ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝામાં ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ વરસાવ્યા

ઇઝરાયેલની વાયુસેનાનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય આધાર હતો જેરૂસલેમઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યા છે. એવામાં માહિતી મળી રહી છે કે, ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ…

ભારતના વોન્ટેડ આતંકી શાહિદ લતિફની પાક.માં ગોળી મારીને હત્યા

એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો સિયાલકોટ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી.  એનઆઈએએ (એનઆઈએ) યુએપીએ હેઠળ શાહિદ સામે…

લ્યુટન એરપોર્ટના કાર પાર્કિંગમાં આગથી અનેક ફ્લાઈટ રદ

બેડફોર્ડ શાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના કર્મચારીઓ આગને ઓલવવા પ્રયાસો કરી રહ્યા છે લંડન લંડનમાં આવેલા લ્યુટન એરપોર્ટ પર ભયંકર આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગની ઘટના કારપાર્કિંગમાં બની હોવાની જાણકારી મળી છે. જેમાં મોટી સંખ્યામાં માલહાનિના અહેવાલ છે. અનેક કારો આગની લપેટમાં આવી હતી. જોકે હજુ સુધી જાનહાનિને લગતાં અહેવાલ સામે…

ઈઝરાયેલ એરફોર્સે હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કર્યા

ઈઝરાયેલની સેનાએ જવાબી હુમલાના પહેલા જ દિવસે આતંકી સંગઠન હમાસના નૌકાદળના વડાને કસ્ટડીમાં લઈ લીધો હતો ઈઝરાયેલ પેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કરી દીધા છે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય અબુ અહમદ ઝકારિયા મુઅમ્મરને પણ ઇઝરાયેલની વાયુસેનાએ ઠાર કર્યો હતો.   ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની આ લડાઈમાં…

અફઘાનમાં ફરીથી 6.3ની તીવ્રતનો આંચકો આવતા ગભરાટ

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે અત્યાર સુધી જાનહાનિનો કોઈ આંકડો જાહેર કરાયો નથી કાબુલ ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા હતા.  માહિતી અનુસાર ભૂકંપનું…

યુએસનું રાલ્ડ-ફોર્ડ નેવલ-ફ્લીટ, એક નૌકાદળ બરાબર છે

યુએસએસ જેરાલ્ડ ફોર્ડ એક વિમાન-વાહક જહાજ છે, જેની ઉપર ત્રિકોણાકાર મિસાઈલ્સ ક્રૂઝર અને આર્લેગ બ્રીક પ્રકારના ચાર મિસાઈલ ડીસ્ટ્રોયર્સ તૈનાત છે નવી દિલ્હી હમાસ-ઈઝરાયલના યુદ્ધના ચોથે દિવસે ગાઝા પટ્ટીમાં હાલત બહુ નાજુક બની રહી છે. ઈઝરાયલમાં રાત-દિવસ સતત બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યાં ૧૦૦ બાળકો સહિત ૭૦૦ થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે, ૩૦૦૦ થી…

કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની પાક.ને સલાહ

આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થવાની વિશ્વ બેંકને આશા ઈસ્લામાબાદ વિશ્વ બેંકે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તમામ ટેક્સ રાહતોને બંધ કરી અને કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની સલાહ આપી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર જો આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થશે.  સમાચાર…

ઈઝરાયેલ પોલીસે બે હથિયારધારી આતંકીઓને ઠાર કર્યા

હમાસ આતંકવાદીઓના હુમલા બાદ ઈઝરાયેલ પણ જડબાતોડ કાર્યવાહી કરી રહ્યું છે જેરુસલેમ ઈઝરાયેલ અને હમાસના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. હમાસ આતંકવાદીઓના હુમલા બાદ ઈઝરાયેલ પણ જડબાતોડ કાર્યવાહી કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુદ્ધના ઘણા ધ્રુજાવતા વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે ઈઝરાયેલ પોલીસે પણ એક વીડિયો એક્સ પર શેર કર્યો છે, જેમાં પોલીસ…

ભારત આતંકવાદના તમામ રૂપોની કડક ટીકા કરે છેઃ મોદી

ભારતના વડાપ્રધાન સાથે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટેલિફોન પર વાત કરી વર્તમાન સ્થિતિની માહિતી આપી નવી દિલ્હી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધનો આજે ચોથો દિવસ છે, ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ આજે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, હું ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ અંગે અપડેટ આપનાર વડાપ્રધાન નેતન્યાહૂનો…

હમાસ માત્ર આતંકવાદી, ઉગ્રવાદી કે સ્વતંત્રતા સેનાની નથીઃ સુનક

બ્રિટનમાં પણ આ યુદ્ધથી બે ભાગ પડ્યા છે, જેમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી લંડન પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલનો વિનાશ વેર્યો છે. એવામાં ચાર દિવસથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ વચ્ચેના આ યુદ્ધના પડઘા વિશ્વભરમાં સંભળાય રહ્યા છે. આ પડઘા બે ભાગમાં વિખરાયેલા છે જેમાં એક ભાગ ઈઝરાયેલ સમર્થક છે તો બીજો હમાસને સમર્થન આપે છે. એવામાં…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધમાં માસૂમ નવજાત બાળકે પણ જીવ ગુમાવ્યો

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પેલેસ્ટિનિયન વ્યક્તિ છે જેણે ઈઝરાયેલના હવાઈ હુમલામાં પોતાની માસૂમ પુત્રીને ગુમાવી છે જેરૂસલેમ પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલનો વિનાશ વેર્યો છે. એવામાં આ યુદ્ધમાં એક હૃદય ચીરી નાંખતી તસવીર સામે આવી છે. જેમાં એક પિતા તેની માસૂમ નવજાત બાળકીના મૃતદેહને ગળે વળગીને ઉભા છે.  જેને જોતા કોઈ પણ…

અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં જાનહાનીનો આંકડો 4000ને પાર પહોંચ્યો

અફઘાનિસ્તાન ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાને જાહેર કર્યું કે તે વર્લ્ડ કપમાં મળેલી પોતાની આખી મેચ ફી દાન કરશે કાબૂલ અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલ  ભારે ભૂકંપના આંચકાથી તારાજી સર્જાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે, અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 2000 જેટલો મૃત્યુઆંક નોંધાયો હતો જે…

ઈઝરાયેલ ને પેલેસ્ટાઈનના સમર્થક જૂથો વચ્ચે લંડનમાં અથડામણ

આ ઘટના રાજધાની લંડનના હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન ટ્યુબ સ્ટેશન પર બની હતી, ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી લંડન ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરુ થયા બાદથી વિશ્વભરમાં બંને પક્ષોના સમર્થનમાં દેખાવો થઈ રહ્યા છે. કોઈ ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે તો કોઈ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભું…

હમાસે યુદ્ધ શરૂ કર્યું, અમે ખતમ કરીશુઃ નેતન્યાહુની ચેતવણી

ઇઝરાયેલ યુદ્ધની સ્થિતિમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા, આ યુદ્ધ અત્યંત ક્રૂર રીતે શરૂ કરવામાં આવ્યું હોવાનો ઈઝરાયેલના વડાપ્રધાનનો દાવો જેરૂસલેમ આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર રોકેટ મારો કર્યા બાદ 7મી ઓક્ટોબરથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અહેવાલ મુજબ આ 3 દિવસમાં પેલેસ્ટાઇનના ગાઝા અને વેસ્ટ બેંકમાં યુદ્ધના કારણે 704…

હમાસના હુમલા સામે ઈઝરાયેલને યુએ, યુકે, ફ્રાન્સ, જર્મની અને ઈટલીનો ટેકો

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ પણ પોતાના સંબંધોમાં દુનિયાભરના તે દેશોનો આભાર માન્યો જે ઇઝરાયલની સાથે ઉભા છે તેલ અવીવ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટલી હમાસના હુમલા બાદ ઇઝરાયલની સાથે આવી ગયા છે. આ દેશો તરફથી એક સંયુક્ત નિવેદન જાહેર કરી હમાસની નિંદા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો…

ચીનના એજન્ટોએ ભારતને ફસાવવા નિજ્જરની હત્યા કરાવી

જેનિફર જેંગ એક ચીની મૂળની એક્ટિવિસ્ટ અને માનવાધિકાર કાર્યકર છે જે પત્રકાર પણ છે અને હાલમાં અમેરિકામાં રહે છે વોશિંગ્ટન એક સ્વતંત્ર બ્લોગર જેનિફર જેંગે મોટો આરોપ મૂકતાં કહ્યું છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની  હત્યામાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ટ સામેલ હતા. આ હત્યા બાદ ચીનનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે વિવાદની સ્થિતિ…

ઈઝરાયેલની સત્તાવાર વેબસાઇટને રશિયન હેકિંગ જૂથ કિલનેટ દ્વારા હેક કરાઈ

અનુસાર હેકર્સે ઇઝરાયેલી સરકારની વેબસાઇટ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો કે, ઇઝરાયેલ સરકાર , તમે આ રક્તપાત માટે જવાબદાર છો મોસ્કો હમાસ અને ઇઝરાયેલી સંરક્ષણ દળો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે.લેબેનોનના આતંકવાદી જૂથોએ પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે અને હવે, સાયબર હેકરોએ પણ ઇઝરાયેલ સામે જંગ છેડતા તેમણે એકસાથે ત્રણ મોરચે યુદ્ધ લડવાનો…

ઈઝરાયલ પરનો હુમલો 9/11 કરતા મોટો, હમાસે પરિણામ ભોગવવા પડશેઃ હેચટ

આ કોઈ ઈમારત સાથે વિમાન અથડાવાની ઘટના નથી પણ આ લોકોની બર્બરતાપૂર્વક હત્યા કરવાની હૃદયને હચમચાવી મૂકે તેવી ઘટના છેઃ રિચર્ડ જેરૂસલેમ ઈઝરાયલ પર હમાસના આતંકીઓએ રોકેટ મારો ચલાવીને 700થી વધુ લોકોના જીવ લઈ લીધા છે. પીએમ બેન્જામિન નેતન્યાહૂ આ હુમલાને યુદ્ધ ગણાવી ચૂક્યા છે.  જોકે આ હુમલાઓમાં ઘાયલોની સંખ્યા પણ હજારોમાં પહોંચી ગઈ છે…

ઈઝરાયેલ પર હમાસના હુમલાની મોદી સહિતના વિશ્વના નેતાઓ દ્વારા નિંદા

બ્રિટનના પીએમ ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં અને નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે પણ હમાસના હુમલાને વખોડી કાઢ્યો નવી દિલ્હી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. ઈઝરાયલ પર હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલા અને તેમાં 22 જેટલાં ઈઝરાયલીઓના મોત તથા સેંકડો લોકોના ઘવાયા બાદ પીએમ મોદીએ…

અફઘાનમાં અડધા કલાકમાં પાંચ આંચકા, 6.3ની તીવ્રતાના આંચકા

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપને લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ડઝનેક લોકો ઘવાયા કાબુલ અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કલે પર તીવ્રતા પણ 6.3 નોંધાઈ હતી. ભૂંકપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પશ્ચિમ ક્ષેત્રમાં હોવાનું મનાઈ…