અનંતનાગમાં સેના-પોલીસનું સંયુક્ત ઓપરેશન સર્ચ જારી

રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં શરુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા જમ્મુગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા ત્યારે આજે આ જ વિસ્તારમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને ફરી એકવાર ઓપરેશન શરુ કર્યું છે.જમ્મુ કાશ્મીરમાં છેલ્લા…

80 હજાર પેન્ડિંગ કેસના ડેટા એનજેડીજી પર અપલોડ કરાશે

આ નિર્ણય પારદર્શકતા અને જવાબદેહી લાવવા માટે છે, એનજેડીજી પોર્ટલ પર કેસનો દર મહિનાનો અને વર્ષ અનુસાર વિગતવાર ડેટા હશે નવી દિલ્હીસુપ્રીમકોર્ટે ઐતિહાસિક પહેલ કરતાં તમામ લંબિત કેસના ડેટાને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડ (એનજેડીજી) પર અપલોડ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટ અત્યાર સુધી એનજેડીજી ના દાયરાથી બહાર હતી. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે તેની શરૂઆત…

સીબીઆઈએ રેલવેના અધિકારીના ઘરેથી 2.61 કરોડની રોકડ રિકવર કરી

અધિકારી જેમ વેબસાઈટ પરથી કોન્ટ્રાક્ટરની ફર્મનું રજિસ્ટ્રેશન રદ કરવાની અને તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની ધમકી આપીને 7 લાખ રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો ગોરખપુરકેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક વરિષ્ઠ રેલવે અધિકારીના ઘરેથી 2.61 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.મળતી માહિતી મુજબ ઉત્તર પૂર્વ રેલવે, ગોરખપુરના અધિકારી કે.સી….

ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે બે માસમાં માર્ગદર્શિકાનો સુપ્રીમનો નિર્દેશ

કેટલીકવાર મીડિયા રિપોર્ટ્સ પીડિતની પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન કરતી હોવાનું સુપ્રીમ કોર્ટની બેન્ચનું અવલોકન નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 2 મહિનાની અંદર ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે પક્ષપાતી રિપોર્ટિંગને કારણે લોકો માની બેસે છે કે આરોપીએ ગુનો કર્યો છે.બેન્ચે…

જુનૈદ-નાસિરને સળગાવવાનો પ્લાન આઠ દિવસ પહેલા બનાવ્યાની મોનુની કબૂલાત

સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ડીગ પોલીસ સ્ટેશનના આધિકારીઓ મોનુ માનેસરની પૂછપરછ કરી ભરતપુરગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જુનૈદ-નાસિર હત્યા કેસ સંદર્ભે રાજસ્થાન પોલીસ મોનુને માનેસરની કસ્ટડી લીધી હતી. સુરક્ષાના કારણોસર…

ટેક્નિકલ ખામી સર્જાતા એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ

આ પ્લેન પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં 32 હજાર ફુટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું, જો કે ફ્લાઈટ બાદમાં સલામત રીતે દિલ્હી પહોંચી ગઈ હતી નવી દિલ્હીદેશની રાજધાની દિલ્હીથી લંડન માટે ઉડાન ભરેલી એયર ઈન્ડિયાની ફ્લાઈટ થોડા સમયમાં જ અચાનક આઈજીઆઈ એરપોર્ટ પર રિટર્ન થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે પ્લેનમાં થોડીક ખામી…

ઈન્ડિયાનો એજન્ડા સનાતનને ખતમ કરવાનો છેઃ મોદીના વિપક્ષ પર પ્રહાર

કેટલાક દળો એવા છે જે સમાજને વિભાજિત કરવા માટે એક થયા છે, ગાંધી લક્ષમીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી જ્યારે ઘમંડી ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છેઃ મોદી બીનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા, જ્યા તેમણે અનેક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેણે વિપક્ષી ગઠબંધન…

પાકિસ્તાન છિન્ન-ભિન્ન થશે ત્યારે ભારતમાં આતંક ખતમ થશેઃ વીકે સિંહ

દેશના દક્ષિણ ભાગમાં કેટલીક શક્તિઓએ અંગ્રેજો દ્વારા ઉત્પન્ન કરાયેલ સનાતન ધર્મ વિરોધી વિચારોનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાનો આક્ષેપ ઈન્દોરમધ્યપ્રદેશના નવેમ્બરમાં સંભવિત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે મધ્યપ્રદેશ આવેલા વી.કે.સિંહે ઈન્દોરમાં પત્રકાર સાથે વાતચીત દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. ગઈકાલે અનંતનાગમાં થયેલા હુમલા મામલે ગુસ્સે ભરાયેલા વી.કે.સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધું…

ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ત્રણ વર્ષમાં 75 લાખથી વધુ એલપીજી કનેક્શન ફ્રી અપાશે

ઓનલાઈન અને પેપરલેસ કોર્ટનીં સ્થાપના કરવાના ઉદ્દેશ્ય હેઠળ રૂ.7210 કરોડના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજુરી અપાઈ નવી દિલ્હીકેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી20 શિખર સંમેલનની સફળતા પર આજે કહ્યું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જી20 સમિટના સફળ સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક પ્રસ્તાવ પણ રજુ…

ચીનના પ્રતિનિધિમંડળના સભ્યની વિચિત્ર બેગે તંત્રને દોડતું કર્યું

સુરક્ષાદળોએ ચીનના પ્રતિનિધિમંડળને આ બેગને સ્કેનરમાં નાખવાની અપીલ કરી પણ તેમણે આવું કરવાનો ઈનકાર કરી મામલો ચગ્યો નવી દિલ્હીદિલ્હીમાં જી20 સમિટ દરમિયાન હોટેલ તાજ પેલેસમાં હડકંપ મચી ગયો હતો. તેનું કારણ હતું ચાઈનીઝ પ્રતિનિધિમંડળનીં રહસ્યમય બેગ. લગભગ 12 કલાક સુધી આ ચીનના પ્રતિનિધિમંડળના એક સભ્યનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. આ બેગમાં એક વિચિત્ર દેખાતો…

અયોધ્યામાં ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળ્યા

આ પ્રથમ વખત છે જયારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓના ફોટો સામે આવ્યા છે અયોધ્યાઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળી આવ્યા છે. જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભો સામેલ છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશ્યલ મીડિયા…

દ.કોરિયાની મંદિરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવાની ઈચ્છા

દક્ષિણ કોરિયાના રાજદૂત યાંગ જે-બોકે કહ્યું કે, અયોધ્યા ભારત અને સાઉથ કોરિયા માટે ઐતિહાસિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે નવી દિલ્હી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામલલાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. આગામી વર્ષે 15થી 24 જાન્યુઆરી વચ્ચે નવા નિર્માણ પામેલા મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે… ભક્તો પણ આ અનેરી તક જોવા ઉત્સુક થઈ…

મણિપુરમાં હિંસામાં 3 લોકોનાં મોત, પોલીસ-આસામ રાઈફલ્સ વચ્ચે સંઘર્ષ

મણિપુર પોલીસે આસામ રાયફલ્સ પર શાંતિ અભિયાનમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો ઈમ્ફાલ મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી જાતીય હિંસા હજુ પણ ઘટના વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે રાજ્ય પર વધુ એક સંકટ આવી ચઢ્યું છે.. દરમિયાન મણિપુરના કાંગપોકજીમાં આજે થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે રાજ્યમાં ઓછામાં ઓછા 50થી વધુના મોત…

શરદ પવારને ત્યાં ઈન્ડિયા કોઓર્ડિનેસન સમિતિની બેઠક

બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા અને અભિયાન ચલાવવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે મુંબઈ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ની કોઓર્ડિનેશન સમિતિની આજથી પહેલી બેઠક યોજાઈ શકે છે. આ બેઠક એનસીપી (એનસીપી) પ્રમુખ શરદ પવારના નિવાસે યોજાશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024 માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા અને અભિયાન ચલાવવા…

તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર સામે મુંબઈમાં વધુ એક એફઆઈઆર

એફઆઈઆરમાં નફરત ફેલાવા બદલ આઈપીસીની કલમ 153એ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આઈપીસીની કલમ 295એને સામેલ કરાઈ મુંબઈ સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈને તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક એફઆઈઆર નોંધાઈ છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધાવામાં…

આઝામખાનના 30 સ્થળો પર આટી-ઈડીના વ્યાપક દરોડા

આયકર વિભાગે અને ઈડીએ દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના સ્થળોનો સમાવેશ થાય છે લખનઉ પૂર્વ મંત્રી અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી છે આજે વહેલી સવારે તેના રહેણાંક સહિત અનેક સ્થળોએ આયકર વિભાગે અને ઈડીએ સવારે દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના…

ભાજપ અને વિપક્ષ તિપરા મોથાના કાર્યકરોની અથડામણમાં 12 ઘાયલ

તિપરા મોથાના એક સમૂહ દ્વારા કથિત રીતે કેટલાક ભાજપ કાર્યકર્તાઓએ રેલીમાં સામેલ થવા પર રોક્યા બાદ હિંસક અથડામણ અગરતલાત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં સત્તારુઢ ભાજપ અને વિપક્ષી તિપરા મોથા વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન એક પોલીસ અધિકારી અને બે અન્ય કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ આજે તેની…

લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી

સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી,ત્રણ આરોપી અધિકારીઓ પર કેસ ચલાવવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ન હતી નવી દિલ્હીસીબીઆઈને નોકરીના બદલે જમીન કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવ વિરુધ્ધ કેસ ચલાવવાની ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળી ગઈ છે. સીબીઆઈએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી હતી. જો કે આ મામલામાં ત્રણ આરોપી અધિકારીઓ પર…

રાજસ્થાનના સીએમ અગે સોનિયા,રાહુલ-ખડગેનો નિર્ણય અંતિમઃ પાયલોટ

ગેહલોત કે પાયલોટ જૂથ આ અંગે નિર્ણય લેશે નહીં, કોઈપણ પ્રકારનો જૂથવાદ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે જયપુરઆ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજવાની છે. જેન લઇ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો દ્વારા સતા પર આવવા માટે જોરશોર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સચિન પાયલોટનું એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કોંગ્રેસના…