંદરના બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર મનમોહક ધૂનો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીત, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના અનોખા સંગમ સમાન આ…

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ યોજાશે

દેશભક્તિના રંગે રંગાશે એકતાનગર : જાણીતા કલાકારોની સંગીતમય રજૂઆતો સાથે ઉજવાશે રાષ્ટ્રભાવનાનો ઉત્સવ રાજપીપળા ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને અને દેશભક્તિના રંગ સાથે સાંસ્કૃતિક ઉત્સવની અનુભૂતિ થાય તેવા હેતુથી ‘કસુંબીનો રંગ’ નામે વિશેષ…

સ્વતંત્રતા દિવસ 2026: લાલ કિલ્લા પરથી પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’, 5,000 વિશેષ મહેમાનો બનશે સાક્ષી

‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિથી વિકસિત ભારત@2047’ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા…

ભુજ ટાઉનહોલમાં વાયુસેનાના બેન્ડની દેશભક્તિભરી સંગીતમય રજૂઆત

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની એરફોર્સ બેન્ડ ટીમે મંત્રમુગ્ધ કરતું પર્ફોર્મન્સ આપ્યું; વીર નારીઓ અને ગૅલન્ટ્રી એવોર્ડ વિજેતા યુદ્ધવીરોનું સન્માન ભુજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ની એરફોર્સ બેન્ડ ટીમ દ્વારા 9 ઓગસ્ટે ભુજ ટાઉનહોલ ખાતે ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવના…

ભુજમાં 9 ઓગસ્ટે ઇન્ડિયન એર ફોર્સ બેન્ડનો દેશભક્તિથી ઓતપ્રોત સંગીત કાર્યક્રમ યોજાશે

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો IAF બેન્ડ ટાઉન હોલમાં દેશભક્તિના સુરોથી માહોલ ગુંજાવશે; પ્રવેશ નિઃશુલ્ક, બેઠકો મર્યાદિત નવી દિલ્હી ભારતીય વાયુસેના (Indian Air Force)ના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો પ્રતિષ્ઠિત બેન્ડ 9 ઓગસ્ટ, 2026ના રોજ કચ્છના ભુજ શહેરમાં દેશભક્તિ સંગીત કાર્યક્રમ રજૂ કરશે. ટાઉન હોલ ખાતે સાંજે 5:15 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં શક્તિશાળી માર્ચિંગ ધૂન અને લોકપ્રિય…

ભારતના ઇતિહાસ, બંધારણ અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પર ઓનલાઈન ક્વિઝ, વિજેતાઓને મળશે ₹15,000 સુધીના ઇનામ

લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજરીની તકઃ રક્ષા મંત્રાલય અને MyGov Indiaની સંયુક્ત પહેલ; માત્ર 5 મિનિટમાં આપી શકાશે 20 પ્રશ્નોના જવાબ નવી દિલ્હી: ભારતના ઇતિહાસ, ભારતીય બંધારણ અને દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અંગે નાગરિકોમાં જાગૃતિ વધારવાના હેતુથી રક્ષા મંત્રાલય અને MyGov Indiaના સંયુક્ત તત્ત્વાવધાન હેઠળ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં…