Admin

IITE ગાંધીનગર ખાતે નૂતન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

16મા સ્થાપના દિવસની ઉજવણીમાં શિક્ષક શિક્ષણના નવા અભ્યાસક્રમોનું લોકાર્પણ, AI આધારિત શિક્ષક શિક્ષણની દિશામાં યુનિવર્સિટીની મહત્વાકાંક્ષી પહેલ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે મંગળવારે સંસ્થાના 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નૂતન ભવનના નિર્માણનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયું હતું. શિક્ષક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને…

પીડીસી એશિયન ચેમ્પિયનશિપ ઈન્ડિયા ક્વોલિફાયરમાં નીતિન કુમાર વિજેતા

ચીનના ચિંગદાઓમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, અમદાવાદમાં છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનો ભવ્ય સમાપન અમદાવાદ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા આયોજિત છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનું સફળ સમાપન થયું છે. મહોત્સવના અંતિમ દિવસે યોજાયેલી પીડીસી એશિયન ચેમ્પિયનશિપ (ઈન્ડિયા ક્વોલિફાયર)માં નીતિન કુમાર શાનદાર પ્રદર્શન કરીને વિજેતા થયો છે. આ જીત સાથે તે…

નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય પરિષદની બેઠકમાં ગુજરાતના આરોગ્ય હિતના મુદ્દાઓ ઉઠાવાયા

રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ભેળસેળ સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના નિયંત્રણ માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત નવી દિલ્હી નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 30-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. CAAA આર્ટિકલશિપ મેળો-4.0 : અમદાવાદમાં 3 જુલાઈએ CA સ્ટુડન્ટ-ફર્મ પ્લેસમેન્ટમાં ઉમેદવાર સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ…

‘વેલકમ ટુ ધ જંગલ’ માટે અક્ષય કુમારે એક પણ રૂપિયાની ફી ન લીધી

125 કરોડના બજેટની ફિલ્મમાં નફામાં ભાગીદારીના મોડલ પર કર્યું કામ, વિશ્વભરમાં 94.63 કરોડનું કલેક્શન મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે મોટો નિર્ણય લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ફિલ્મ માટે નિશ્ચિત ફી લેતા અક્ષય કુમારે આ વખતે કોઈપણ પ્રકારની અભિનય ફી લીધી નથી. તેના બદલે તેમણે ફિલ્મના નફામાં…

હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

પ્રતિનિધિમંડળે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક અને સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કર્યો રાજપીપલા: હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિના ચેરમેન વિનોદ ભયાનાના નેતૃત્વમાં 20 સભ્યોના ઉચ્ચસ્તરીય ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વ્યવસ્થાપન, શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અને ગુજરાતના સર્વાંગી વિકાસ મોડેલનો અભ્યાસ કરવાના હેતુથી આયોજિત આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે…

એશિયન ચેમ્પિયનશિપ માટે ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન

થાઈલેન્ડમાં 1થી 7 જુલાઈ દરમિયાન યોજાનારી ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓની પસંદગી અમદાવાદ: ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય મહિલા અંડર-18 ટીમની કેપ્ટન તરીકે ગુજરાતની રાજલ વાળાની પસંદગી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતની…

CAAA આર્ટિકલશિપ મેળો-4.0 : અમદાવાદમાં 3 જુલાઈએ CA સ્ટુડન્ટ-ફર્મ પ્લેસમેન્ટમાં ઉમેદવાર સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે

પ્લેટિનમ જુબિલી વર્ષમાં CAAAની અનોખી પહેલ; વિદ્યાર્થીઓ માટે મફત નોંધણી, CA ફર્મ્સ માટે સુવ્યવસ્થિત પ્લેસમેન્ટ વ્યવસ્થા અમદાવાદ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) પોતાના પ્લેટિનમ જુબિલી વર્ષ નિમિત્તે CAAA આર્ટિકલશિપ મેળો – એડિશન 4.0નું આયોજન કરી રહ્યું છે. આ મેળો 3 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે. છેલ્લા એક વર્ષમાં…

હીરામણિ સ્કૂલમાં ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ સ્પર્ધા’ યોજાઈ

ધોરણ ૮થી ૧૨ના ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાનું કર્યું પ્રદર્શન અમદાવાદ: હીરામણિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ કોમ્પિટિશન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી કલા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં આશરે ૧૨૦ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કેનવાસ પર…

ગ્લોબલ ચેસ લીગ-2026નો ડ્રાફ્ટ પૂર્ણ: નિહાલ સરિન સૌથી વધુ ચર્ચામાં, આનંદ અને અર્જુન એક જ ટીમમાં

3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાશે ચોથી સિઝન; મેગ્નસ કાર્લસન સાથે દિવ્યા દેશમુખ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ વધુ મજબૂત બની મુંબઈ ટેક મહિન્દ્રા અને આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ (FIDE)ની સંયુક્ત પહેલ ગ્લોબલ ચેસ લીગ (GCL)ની ચોથી સિઝન માટે ખેલાડીઓનો ડ્રાફ્ટ મુંબઈમાં યોજાયો હતો. 3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત લીગ માટે વિશ્વના અનેક દિગ્ગજ અને…

વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બન્યો

મોરબી અને જેતપુરમાં 12 દિવસથી ઉપવાસ, ગુજરાત ભારતીય કિસાન સંઘે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી ગાંધીનગર: રાજ્યમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનો અને વીજપોલના કારણે જમીનને થતા નુકસાનના વળતરના મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોરબી અને જેતપુર વિસ્તારમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નત્યાગ સાથે ઉપવાસ પર બેઠા છે. આંદોલનને હવે ગુજરાત ભારતીય…

વિવાદાસ્પદ વીએઆર નિર્ણયથી જર્મની વર્લ્ડ કપમાંથી બહાર

પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર બાદ રદ કરાયેલા ગોલને લઈને ભારે હોબાળો; થોમસ મુલરે કહ્યું – “અમારી સાથે છેતરપિંડી થઈ” નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32માં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને પરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજયનો સામનો કરવો પડતાં ટુર્નામેન્ટમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. જોકે આ હાર કરતાં વધુ ચર્ચા મેચ દરમિયાન લેવાયેલા…

‘100% નેચરલ’ અને ‘100% ઓર્ગેનિક’ જેવા દાવા પર CCPAની કડક કાર્યવાહી

ભ્રામક જાહેરાત બદલ બે મોટી ફૂડ કંપનીઓ પર દંડ; ગ્રાહકોને સાચી અને સ્પષ્ટ માહિતી આપવાનો કાયદો વધુ કડક બન્યો નવી દિલ્હી: ખાદ્ય પદાર્થો પર ‘100% નેચરલ’, ‘100% ઓર્ગેનિક’ અથવા ‘100%’ જેવા આકર્ષક દાવા કરીને ગ્રાહકોને આકર્ષતી કંપનીઓ સામે હવે કેન્દ્ર સરકાર કડક વલણ અપનાવી રહી છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA)એ ભ્રામક જાહેરાતો અને અન્યાયી…

જુલાઈના પ્રથમ સપ્તાહે સિનેમાઘરોમાં મનોરંજનનો મહામુકાબલો

‘અલ્ફા’થી લઈને ‘બેબી ડૂ ડાઈ ડૂ’ સહિત પાંચ મોટી ફિલ્મો થશે રિલીઝ; એક્શન, થ્રિલર, એનિમેશન અને પૌરાણિક કથાઓનો મળશે ભરપૂર ડોઝ મુંબઈ: જુલાઈ 2026નો પ્રથમ સપ્તાહ સિનેપ્રેમીઓ માટે ખાસ બનવા જઈ રહ્યો છે. 2 અને 3 જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં પાંચ અલગ-અલગ પ્રકારની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. હિન્દી, દક્ષિણ ભારતીય, હોલિવૂડ અને એનિમેશન ફિલ્મોનું…

જનરલ ધીરજ કુમાર સેઠ બન્યા ભારતના નવા સેનાપ્રમુખ

આર્મર્ડ કોર્પ્સમાંથી ત્રણ દાયકાઓ બાદ મળ્યું સેનાનું સર્વોચ્ચ નેતૃત્વ; 31 ઑગસ્ટ, 2028 સુધી સંભાળશે જવાબદારી નવી દિલ્હી: ભારતીય સેનામાં નેતૃત્વ પરિવર્તનના ભાગરૂપે જનરલ ધીરજ કુમાર સેઠે મંગળવાર, 30 જૂન, 2026ના રોજ ભારતના નવા સેનાપ્રમુખ (ચીફ ઑફ આર્મી સ્ટાફ) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લીધું છે, જેઓ ચાર દાયકાથી વધુ સમય સુધી…

જીએલએસની શતાબ્દી ઉજવણીમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ અંતર્ગત વૃક્ષારોપણ, હરિયાળા ભવિષ્યનો સંકલ્પ

એએમસી કમિશનર બંછાનિધિ પાની અને પત્રકાર અજય ઉમટની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી અમદાવાદ અમદાવાદ સ્થિત ગુજરાત લો સોસાયટી (જીએલએસ)ની શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી દ્વારા એલિસબ્રિજ કેમ્પસમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. શતાબ્દી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 29-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે ક્રિકેટના ક્વોલિફિકેશનનો પાથવે જાહેર ‘બેબી ડૂ ડાય ડૂ’માં બહેરી-મૂંગી સીરિયલ કિલરના અનોખા પાત્રમાં જોવા મળશે હુમા કુરેશી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર…

સુરતના નાસીરનગર ડિમોલિશનમાં મંજૂરી વિના 150 જેટલા મકાનો તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

ગુજરાત હાઈકોર્ટના વેધક સવાલો, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસના આદેશ અમદાવાદ સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ મેગા ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ કબૂલાત કરી છે. સરકારે સ્વીકાર્યું છે કે નાસીરનગરમાં થયેલા દબાણો કોઈપણ સત્તાધીશની મંજૂરી વિના તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવતાં ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC), પોલીસ…

નિકોલમાં નશામાં ધૂત યુવકનો હંગામો, છેડતીની અફવાહ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

પોલીસનો ખુલાસો – છેડતી થઈ હોવાના પુરાવા નથી, માત્ર બાઈક સાથે અથડામણ થઈ હતી; પ્રોહિબિશનનો ગુનો નોંધાયો અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક યુવક દ્વારા જાહેરમાં હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. ચાણક્ય સ્કૂલ નજીક બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. શરૂઆતમાં યુવકે યુવતીની છેડતી…

લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે ક્રિકેટના ક્વોલિફિકેશનનો પાથવે જાહેર

આઈસીસી અને આઈઓસીની જાહેરાત; ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સીધું સ્થાન મેળવ્યું, પ્રથમ વખત યોજાશે ઓલિમ્પિક ક્રિકેટ ક્વોલિફાયર એસવીએન. નવી દિલ્હી વર્ષ 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટની ઐતિહાસિક વાપસી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ સત્તાવાર ક્વોલિફિકેશન પાથવે જાહેર કર્યો છે. આ જાહેરાત સાથે પ્રથમ વખત આઈસીસી ઓલિમ્પિક ક્રિકેટ ક્વોલિફાયર…