પાલઘર નજીર ટ્રકમાં આગથી હાઈવે પર ટ્રાફિક જામ

માલસામાન ભરેલી ટ્રક મુંબઇ તરફ જઇ રહી હતી તે વેળા મહારાષ્ટ્રના પાલઘર નજીકમા મેળવી હાઇવે પર અચાનક ટ્રકમાં આગ લાગી મુંબઈમહારાષ્ટ્રના પાલઘર નજીકના મેળવી હાઇવે પર આજે મંગળવારે મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હાઇવે…

આદિત્ય એલ-1 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત સૂર્યના રહસ્યો જાહેર કરશે

આદિત્ય એલ-1 દ્વારા ઈસરોનો ભૌતિકશાસ્ત્ર અને અવકાશ હવામાનની ગતિશીલતા પર માહિતી એકત્ર કરવાનો ઇરાદો નવી દિલ્હીચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, સૂર્ય મિશન આદિત્ય એલ1 તૈયાર છે. ગઈકાલે ઈસરોએ જાહેરાત કરી હતી કે, આ મિશન 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. પૃથ્વીથી સૂર્યનું…

ભાજપનું મહાકૌશલની બેઠકો પર ખાસ ધ્યાન

મહાકૌશલમાં 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે નોંધપાત્ર લીડ સાથે 15 વર્ષ બાદ 15 મહિના સુધી સત્તા મેળવી હોઈ આ વખતે ભાજપ મહાકૌશલ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે ભોપાલમધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ પણ મહત્વની બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં મહાકૌશલ વિસ્તારની બેઠકોનો…

મામૂલી તેજી સાથે બંધ થયા સેન્સેક્સ અને નિફ્ટી

બીએસઈ સેન્સેક્સ 80 પોઈન્ટના ઉછાળા સાથે 65,076 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 37 પૉઈન્ટના ઉછાળા સાથે 19,342 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો મુંબઈઆ સપ્તાહમાં ફરી એકવાર સપાટ ચાલ સાથે શેર બજાર બંધ થયું છે, આજે શેર માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ આજે અપ રહ્યાં છે. આ અઠવાડિયે સતત બીજા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. મિડકેપ…

તમામ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરાયો

75 લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે, એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે નવી દિલ્હીઓનમ અને રક્ષાબંધનના અવસર પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તમામ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં…

શહેરના 51 પીઆઈની એક સાથે બદલીથી પોલીસ તંત્રમાં સોંપો પડી ગયો

શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી અમદાવાદશહેરમાં પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરોની બદલીથી સમગ્ર બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને 27 ટકા અનામત, એસસી-એસટીમાં ફેરફાર નહીં

રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં એસસી, એસટી, ઓબીસી માટે 50 ટકા અનામતની ભલામણ કરી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતા અમદાવાદગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં…

FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ: ‘1935 પછી લાતવિયન બાસ્કેટબોલ ઇતિહાસમાં સૌથી મોટી જીત’

FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2023માં ફ્રાન્સને હટાવ્યા બાદ લાતવિયા તેમના અત્યાર સુધીના શ્રેષ્ઠ પરિણામો પૈકી એકની ઉજવણી કરી રહી છે. 88-86ની મહાકાવ્યની જીતમાં 13-પોઇન્ટનું પુનરાગમન દર્શાવવામાં આવ્યું હતું કારણ કે તેઓએ અંતિમ બઝરમાં આનંદી દ્રશ્યો સર્જ્યા હતા અને ઇન્ડોનેશિયા એરેના પ્રવાસી લાતવિયન સમર્થકોથી ભરપૂર હતી. 1935 માં શું થયું હતું, તમારામાંથી કેટલાકને આશ્ચર્ય થશે? લાતવિયા…

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે બોર્ડની ભલામણ

નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે – રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની આજે યોજાયેલી બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી…

યુડી લાસ પાલમાસ અને ગ્રાન કેનેરિયાએ બ્રિટિશ માર્કેટમાં ટાપુને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા નોર્વિચ સિટી એફસી સાથે ભાગીદારી કરી

ગ્રાન કેનેરિયા સરકારને UD લાસ પાલમાસ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે અને ફૂટબોલ દ્વારા વધુ બ્રિટિશ પ્રવાસીઓને આકર્ષવા માટે ક્લબની પહોંચ છે. યુડી લાસ પાલમાસ નોર્વિચ સિટી એફસી સાથેના સંબંધોને મજબૂત કરીને તેની આંતરરાષ્ટ્રીયકરણ પ્રક્રિયામાં એક મોટું પગલું આગળ લઈ રહ્યું છે, એક ક્લબ જેની સાથે તાલીમ, તકનીકી અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણના સંદર્ભમાં પહેલેથી જ…

સુર્યના અભ્યાસ માટે બે સપ્ટેમ્બરે આદિત્ય એલ-1 મિસન લોન્ચ થશે

ઈસરોએ વ્યુ ગેલેરીમાં બેસીને લોન્ચ જોવા માટે તેની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન લિંક પણ બહાર પાડી નવી દિલ્હીચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈતિહાસ રચનાર ઈસરોએ હવે એક નવા સીમાચિહ્ન તરફ કદમ માંડવાની તૈયારી શરુ કરી દીધી છે. ઈસરો એ જાહેરાત કરી છે કે, તે 2 સપ્ટેમ્બરે આદિત્ય-એલ1 મિશન લોન્ચ કરશે. તેને શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં…

કેરેબિયન પ્રિમિયર લિગમાં સુનીલ નારાયણ રેડ કાર્ડનો શિકાર

વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં પોલાર્ડની આગેવાની હેઠળના નાઈટ રાઈડર્સને ધીમી ઓવર રેટ માટે 19મી ઓવર બાદ અમ્પાયરે રેડ કાર્ડ બતાવ્યું કોલંબોતમે ફૂટબોલના મેદાન પર રેફરીને રેડ કાર્ડ અને યલો કાર્ડનો ઉપયોગ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય ક્રિકેટના મેદાન પર અમ્પાયરને આવું કરતા જોયા છે? કદાચ નહીં. કેરેબિયન પ્રીમિયર લીગમાં રેડ…

હિંદુ નામનો કોઈ ધર્મ નથી, હિંદુ ધર્મ માત્ર છેતરપિંડી છેઃ સ્વામી પ્રસાદ મૌર્ય

જે બ્રાહ્મણ ધર્મને હિંદુ ધર્મ કહીને આ દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, તે વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મ હોવાનો નેતાન દાવો લખનઉસમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના વિવાદિત નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે હિન્દુ ધર્મને લઈને ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જે ઈન્ટરનેટ પર ખૂબ જ…

નિષ્ફળતાથી ધ્યાન હટાવવા ભાજપ કંઈ પણ કરી શકે છેઃ ઉદ્ધવ

મોદી કહે છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ ખરા અર્થમાં તો તે દરેકને લાત અને પોતાના મિત્રોનો વિકાસ હોવાનો ઉદ્ધવ ઠાકરેનો દાવો હિંગોલીશિવસેના (યુબીટી)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસો સામે લોકોને ચેતવણી આપી અને દલીલ કરી કે ભાજપ પોતાની સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કંઈ…

પહેલાની સરકારોને ઈસરો પર ભરોસો નહતોઃ નંબી નારાયણ

આવા રાષ્ટ્રીય પ્રોજેક્ટની વાત થશે તો વડાપ્રધાન સિવાય બીજું કોણ શ્રેય લેશે? પૂર્વ વૈજ્ઞાનિકનો સવાલ નવી દિલ્હીભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3 ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું કે, પહેલાની સરકારોને ઈસરો પર વિશ્વાસ નહોતો. આ…

ધાસચારા કૌભાંડમાં સાક્ષીના અભાવે 35 મુક્ત, 53ને 3 વર્ષની સજા

આ મામલે 36 આરોપીઓને 1 સપ્ટેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે, કુલ 124 આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે રાંચીડોરંડા કોષાગાર સાથે સબંધિત ‘ઘાસચારા કૌંભાડ’ મામલે રાંચીમાં સીબીઆઈની વિશેષ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલે સાક્ષીના અભાવમાં 35 લોકોને મુક્ત કર્યા છે. કોર્ટે આ મામલે 53 લોકોને 3 વર્ષની સજા સંભળાવી છે. અન્ય આરોપીઓ…

અંગત રીતે કંઈ નથી જોઈતું, મારું કામ બધાને એક કરવાનુઃ નીતિશ

મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની આગામી બેઠક દરમિયાન કેટલાક વધુ રાજકીય પક્ષો તેમાં સામેલ થવાની સંભાવના વ્યક્ત કરતા બિહારના મુખ્યપ્રધાન પટનાભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન ઈન્ડિયા સતત ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના…

રક્ષાબંધન પર 10 હજાર કરડોનો બિઝનેસ થવાનો અંદાજ

આ વર્ષના અંત સુધી મોટાભાગના સેક્ટરો મંદીમાંથી ઉગરી ઝગમગતા જોવા મળશે, રક્ષાબંધનથી લઈને વર્ષના અંત સુધીમાં વિવિધ સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે નવી દિલ્હીદેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે… રક્ષાબંધન પણ નજીક આવી ગઈ છે… ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધનથી માર્કેટમાં છવાયેલી મંદી દુર થવાનું શરૂ થઈ જશે. વેપારીઓના અંદાજ મુજબ, રક્ષાબંધન પર…

કારગિલ હિલ કાઉન્સિલની 26 બેઠકો માટે 10 સપ્ટેમ્બરે મતદાન

કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો પર 88 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા લદાખજમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટવા અને રાજ્યની પુનઃરચના બાદ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગિલમાં પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. લદાખ ઓટોનોમલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની આ ચૂંટણીમાં કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો માટે 10 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ વખતે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારો ઉતારતાં ચૂંટણી…

મારા રૂમનું પણ એસી બંધ કરી દોઃ પાક.ના કાર્યવાહક વડાપ્રધાન

વધેલા વીજળી બિલ વિરુદ્ધ મુલતાન, લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના અનેક રાજ્યો અને શહેરોમાં દેખાવો કરાયા ઈસ્લામાબાદપાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે વધેલા વીજળી બિલો પર લોકોના આક્રોશ વચ્ચે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને વીજળીના બિલોમાં ઘટાડો કરવા માટે આગામી 48 કલાકમાં કોઈ મજબૂત પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.માહિતી…