રાયસેનના સુલતાનપુરમાં જાનૈયાઓ પર ડમ્પર ફરી વળતાં છનાં મોત

11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સુલતાનપુરની આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા રાયસેન દેશમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે…

હડતાળનું એલાન કરનારાને ગુવાહટી પોલીસે નોટિસ પાઠવી

હડતાળ દરમિયાન કોઈપણ પ્રકારની તોડફોડ અથવા કોઈ નુકસાન થશે તો રાજકીય પક્ષો દ્વારા તેની ભરપાઈ કરવી પડશે ગુવાહાટી સમગ્ર દેશમાં સીએએ એટલે કે નાગરિક સુધારા કાયદો 2019નો અમલ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે સીએએના અમલની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે હવેથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના બિનમુસ્લિમ નાગરિકો જેમ કે હિન્દુઓ, શીખ, ખ્રિસ્તી,…

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એનઆઈએનાં દરોડા

દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે નવી દિલ્હી ખાલિસ્તાન ગેંગસ્ટર લિંક કેસમાં એનઆઈએએ ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા છે. એનઆઈએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી પંજાબના મોગામાં પણ અલગ-અલગ…

ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે કોઈ ભેદભાવ હશે તો સીએએ નહીં સ્વિકારીએઃ મમતા

જો સીએએ અને એનઆરસી દ્વારા કોઈની નાગરિકતા છીનવાઈ જશે તો અમે ચૂપ નહીં બેસીએ, આનો સખત વિરોધ કરવાની પ.બંગાળનાં મુખ્યમંત્રીની ચેતવણી નવી દિલ્હી કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે, નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019 માં…

મનોહરલાલ ખટ્ટરનું હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું

ભાજપ અને જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન તૂટી ગયું, અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા ચંદિગઢ હરિયાણાની રાજનીતિમાં આજે મોટો ફેરબદલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે અને તેમની સાથે મંત્રીમંડળે પણ રાજીનામું સોંપી દીધું છે ત્યારે અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ…

રાજસ્થાનના ચુરુના સાંસદ રાહુલ કસ્વાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

કસ્વાંએ રાજીનામાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આપી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાનના ચુરુના સાંસદ રાહુલ કસ્વાંએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે લોકસભાના પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

રાહુલ પાગલ થઈ ગયા છે, તેમના કારણે પક્ષને નુકશાનઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ કહી કહ્યું કે, ‘કોંગ્રેસની બરબાદીનું કારણ રાહુલ ગાંધી જ છે. તેમના કારણે પાર્ટીના મોટા નેતાઓનું અપમાન થઈ રહ્યું  હોવાનો આચાર્યનો દાવો નવી દિલ્હી લોકસભા ચૂંટણી-2024 પહેલા વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર ‘મોદીની ગેરંટી’ની આકરી ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારની પણ…

ભારત ટૂંકમાં સમદ્રની ઊંડાઈની શોધ માટે સમુદ્રયાન શરૂ કરશે

ભારત આવતા વર્ષના અંત સુધીમાં સમુદ્રના અભ્યાસ માટે તેના વૈજ્ઞાનિકોને સમુદ્રતળની નીચે 6 કિલોમીટરની ઊંડાઈ સુધી મોકલી શકશે નવી દિલ્હી વર્ષ 2023માં ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, હવે ઈસરો ગગનયાન તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે ભારત ટૂંક સમયમાં સમુદ્રની ઊંડાઈમાં શોધ માટે સમુદ્રયાન શરૂ…

કારમાં પંકચર પડતાં એસયુવીની ટક્કરે સાઈડ પર ઊભેલા છનાં મોત

ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ખાટૂ શ્યામના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દિલ્હી સરહદની નજીક એક સોસાયટીના નિવાસી હતા હરિયાણા હરિયાણાના રેવાડીમાં મોડી રાત્રે એક ભીષણ માર્ગ દુર્ઘટના થઈ છે. ઘટનામાં છ લોકોના મોત નીપજ્યા છે. છ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ખાટૂ શ્યામના…

ઝકરબર્ગની પત્ની પ્રિસિલાનું કિંમતી પેન્ડન્ટ ગુમ થઇ ગયું

ઘટનાના પગલે અંબાણીની પાર્ટીમાં અફરા-તફરી, 3.5 કલાક સુધી પેન્ડન્ટ ગોતવાનો પ્રયાસ મુંબઈ અંબાણી પરિવારના ફંક્શનની વાત હોય ત્યારે કંઇ પણ સાધારણ હોવાની આશા ના રાખી શકાય. આ ફેમિલી સાથે જોડાયેલી નાની ઇવેન્ટ્સ પણ એટલી ગ્રાન્ડ હોય છે, જેનું પ્લાનિંગ પણ કોઇ વિચારી ના શકે. જેની એક ઝલક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સમાં જોવા…

40 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા યુવકનું મોત, મૃતદેહ બહાર કઢાયો

વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 (એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે નવી દિલ્હી કેશોપુર વિસ્તારના દિલ્હી જલ બોર્ડનો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) સ્થિત પમ્પિંગ રૂમમાં શનિવારે મોડી રાતે ફસાયેલા યુવકનું લગભગ 12 ઈંચ પહોળા અને લગભગ 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડવાથી મોત નીપજ્યુ. આ કેસમાં દિલ્હી પોલીસે સોમવારે કેશોપુર…

ચૂંટણી બોન્ડની વિગતો આજે જાહેર કરવા એસબીઆઈને સુપ્રીમનો આદેશ

સુપ્રીમકોર્ટમાં એસબીઆઈએ માગ કરી હતી કે તેમને વધુ સમય આપવામાં આવે અને જૂન પછી આંકડા જાહેર કરવાની માગ વડી અદાલતે ફગાવી નવી દિલ્હી ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકાયા બાદ સુપ્રીમકોર્ટે એસબીઆઈ બેન્કને આ બોન્ડ ખરીદનારા અને તેને રોકડમાં વટાવનારાઓની તમામ વિગતો અને આંકડા જાહેર કરવા કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા…

વડાપ્રધાન મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છેઃ રાહુલ ગાંધી

જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો વરસાદ અને જનતા પર ટેક્સનો માર, આ છે ભાજપની મોદી સરકાર નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે ‘એક્સ પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છે. જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો…

હાઈટેન્શન વાયર બસ પર પડતાં આગથી 10 લોકોનાં મોત

આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી ગાઝીપુર ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ…

કોંગ્રેસનું ફોક્સ દ.ભારત પર, યુવા-અનુભવી નેતાઓનું યાદીમાં મિશ્રણ

પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો છે જ્યારે 24 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના છે નવી દિલ્હી લોકસભાની ચૂંટણીને હવે બહું છેટું નથી અને ગમે તે સમયે ચૂંટણી પંચ તારીખ જાહેર કરી શકે છે ત્યારે ચૂંટણીને લઈને દરેક પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પહેલા જ પોતાના 195 ઉમેદવારની જાહેરાત કરી દીધી…

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો

સુરેશ પચૌરીએ ભોપાલમાં પાર્ટી કાર્યાલયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું નવી દિલ્હી  લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પાર્ટીને ચૂંટણી પહેલા એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરીએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ…

દેશમાં ભારે કડકાઈ બાદ ગર્ભ પરિક્ષણ માટે ભારતીયો નેપાળ ભણી

ઉત્તરાખંડના પિથોરાગઢની સાથે જ અન્ય જિલ્લામાંથી દરરોજ નેપાળના જુદા-જુદા શહેરોમાં ઘણા લોકો લિંગ તપાસ માટે પહોંચી રહ્યા છે કાઠમંડુ સમય ભલે ઝડપથી બદલાઈ રહ્યો હોય પરંતુ આજે પણ પુત્રીઓની સરખામણીએ પુત્રોને જ વધુ મહત્વ આપવામાં આવે છે. ભારતમાં ગર્ભ પરીક્ષણની તપાસ પર કડકાઈ બાદ હવે લોકો નેપાળ તરફ વળી રહ્યા છે. ઉત્તરાખંડના પિથોરાગઢની સાથે જ…

મહિલાને 15 રુપિયાના પગારે 45 વર્ષ નોકરી કરાવનારી બાંદાની શાળાને લાખ રુપિયાનો દંડ

કોર્ટે બાંદા જિલ્લાની ભગોનિયા દેવીની 14 વર્ષથી પડતર અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો અલ્હાબાદ અલ્હાબાદ હાઈકોર્ટે શિક્ષણ વિભાગ બાંદા પર એક મહિલા પટાવાળાને ફુલ ટાઈમ કર્મચારી તરીકે લેવા છતાં નિયત પગાર ન ચૂકવવા બદલ રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. મહિલા 15 રૂપિયાના પગારે 45 વર્ષ સુધી નોકરી કર્યા બાદ 2016માં નિવૃત્ત…

બેંક ખાતા પર કાર્યવાહી પર સ્ટેની કોંગ્રેસની માગ આઈટીએટીએ ફગાવી

આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા અને આવકવેરા વિભાગે રૂપિયા 210 કરોડની રિકવરી માગી નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (આઈટીએટી) તરફથી ઝટકો લાગ્યો છે. આઈટીએટીએ શુક્રવારે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીએ તેના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી પર સ્ટે માગ્યો…

મણિપુરમાં સેનાના અધિકારીનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ

ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા ત્યારે કેટલાક લોકોએ તેમના ઘરમાં ઘૂસી અપહરણ કર્યું ઈમ્ફાલ મણિપુરના થોબલ જિલ્લામાં ભારતીય સેનાના જુનિયર કમીશન ઓફિસર (જેસીઓ)નું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા. સવારે નવ વાગ્યે કેટલાક લોકો તેના…