દરેક પ્રતિનિધિ અને દેશ જી20 બેઠકને લઈને ગંભીરઃ જયશંકર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં ગેરહાજરી પર ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા નવી દિલ્હીઆ વખતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં આગામી 9-10 સપ્ટેમ્બરે જી20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં હાજરી આપવા…

એસપીજીના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થયું

અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા નવી દિલ્હીસ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસપીજી દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો…

હિન્દુ ધર્મની શરૂઆત ક્યારે થઇ તેને લઇને હજુ સવાલઃ જી.પરમેશ્વરે

કર્ણાટકના મંત્રી જી.પરમેશ્વરે હિન્દુ ધર્મ અંગે સવાલો ઊઠાવતા વિવાદ છંછેડાવાની અને સનાતન ધર્મ અંગેનો વિવાદ વધુ વકરવાની શક્યતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો ફરી ધર્મને મુદ્દો બનાવવા લાગ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ અંગે ટિપ્પણી બાદ હોબાળો થઈ જવાથી વિવિધ નેતાઓ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ…

અદાણી, મોંઘવારી સહિત 9 મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની સોનિયાની માગ

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 5 દિવસ સુધી યોજાવાનું છે નવી દિલ્હીકેન્દ્ર સરકારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલો પાસ થવા અંગે પણ રાજકીય ચર્ચાઓ જામી છે. ત્યારે સત્ર પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે… તેમણે સંસદના વિશેષ સત્ર અંગે સરકારના એજન્ડા અંગે…

ગાજિયાબાદમાં 14 વર્ષના બાળકનું હડકાયા કૂતરાના કરડવાથી મોત

થોડા દિવસ પહેલા બાળકને હવા અને પાણીથી ડર લાગવા મંડ્યો અને તે અંધારામાં રહેવાનું પસંદ કરવા લાગ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો, અંતે મોત ગાજિયાબાદગાજિયાબાદમાં એક 14 વર્ષના બાળકને હડકાયા કુતરાના કરડવાથી મોત થયુ છે. બાળકે લગભગ દોઢ મહિના પહેલા એક કુતરો કરડ્યો હતો. પરંતુ ડરના કારણે બાળકે તેના પરિવારને તેના વિશે કોઈ વાત નહોતી…

દિલ્હીના ઈંદિરા ગાંધી એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટ રદ કરાઈ

સમિટના 3 દિવસ માટે આવનારા વિમાનો માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી નવી દિલ્હીદેશની રાજધાની નવી દિલ્હીમાં જી20 સમિટને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે. આ દરમિયાન જ સંપૂર્ણ રાજ્યમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરવામાં આવતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ)ના…

ઈન્ડિયા-ભારત, સનાતન ધર્મ પર જીભને કાબૂમાં રાખવા મંત્રીઓને મોદીની સલાહ

તમામ મંત્રીઓને કેટલીક શરતોના આધારે સનાતન ધર્મ વિવાદ પર બોલવાની મંજૂરી, ભારત’ અને ‘ઈન્ડિયા’ પર કંઈપણ ન બોલવાની સલાહ નવી દિલ્હીભારતની યજમાની હેઠળ દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બર એમ 2 દિવસ જી20 બેઠક યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જવાના છે. તો બીજીતરફ જી20ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ…

ઉદયનિધિના નિવેદન સંદર્ભે હસ્તક્ષેપ કરવા 262 લોકોનો સુપ્રીમને પત્ર

262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ નવી દિલ્હીસનાતન ધર્મને બિમાર કહેનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી છે. આ લોકોએ સુપ્રીમ કોર્ટને મામલામાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ 262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ છે. તેમણે સ્ટાલિન…

ઇન્ડિયા ગઠબંધન તેનું નામ બદલીને ‘ભારત’ કરશે, તો શું ભાજપ ‘ભારત’ નામને બદલાવી નાખશે?

ઇન્ડિયા ભાજપની અંગત સંપત્તિ નથી, જેને તે બદલી શકેઃ રાઘવ ચઢ્ઢા નવી દિલ્હીજ્યારથી સંસદના વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન માટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવતા…

દિલ્હી સામૂહિક દુષ્કર્મ-હત્યા કેસમાં ત્રણને મોતની સજા થઈ

નરાધમોએ સામુહિક દુષ્કર્મ બાદ સ્ક્રુડ્રાઇવર વડે મહિલાની હત્યા કરી હતી, આ પછી મહિલાના બંને બાળકોની પણ હત્યા કરી અને ઘરમાં લૂંટ કરી હતી નવી દિલ્હીદિલ્હીમાં માણસની હેવાનિયતને પાર કરતી એક ઘટના સામે આવી છે. 8 વર્ષ પહેલા રઘુબીર નગરમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મ ઉપરાંત બે બાળકોની હત્યાના કેસમાં દિલ્હી કોર્ટે ત્રણ લોકોને મોતની સજા…

સૈન્યની વાહનની બસ સાથે ટક્કર, 17 પોલીસ, 3 મહિલા કેદીને ઈજા

બસ શ્રીનગરની કેન્દ્રીય જેલથી ભદ્રેવાહ જેલ જવા દરમિયાન બસ ટી2 ટનલ મરોગ રામવન નજીક આગળ જઈ રહેલા સેનાના વાહન સાથે અથડાઈ ઉધમપુરજમ્મુ-કાશ્મીરમાં આજે સેનાના વાહનને મોટો અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીંના રામવનમાં આજે સૈન્ય વાહન અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 17 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 3…

ઉત્તરાખંડમાં વરસાદે 93નાં ભોગ લીધા, 1914 ઘરો ધરાશાયી

16ની તો હજુ ભાળ જ મળી નથી, 51થી વધુ લોકો ઘવાયા નવી દિલ્હીઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું કાળ બનીને આવ્યો હતો. અહીં જાન-માલનું મોટાપાયે નુકસાન થયું. ઉત્તરાખંડમાં આ વર્ષે આપત્તિ 15 જૂનથી અત્યાર સુધીમાં 100થી વધુ પરિવારો ક્યારેય ન પૂરાઈ શકે તેવા ઘા આપી ગઈ. આ પરિવારોએ 93 જેટલા સ્વજનોને ગુમાવી દીધા….

મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી એ પ્રકારની જ મારી ટીપ્પણીઃ ઉદયનિધિ

પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી ચેન્નાઈતમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિનના દીકરા અને ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને ખેલ વિકાસમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મની ડેન્ગ્યુ મલેરિયા સાથે તુલના કરવા પર હોબાળો યથાવત્ છે. ભાજપના નેતા સતત…

બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બેનાં મોત

હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા છે, 12થી વધુ લોકોને બચાવાયા બારાબંકીઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના…

ભાજપના મંત્રીએ શિવલિંગ નજીક હાથ ધોતા હોબાળો

કોંગ્રેસે ભાજપના નેતાઓની આસ્થાને રાજકીય ગણાવી, સપાના નેતાએ સવાલ કર્યો કે જો આ જ કામ કોઈ અન્ય જાતિની વ્યક્તિએ કર્યો હોત તો શું થાત? લખનઉઉત્તરપ્રદેશની ભાજપ સરકારના મંત્રી સતીશ શર્માના શિવલિંગ નજીક હાથ ધોવા મામલે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો કરતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસે…

પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી

આરોપી બારામુલ્લાના રહેવાસીઓ છે, લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા, તેમની પાસેથી મેગેઝીન સાથે એક ચાઈનીઝ પિસ્તોલ અને એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે બંને આરોપીઓ,…

વિક્રમ લેન્ડરે ઊડાન સાથે સ્થાન બદલ્યું, ચંદ્ર પર માનવ મિશનની આશા

આ પ્રયોગે ભવિષ્યમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પરત લાવવા અને ચંદ્ર પર sમાનવ મિશનની મોકલવાની આશાઓ વધારી નવી દિલ્હીચંદ્ર પર ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગના થોડા દિવસો બાદ ઈસરોનો વધુ એક પ્રયોગ સફળ રહ્યો છે, વિક્રમ લેન્ડરે ફરી ઉડાન ભરી ચંદ્રની સપાટી પર ફરી સોફ્ટ-લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના એન્જીન સ્ટાર્ટ કર્યા…

જન આશીર્વાદ યાત્રાનું હવે આમંત્રણ મળે તો પણ જવાનો ઉમા ભારતીનો ઈનકાર

મપ્રમાં ભાજપ જનસંપર્ક યાત્રા યોજી રહ્યો છે પણ આ યાત્રામાં રાજ્યના પૂર્વ સીએમ ઉમા ભારતીને આમંત્રણ જ નથી અપાયું ભોપાલમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર ‘જન આશીર્વાદ યાત્રા’નું આમંત્રણ ન મળવા બદલ એટલે હદે નારાજ થઈ ગયા છે કે તેમણે કહ્યું કે જો હવે આમંત્રણ મળશે તો પણ…

ક્લાઈમેટ ચેન્જનો વધતો પ્રકોપ, ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર પર સુકો જવાની શક્યતા

સેપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું, આ મહિનાની શરૂઆતથી જ ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું નવી દિલ્હીસમગ્ર દેશમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદના આ મોસમમાં પણ દેશના ઘણાં રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિને વર્ષ 1901 પછી સૌથી ગરમ અને સૂકું તાપમાન નોંધવામાં…

દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મોત

817 અકુદરતી મૃત્યુમાંથી 660 આત્મહત્યા હતી અને ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 101 આત્મહત્યા નોંધાઈ હતી નવી દિલ્હી દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મૃત્યુનું મુખ્ય કારણ આત્મહત્યા છે. કસ્ટોડિયલ મૃત્યુની સંખ્યામાં વર્ષ 2019થી સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021 સુધીમાં 80 ટકા મૃત્યું આત્મહત્યા તરીકે નોંધાઈ છે જે સૌથી…