મહિલાઓને સરવે વગર જ અનામત અપાશેઃ રાહુલ ગાંધી

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બહુ ધામધૂમથી આનામત આપી હતી, પરંતુ તમને કહેવામાં આવ્યું કે સરવે પછી જ અનામત આપવામાં આવશેઃ રાહુલ નવી દિલ્હી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે,…

પેટીએમને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવાઈ

એનએચએઆઈએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી નવી દિલ્હી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પે ટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ પીપીબીએલને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે….

દેશમાં સેમીકન્ડક્ટર નિર્માણથી ભારત વૈશ્વિક કેન્દ્ર બની શકશેઃ મોદી

મોદીએ જે ત્રણ સેમિકન્ડક્ટર એકમ શિલાન્યાસ કર્યો તેમાં, ગુજરાતનાં સાણંદ અને ધોલેરામાં એક-એક અને આસામમાં એક એકમનો સમાવેશ થાય છે નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજારો-કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રહ્યા છે, ત્યારે તેમણે આજે ત્રણ સેમિકન્ડક્ટર એકમોની ભેટ આપી છે. તેમણે આજે (13 માર્ચે) વર્ચુઅલ માધ્યમથી લગભગ 1.25 લાખ…

કેન્સરની નવ નકલી દવા સાથે સાત લોકોની ધરપકડ કરાઈ

આરોપીઓ હોસ્પિટલમાં દર્દીઓને કીમોથેરાપીમાં અપાતા ઈન્જેક્શનની ખાલી શીશીઓ ભેગી કરતા હતા, પછી તે શીશીઓમાં એન્ટી ફંગલ દવાઓ ભરીને વેચતા હતા નવી દિલ્હી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી દવાઓના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીની એક જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારી છે. પોલીસે આરોપીઓ પાસેથી…

ભાજપને પછાડવા કોંગ્રેસ દલિત અને પછાત ચહેરાઓના સહારે

  યાદીમાં સામેલ 43 ઉમેદવારોમાં 10 જનરલ કેટેગરીના, 13 ઓબીસી, 10 SC, 9 એસટી અને 2 મુસ્લિમ ઉમેદવારો છે નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. યાદીમાં કુલ 43 ઉમેદવારોના નામ છે. આ યાદીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 76 ટકા ઉમેદવારો દલિત અને પછાત છે. યાદીમાં…

ભારતીય મુસ્લિમોને સીએએ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી, તેમને હિંદુઓ જેટલો જ અધિકાર છે

સીએએ કાયદો લાગુ થવાથી કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં નહીં આવે નવી દિલ્હી સીએએ પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમાજને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય મુસ્લિમોને…

નાયબ સૈનિ હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા

ભાજપની નવી સરકાર બની, જોકે તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્ ચંદિગઢ હરિયાણાના રાજકારણમાં આજે ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. આજે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેપીપી) વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. ભાજપે પણ અન્ય પક્ષોના ઉમેદવારોના સાથ મેળવી લીધો છે અને નવી સરકાર બનાવવાની તૈયારી સાથે…

કોંગ્રેસે ગુજરાતના ત્રણ ધારાસભ્ય સહિત 43 ઉમેદવાર જાહેર કર્યા

બીજી યાદીમાં ગુજરાત સિવાય તેમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, દીવ-દમણ અને આસામના ઉમેદવાર પણ સામેલ નવી દિલ્હી લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવાઈ હતી. કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. હવે…

સીએએનો મોટો લાભ પ.બંગાળમાં રહેતા મતુઆ સમુદાયના 30 લાખ લોકોને થશે

હિંદુઓમાં જોવા મળતી જાતિપ્રથાને પડકારીને  આ સમુદાયની શરુઆત ૧૮૬૦માં હરિચંદ્ર ઠાકુરે કરી હતી કોલક્તા  લોકસભાની ચુંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સીટિઝન એમન્ડમેન્ટ એકટ ( નાગરિકતા સંશોધન કાનુન) લાગુ પાડીને ઐતિહાસિક પગલું ભર્યુ છે. સીઇએના અમલ અને જાહેરાતના સમયને લઇને વિપક્ષો દ્વારા વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. સીઇએ અંગે દેશમાં…

પૂર્વોત્તરના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીએએ લાગુ નહીં થાય

સીએએ કાયદો જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે ‘ઇનર લાઇન પરમિટ’ની જરૂર હોય ત્યાં આ કાયદાનો અમલ નહીં થાય નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા  સોમવારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. સીએએ લાગુ થવાથી ભારતના…

રાયસેનના સુલતાનપુરમાં જાનૈયાઓ પર ડમ્પર ફરી વળતાં છનાં મોત

11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સુલતાનપુરની આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા રાયસેન દેશમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે…

હડતાળનું એલાન કરનારાને ગુવાહટી પોલીસે નોટિસ પાઠવી

હડતાળ દરમિયાન કોઈપણ પ્રકારની તોડફોડ અથવા કોઈ નુકસાન થશે તો રાજકીય પક્ષો દ્વારા તેની ભરપાઈ કરવી પડશે ગુવાહાટી સમગ્ર દેશમાં સીએએ એટલે કે નાગરિક સુધારા કાયદો 2019નો અમલ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે સીએએના અમલની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે હવેથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના બિનમુસ્લિમ નાગરિકો જેમ કે હિન્દુઓ, શીખ, ખ્રિસ્તી,…

પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એનઆઈએનાં દરોડા

દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે નવી દિલ્હી ખાલિસ્તાન ગેંગસ્ટર લિંક કેસમાં એનઆઈએએ ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા છે. એનઆઈએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં ગેંગસ્ટરો અને આતંકીઓ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી પંજાબના મોગામાં પણ અલગ-અલગ…

ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે કોઈ ભેદભાવ હશે તો સીએએ નહીં સ્વિકારીએઃ મમતા

જો સીએએ અને એનઆરસી દ્વારા કોઈની નાગરિકતા છીનવાઈ જશે તો અમે ચૂપ નહીં બેસીએ, આનો સખત વિરોધ કરવાની પ.બંગાળનાં મુખ્યમંત્રીની ચેતવણી નવી દિલ્હી કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે, નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019 માં…

મનોહરલાલ ખટ્ટરનું હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું

ભાજપ અને જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન તૂટી ગયું, અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા ચંદિગઢ હરિયાણાની રાજનીતિમાં આજે મોટો ફેરબદલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે અને તેમની સાથે મંત્રીમંડળે પણ રાજીનામું સોંપી દીધું છે ત્યારે અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ…

રાજસ્થાનના ચુરુના સાંસદ રાહુલ કસ્વાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

કસ્વાંએ રાજીનામાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આપી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાનના ચુરુના સાંસદ રાહુલ કસ્વાંએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે લોકસભાના પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

રાહુલ પાગલ થઈ ગયા છે, તેમના કારણે પક્ષને નુકશાનઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ કહી કહ્યું કે, ‘કોંગ્રેસની બરબાદીનું કારણ રાહુલ ગાંધી જ છે. તેમના કારણે પાર્ટીના મોટા નેતાઓનું અપમાન થઈ રહ્યું  હોવાનો આચાર્યનો દાવો નવી દિલ્હી લોકસભા ચૂંટણી-2024 પહેલા વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર ‘મોદીની ગેરંટી’ની આકરી ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારની પણ…

ભારત ટૂંકમાં સમદ્રની ઊંડાઈની શોધ માટે સમુદ્રયાન શરૂ કરશે

ભારત આવતા વર્ષના અંત સુધીમાં સમુદ્રના અભ્યાસ માટે તેના વૈજ્ઞાનિકોને સમુદ્રતળની નીચે 6 કિલોમીટરની ઊંડાઈ સુધી મોકલી શકશે નવી દિલ્હી વર્ષ 2023માં ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, હવે ઈસરો ગગનયાન તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે ભારત ટૂંક સમયમાં સમુદ્રની ઊંડાઈમાં શોધ માટે સમુદ્રયાન શરૂ…

કારમાં પંકચર પડતાં એસયુવીની ટક્કરે સાઈડ પર ઊભેલા છનાં મોત

ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ખાટૂ શ્યામના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દિલ્હી સરહદની નજીક એક સોસાયટીના નિવાસી હતા હરિયાણા હરિયાણાના રેવાડીમાં મોડી રાત્રે એક ભીષણ માર્ગ દુર્ઘટના થઈ છે. ઘટનામાં છ લોકોના મોત નીપજ્યા છે. છ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ખાટૂ શ્યામના…

ઝકરબર્ગની પત્ની પ્રિસિલાનું કિંમતી પેન્ડન્ટ ગુમ થઇ ગયું

ઘટનાના પગલે અંબાણીની પાર્ટીમાં અફરા-તફરી, 3.5 કલાક સુધી પેન્ડન્ટ ગોતવાનો પ્રયાસ મુંબઈ અંબાણી પરિવારના ફંક્શનની વાત હોય ત્યારે કંઇ પણ સાધારણ હોવાની આશા ના રાખી શકાય. આ ફેમિલી સાથે જોડાયેલી નાની ઇવેન્ટ્સ પણ એટલી ગ્રાન્ડ હોય છે, જેનું પ્લાનિંગ પણ કોઇ વિચારી ના શકે. જેની એક ઝલક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સમાં જોવા…