નીરુ, સુરુચી અને હિમાંશુ સહિતના ભારતીય શૂટર્સ દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીઓ શરૂ કરશે

૨૨ ઓક્ટોબરથી ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે રાષ્ટ્રીય કેમ્પનો પ્રારંભ; દોહામાં ૧થી ૧૪ નવેમ્બર દરમિયાન યોજાશે ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફિકેશનની પણ શરૂઆત થશે નવી દિલ્હી દોહા, કતારમાં યોજાનારી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૨૬ માટે ભારતીય શૂટિંગ ટીમે અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતીય ટીમના પસંદગી પામેલા ખેલાડીઓ…

અમદાવાદમાં એથ્લીટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ શૂટર્સને આપ્યું માર્ગદર્શન

જર્મની અને હંગેરીના અનુભવી કોચ સહિત સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટના માર્ગદર્શનથી ખેલાડીઓએ ટેક્નિકલ, શારીરિક અને માનસિક તૈયારી અંગે મેળવી મૂલ્યવાન માહિતી અમદાવાદ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA) દ્વારા અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (AM&RTA), અમદાવાદ ખાતે એથ્લીટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શૂટિંગ ખેલાડીઓને ટેક્નિકલ કૌશલ્ય, શારીરિક તંદુરસ્તી,…

ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓ યોજાઈ

અંડર 14,17 અને 19 વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાની શહેર અને ગ્રામ્ય કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓમાં…