ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના હસ્તે પીડીસી એશિયન ક્વોલિફાયર ટુર્નામેન્ટ તથા નેશનલ ટુર્નામેન્ટ ઓફ ડાર્ટ્સનું ઉદ્ઘાટન

ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિતના ન્યાયાધીશોની ઉપસ્થિતિ, સમાનતા અને સર્વસમાવેશિતાનો આપ્યો સંદેશ અમદાવાદ: ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ, અમદાવાદ દ્વારા 25 જૂન, 2026ના રોજ શહેરની એક પ્રતિષ્ઠિત ક્લબ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના હસ્તે પીડીસી એશિયન ક્વોલિફાયર ટુર્નામેન્ટ તથા નેશનલ ટુર્નામેન્ટ ઓફ ડાર્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

અમદાવાદમાં જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સનો પ્રારંભ, આર્યવીર ચોખાની પ્રથમ ઈવેન્ટનો ચેમ્પિયન

ટોપ સીડેડ આર્યવીરે ફાઈનલમાં સુરતના પ્રથમ પટેલને 4-0થી હરાવ્યો; જીબ્રાલ્ટરમાં ભારતનું પ્રતિનિધિત્વ મેળવવા 70 ખેલાડીઓ વચ્ચે જંગ અમદાવાદગુજરાતમાં ડાર્ટ્સ રમતને નવી ઓળખ અપાવતી જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર) સ્પર્ધાનો અમદાવાદ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના આયોજન હેઠળ કર્ણાવતી ક્લબમાં યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં દેશભરના 70 યુવા ખેલાડીઓ ભાગ લઈ…