પાછળ ઊભો રહેનાર દિવસે ન દેખાય તેવો ઝભ્ભો બનાવાયો

લંડનમાં આવેલ ઈનવિઝિબિલિટી શીલ્ડ કંપનીની ટીમને આ ટેક્નોલોજી બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા લંડન જો તમે ‘હેરી પોટર’ ફિલ્મ જોઈ હોય તો તેમાં તમને બતાવવામાં આવેલો જાદુઈ ઝભ્ભો જરુર યાદ જ હશે, કે જેમાં રોનાલ્ડ વેસ્લીને તેની માતાએ પાર્સલ દ્વારા મોકલાવ્યો હતો. આ એક એવો ઝભ્ભો છે કે તેને પહેરનાર વ્યક્તિ ગાયબ થઈ જાય છે….

ખુશ રહેવામાં ભારતીયો વિશ્વમાં 126મા ક્રમે

ભારતના રાજ્યોમાં મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે, અફઘાનિસ્તાનના લોકોનું ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન નવી દિલ્હી ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે 20 માર્ચની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ દિવસે રાત અને દિવસ સમાન હોય છે. આ દિવસે યુએન દ્વારા…

આરોગ્ય ક્ષેત્રે 67 ટકા મહિલા છતાં પુરૂષોની સરખામણીએ 24 ટકા ઓછું મહેનતાણું

વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી ન્યૂયોર્ક  વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરુષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછુ મળે છે. ફેયર શેયર ફોર હેલ્થ કેયર નામના  અહેવાલમાં જણાવાયું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી…

વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમે

પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે ન્યૂયોર્ક ભારતમાં મીઠાઇઓની ભરમાર જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ૧૦ મીઠાઇઓમાં ભારતની રસ મલાઇ બીજા ક્રમે આવી છે. જયારે પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. ગ્રીસની…

પાણી અને હવામાં કામ કરી શકે એવું ડ્રોન બનાવાયું

દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ પકડી પાડશે, પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને શોધી શકશે જોધપુર દેશની આઈઆઈટી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અનેકવાર અવનવી શોધો કરતા રહે છે જેના ભરપૂર વખાણ પણ થાય છે. હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) જોધપુરના વિદ્યાર્થીઓએ અનોખી શોધ કરી છે. આઈઆઈટી જોધપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને એક ફ્લાઈંગ…

ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે

અંતરિક્ષયાન જૂનોએ લગભગ ૧૩૯૧૭ માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ વોશિંગ્ટન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન જૂનો દ્વારા લેવાયેલી ગુરુ ગ્રહની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગુરુ ગ્રહ પર ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતા આ સ્થળની તસ્વીર એક તોફાનની છે જે પૃથ્વી કરતા બમણા આકારનું છે નવાઇની વાત…

યુક્રેનના દિમિત્રો હ્રુન્સકીએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યા

દિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચ્યું, 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને દાંતથી 7 ટેક્સી કાર ખેંચીને રોકોર્ડ કર્યો કીવ યુક્રેનના એક યુવકે પોતાની તાકાતથી એક નહીં પરંતુ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેના અદ્ભુત પરાક્રમથી લોકો દંગ રહી ગયા છે. દિમિત્રો હ્રુન્સકી નામના આ વ્યક્તિએ પોતાની દાઢી,…

કોરોના મહામારીને લીધે લોકોના જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો

ધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી સામે આવી નવી દિલ્હી આનંદ ફિલ્મનો એક ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ છે. “જિંદગી બડી હોની ચાહિયે, જહાંપનાહ, લંબી નહીં”. તેમનો અંદાજો દાર્શનિક હતો પરંતુ વાસ્તવિકતા પર નજર કરીએ તો આજે દુનિયામાં લોકો પહેલા કરતા લાંબુ જીવે છે. લગભગ 73 વર્ષ સુધી. પરંતુ કોરોના મહામારીના કારણે જીવનમાં 1.6 વર્ષનો…

એઆઈના કારણે વીજસંકટ સર્જાઈ શકે છે

એઆઈ ચેટટૂલ ચેટજીપીટી દર કલાકે 5,000 કિલોવોટ વીજળી વાપરે છે. આ વપરાશ ફક્ત 200 મિલિયન યુઝર્સની ડેઈલી રીક્વેસ્ટ પર થઈ રહ્યો છે નવી દિલ્હી વિશ્વના ઘણા દેશોમાં વીજળીની કટોકટી છે અને ઉનાળાની ઋતુમાં આ સંકટ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભારતમાં પણ આપણને વારંવાર વીજળીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વિશ્વના…

સીરમ ઈન્સ્ટીટ્યૂટ મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે

વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપનીએ આ રસી માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી નવી દિલ્હી વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ કહ્યું કે, કોરોના વેક્સિન બાદ કંપની હવે મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા વધારી છે. સીરમ સંસ્થા…

બિજનોરના તેજપાલસિંહે 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસ રજા લીધી

26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલસિંહે ક્લાર્ક તરીકે દ્વારકેશ શુગર ઈન્ડસ્ટ્રીજ લિમિટેડમાં નોકરીમાં જોડાયા હતા બિજનોર એક બાજુ વિશ્વમાં અઠવાડિયામાં 3 દિવસની રજા આપવાની વાત થઈ રહી છે, તો અહીં ઉત્તરપ્રદેશના બિજનોરમાં નિવાસી તેજપાલસિંહે પોતાની 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસની રજા લીધી છે. તેઓ રવિવારે પણ ઓફિસ આવતા હતાં. સાંભળવામાં આ થોડુ અજુગતું લાગશે,…

ઘરકામ કરતી 23 વર્ષની લક્ષ્મી રાઠોડ ધો.10 બોર્ડની પરીક્ષા આપશે

લક્ષ્મી તેના મોબાઈલ ફોન પર ઓન-લાઈન કોચિંગ લે છે અને લાઈબ્રેરી રીડિંગ રૂમમાં ડોનેશનમાં મળેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે સુરત 23 વર્ષીય લક્ષ્મી રાઠોડ જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતાની તબીયત બગડતા તેમને કામકાજ બંધ કરવું પડ્યું હતું. જેથી પરિવારને આર્થિક ટેકો કરવા માટે લક્ષ્મીએ ભણવાનું છોડીને લોકોના ઘરે કામ કરવાનું શરૂ…

વોટ્સએપનું થર્ડ-પાર્ટી ચેટ્સ સપોર્ટ ફીચર, યુઝર અન્ય એપ્સ પર ચેટ-મેસેજ મોકલી શકશે

વોટ્સએપના નવા ફીચર્સ આવ્યા બાદ યુઝરને ઈન્ફો સ્ક્રીન નામનો નવો વિકલ્પ મળશે નવી દિલ્હી વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ વોટ્સએપ હવે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. અંગત અને વ્યવસાયિક જીવનમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. લોકો વોટ્સએપ પર એક ક્લિકથી નાના-મોટા કામ કરી શકે છે. જેના કારણે તે યુઝર્સના જીવનનો એક…

દરેક વ્યક્તિ એઆઈની મદદથી પ્રોગ્રામર હશેઃ જેનસેન હુઆંગ

પ્રોગ્રામિંગ માટે કોડિંગ શિખવાની જરૂર નહીં પડે, હાલમાં એઆઇ લિગલ બાર પરીક્ષા પાસ કરી શકે છે પણ તેને ખાસ પ્રકારની પરીક્ષામાં તકલીફ પડી રહી છે  નવી દિલ્હી   વિશ્વની સૌથી મોટી ચીપ બનાવતી કંપની એનવીડિયાએ ઓપનએઇની ચેટજીપીટીના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે હજારો એનવીડિયા જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંપનીના સીઇઓ જેનસન…

દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવ્યું

આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે, તેની કાર્યક્ષમતાનું સ્તર ઘણું ઊંચું હશે, જોખમ અત્યંત ઓછું હશે નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) મંડી અને પલક્કડે દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવવાની જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે. તેની કાર્યક્ષમતાનું…

સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન

આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે અમદાવાદ આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ…

એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર નહીં કરવો પડે

આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની પણ જરૂર નથી વોશિંગ્ટન ઈલોન મસ્કે એક્સ (એક્સ) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે યુઝર્સ એક્સ પર વોઈસ અને વીડિયો કોલ કરી શકશે. ખાસ વાત એ છે કે એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે નહીં. આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ…

આત્યંતિક  હવામાનની ઘટનાઓમાં વર્ષમાં 3,287 લોકોના, 1.24 લાખ પ્રાણીઓના મોત થયા

આત્યંતિક હવામાન ઘટનાઓમાં ભારે વરસાદ, પૂર આવવું, વાદળ ફાટવું, વીજળી પડવી, લૂ તેમજ તેમજ ખૂબ જ ઠંડીનો સમાવેશ થાય છે નવી દિલ્હી જળવાયું પરિવર્તનની વિપરિત અસર વૈશ્વિક સ્તરે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે, જેના પગલે વિશ્વમાં આત્યંતિક આત્યંતિક હવામાન ઘટનાઓ પણ સતત વધી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ગત…

ભારતના ઈતિહાસમાં પહેલી વાર સમલૈંગિકને ફાંસીની સજા ફટકારાઈ

24 વર્ષના સમલૈંગિકે 2021માં મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આ બિભત્સ ઘટનાને અંજામ આપ્યો હતો મુંબઈ ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈની સેશન કોર્ટે ત્રણ મહિનાની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સમલૈંગિકને ફાંસીની સજા સંભળાવી છે. ન્યાયાધીશ અદિતિ કદમે આ ચુકાદો સંભળાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આજીવન…

કોરોનાને લીધે ભારતીયોના ફેફસાને સૌથી વધુ નુકશાન

કોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ બે મહિના પછી પણ ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું નવી દિલ્હી કોરોના મહામારીને કારણે ભારતીયોના ફેફસાંને વધારે નુકશાન થવાને કારણે અડધા જેટલાં દર્દીઓને શ્વાસ ચઢી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડયો હોવાનું એક અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે. ધ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ-સીએમસી- વેલ્લોર દ્વારા 207 દર્દીઓને તપાસી તેમના ફેફસાંની કામગીરી…