JioCinema 23મી ફેબ્રુઆરીથી શરૂ થતા સેલિબ્રિટી ક્રિકેટ લીગની 10મી સીઝનનું લાઇવ-સ્ટ્રીમ કરશે!

મુંબઈ ભારતના અગ્રણી સ્ટ્રીમિંગ ડેસ્ટિનેશન JioCinema એ સેલિબ્રિટી ક્રિકેટ લીગ (CCL) સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીના અનુસંધાનમાં, પ્લેટફોર્મ ફક્ત સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન 10 નું લાઇવ-સ્ટ્રીમ કરશે. અંતિમ રમતગમતના સ્પેક્ટેકલ તરીકે ગણવામાં આવે છે, CCL એ રમતગમત અને મનોરંજનનું સંકલન છે અને ભારતમાં તેના પ્રકારનું એકમાત્ર IP છે. ચાર વીકએન્ડમાં ફેલાયેલી અને…

મુનવ્વર ફારુકીને લોકોએ બાંદ્રાની રેસ્ટોરન્ટ બહાર ઘેરી લીધો

મુનવ્વર ભીડમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે પડી ગયો મુંબઈ બિગ બોસ 17 ના વિનર મુનવ્વર ફારુકી પ્રત્યે લોકોની દિવાનગી ઓછી થઈ રહી નથી. ટ્રોફી જીતીને આવેલા મુનવ્વરની એક ઝલક મેળવવા માટે પણ લોકો આતુર છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં મુનવ્વરને લઈને લોકોની દીવાનગી જોવા મળી રહી છે….

હનુમાન ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે 2,66,41,055 રુપિયા દાન કર્યુ

હનુમાન ફિલ્મના નિર્માતાઓએ વચન પૂર્ણ કર્યું, ફિલ્મે વિશ્વભરમાંથી 150 કરોડનો આંકડો પાર કરી દીધો મુંબઈપ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ નિર્માતાઓએ હાલમાં અયોધ્યા રામ મંદિર માટે…

અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ઘર બનાવવાની ઈચ્છા, પ્લોટ ખરીદ્યો

અમિતાભ બચ્ચન અયોધ્યામાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત રૂ. 14.5 કરોડ છે મુંબઈ અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી…

પૂનમ પાંડેએ માલદીવમાં શૂટિંગ રદ કર્યું, બચ્ચને પણ વિરોધ કર્યો

અમે ભારતીય છીએ, અમે આત્મનિર્ભર છીએ, અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડોઃ અમિતાભ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, જ્યાંથી તેમણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. જો કે, આનાથી માલદીવના કટ્ટરપંથીઓ ગુસ્સે થયા અને તેઓએ ભારત અને પીએમ મોદીને ગાળો આપવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, પીએમ મોદીએ લક્ષદ્વીપમાં પર્યટનને…

યશના કટઆઉટ લગાવતા સમયે કરંટથી ત્રણનાં મોત

આ ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા નવી દિલ્હીસાઉથના સુપરસ્ટાર યશને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેતાએ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધુ છે. દેશભરમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ‘કેજીએફ’ ફેમ યશ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી…

ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં બાર્બી અને ઓપનહાઇમર જેવી ફિલ્મોનો દબદબો

ઓપનહાઇમરને બેસ્ટ પિક્ચર ડ્રામાનો એવોર્ડ અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ લોસ એન્જલસવિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024’ની શરૂઆત અમેરિકાના લોસ એન્જલસ થઈ છે. તમાની નજર આ એવોર્ડ પર છે. આ વખતે ;ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં ‘બાર્બી’ અને ઓપનહાઇમર’ જેવી ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે.‘ઓપનહાઇમર’ને બેસ્ટ પિક્ચર…

100થી વધુ ભાષામાં ગીત ગાનારી મહિલાને ગિનિસ બુકમાં સ્થાન

24 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું થિરૂવનંતપુરમકેરળની એક મહિલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 100થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ રહી છે. આ શો દુબઈમાં યોજાયો હતો, જે જીતીને મહિલાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે…

સલમાનના પનવેલના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ

આરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે, પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી મળી નવી મુંબઇગયા વર્ષે, એક્ટર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં હવે સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોય તેવો એક મામલો સામે આવ્યો…

PVR Inox દ્વારા ‘અનમિસેબલ હિટ્સ’ ફિલ્મ ફેસ્ટિવલ

2023 ના બ્લોકબસ્ટર ફરીથી થિયેટરોમાં રજૂ કરવામાં આવશે આ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શકો જવાન, ગદર 2, ટાઇગર 3 અને પઠાણ જેવી ફિલ્મોનો રોમાંચ ફરી અનુભવી શકશે PVR Inoxum Limited, ભારતની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઇન એક અનોખા અને આકર્ષક ફિલ્મ ફેસ્ટિવલ – અનમિસેબલ હિટ્સ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ પ્રેમીઓ…

ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન

કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા ચેન્નાઈઅભિનેતામાંથી રાજનેતા બનેલા ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમની પાર્ટીના જણાવ્યા અનુસાર તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.દક્ષિણના સુપરસ્ટાર અને દેસિયા…

જય માતા દી કહીને કેક પર દારૂ સળગાવવા સંદર્ભે રણબીર સામે ફરિયાદ

કપૂર પરિવારના સભ્યોએ બીજા ધર્મનો તહેવાર મનાવતી વખતે જાણીજોઈને નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યાનો ફરિયાદીનો આરોપ મુંબઈબોલીવુડ અભિનેતા રણબીર કપૂર એક વિવાદમાં ફસાઈ શકે છે. તાજેતરમાં જ એનિમલ એક્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રણબીર અને તેમના પરિવારના સભ્ય ક્રિસમસ મનાવતા કેક કાપી રહ્યા હતા. જેમાં કેક પર દારૂ નાખીને આગ લગાડવામાં આવી રહી હતી….

લી સુન ક્યુનનનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો

કારની અંદરથી કોલસો સળગાવવાના પુરાવા પણ મળ્યા છે, જે આત્મહત્યા તરફ ઈશારો કરે છે સિયોલઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ પેરાસાઈટના એક્ટર લી સુન ક્યુનનું 48 વર્ષની વયે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પોલીસને તેનો મૃતદેહ તેના ઘર પાસે મળી આવ્યો હતો.સાઉથ કોરિયન ઓથોરિટીના જણાવ્યા મુજબ લિ સુન ક્યુન એક ડ્રગ કેસમાં ફસાયો હતો. કે-મીડિયા અનુસાર એક્ટરનો…

સાલારની રિલિઝના ત્રીજા દિવસે 95.24 કરોડની કમાણી

ત્રણ દિવસમાં ‘સાલાર’ એ ગ્લોબલી 402 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું નવી દિલ્હીરણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ના બોક્સ ઓફિસ પર તોફાન બાદ બે મોટા સુપરસ્ટારની ફિલ્મો રિલીઝ થઈ. ગત અઠવાડિયે પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ બેક ટૂ બેક ફ્લોપ થયા બાદ ‘સાલાર’ લઈને આવ્યો. બીજી તરફ 2023માં પઠાણ અને જવાન જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ શાહરૂખ…

ઈસ્લામ-ખ્રિસ્તી ધર્મમાં રુપાંતરિત થતા જોવા છે, કોઈને હિંદુ ધર્મ અપનાવતા જોયા છેઃ વાંગા

હિટ ફિલ્મ, એનિમલ ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા હવે ડાબેરી-ઉદારવાદીઓ અને ઇસ્લામવાદી તત્વોને ચૂપ કરવામાં સફળ થયા મુંબઈનકારાત્મક સમીક્ષાઓ અને કેટલાક ‘અભણ’ અને ‘અશિક્ષિત’ વિવેચકો દ્વારા ‘ઝેરી પુરુષત્વ’ ફેલાવવાના આરોપોનો સખત જવાબ આપ્યા પછી, તાજેતરમાં જ હિટ ફિલ્મ ‘એનિમલ’ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા હવે ડાબેરી-ઉદારવાદીઓ અને ઇસ્લામવાદીઓને ચૂપ કરવામાં સફળ થયા છે. આ એ તત્વો…

દિપીકા પાદૂકોણના કો સ્ટાર વિન ડિઝલ સામે જાતીય સતામણીનો આરોપ

હોલીવુડ સ્ટારે તેને જ્યોર્જિયાની એક હોટલના એક રૂમમાં બંધ કરી દીધી હતી અને તેની સામે ખૂબ જ શરમજનક કૃત્ય કર્યાનો એસ્ટા જોનાસનનો દાવો નવી દિલ્હી ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ સ્ટાર વિન ડીઝલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. તેમના પૂર્વ સહાયકે તેમના પર જાતીય સતામણી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. ગુરુવારે લોસ એન્જલસમાં દાખલ કરાયેલા મુકદ્દમા મુજબ, હોલીવુડ…

જેક્લિન ફર્નાન્ડીઝની અરજી પર ઈડીને હાઈકોર્ટની નોટિસ

જેક્લિને દાવો કર્યો છે કે, તે ખુદ એક પીડિતા છે તે કોઈ અપરાધી નથી નવી દિલ્હીમની લોન્ડરિંગ મામલે ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઈડીને નોટિસ ફટકારી છે. જેક્લિન ફર્નાન્ડિઝે મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે ઈડી દ્વારા તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસને રદ કરવાની માંગ કરી છે.દિલ્હી…

પલ્લવી પ્રશાંત બિગ બોસ તેલુગૂ-7નો વિજેતા બન્યો

અમરદીપ ચૌધરી, અર્જુન અંબાતી, પ્રિયંકા જૈન, શિવાજી, પલ્લવી પ્રશાંત અને પ્રિન્સ યાવર શોના 6 ફાઇનલિસ્ટ બન્યા, જેમાંથી પલ્લવી પ્રશાંતને આ પાંચને હરાવ્યા બાદ સૌથી વધુ વોટ મળ્યા નવી મુંબઇબિગ બોસ ટીવીનો સૌથી લોકપ્રિય અને મનપસંદ શો છે. હાલમાં હિન્દી બિગ બોસ 17 દર્શકોનું દિલ જીતી રહ્યું છે. બિગ બોસ 7 તેલુગુની આ સિઝન ખૂબ જ…

15 કરોડના ખર્ચે બનેલી ચાર્લી ફિલ્મે 102.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

777 ચાર્લી માણસ અને જાનવર વચ્ચેના સંબંધ પર બનેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ મુંબઈગયા વર્ષે ‘777 ચાર્લી’ નામની કન્નડ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ મૂવીમાં કોઈ એક્શન કે રોમાન્સ પણ નહોતુ પરંતુ આ ઈમોશનલ કહાની વાળી મૂવીએ સૌનું દિલ જીતી લીધુ છે. જેમાં રક્ષિત શેટ્ટીએ લીડ રોલ નિભાવ્યો હતો. તેની કહાનીને એ રીતે પિરસવામાં…

મરાઠીના લોકપ્રિય કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન

તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું, સંતોષ ચોરડિયા અભિનયની સાથે-સાથે સમાજસેવા પણ કરતા હતા નવી દિલ્હી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મરાઠીના લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન થઈ ગયુ છે. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. અભિનેતાનું નિધન હાર્ટ એટેકના…