બાયજુસમાં કોસ્ટ કટિંગનો પ્લાન તૈયાર, 4000 કર્મીની છટણી થશે

ભારતમાં બાયજુસના સીઈઓ તરીકેનો પદભાર સંભાળનારા અર્જુન મોહને કંપનીના મેનેજમેન્ટને આ પ્લાન વિશે જાણકારી આપી નવી દિલ્હી દેશમાં સૌથી મોટી એજ્યુટેક ફર્મ બાયજુ (બાયજુસ) માં ફરી એક વખત કર્મચારીઓ પર છટણી (લે ઓફ) નું સંકટ જોવા મળી રહ્યું છે. કંપનીના સીઈઓ અર્જુન મોહનએ રિસ્ટ્રક્ચરિંગની કવાયત ઝડપી કરતાં કોસ્ટ કટિંગનો પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલ અનુસાર…

વારાણસીમાં રસ્તા પરના પાણીમાં પડેલા બાળકને વૃદ્ધે કરંટથી બચાવ્યો

આ દરમિયાન સ્થળે હાજર અન્ય લોકો દર્શક બની ઉભા રહ્યા, આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો વૃદ્ધના વખાણ કરી રહ્યા છે વારાણસી ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક બાળક વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાં પડી ગયો હતો. તે પાણીમાં કરંટ હતો. જેના કારણે તે તરફડવા લાગ્યો હતો. આ દરમિયાન એક વૃદ્ધે હિંમત બતાવી બાળકનો જીવ…

મણિપુરમાં હિંસા મુદ્દે મુખ્યમંત્રીની બરતરફીની કોંગ્રેસ અધ્યક્ષની માગ

147 દિવસથી મણિપુરના લોકો પીડાઈ રહ્યા છે પરંતુ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો સમય નથીઃ મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ નવી દિલ્હી દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર હિંસાની લપેટમાં છે. થોડા દિવસોની શાંતિ બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા ચાલુ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બે વિદ્યાર્થીઓની હત્યાની તસવીર વાયરલ થઈ ગઈ…

નિજજરની હત્યાની તપાસ માટે ભારત તૈયાર, પુરાવા આપોઃ જયશંકર

કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા સંગઠિત અપરાધ થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી માહિતી આપી હોવાનો દાવો ન્યૂ યોર્ક ભારત પર કેનેડાએ પાયાવિહોણા આક્ષેપ પર આજે ફરીથી ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આના પર એક નિવેદન આપી કેનેડા પર પલટ પ્રહાર કર્યો છે. ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં એક ચર્ચા દરમિયાન જયશંકરે…

બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતે વિજયી શરૂઆત કરી છે

નવી દિલ્હી ભારતીય શટલર્સે સ્પોકેન, યુએસએમાં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં જીતની નોંધ પર દેશના અભિયાનની શરૂઆત કરવા માટે મિશ્ર ટીમ ઈવેન્ટમાં કુક આઈલેન્ડ્સ સામે 5-0થી પ્રભુત્વપૂર્ણ વિજય મેળવ્યો. સાત્વિક રેડ્ડી કાનાપુરમ અને વૈષ્ણવી ખડકેકરની મિક્સ ડબલ્સની જોડીએ ભારતને મેચમાં વિજયી શરૂઆત અપાવી હતી જ્યારે તેઓએ કૈયિન મટાઈઓ અને તેરેપી અકાવીને 21-6, 21-8થી શાનદાર જીત સાથે…

LALIGA EA SPORTS Matchday 7 પૂર્વાવલોકન: FC બાર્સેલોના સીઝનના પ્રથમ મિડવીક રાઉન્ડમાં RCD મેલોર્કાની મુલાકાત લીધી

2023/24 LALIGA EA SPORTS સિઝનનો પ્રથમ મિડવીક મેચ ડે આ અઠવાડિયે યોજાય છે, સમગ્ર મંગળવાર, બુધવાર અને ગુરુવારમાં, જેમાં FC બાર્સેલોનાની RCD મેલોર્કાની મુલાકાત અથવા એટલાટિકો ડી મેડ્રિડની CA ઓસાસુનાની સફર જેવા કેટલાક સ્ટેન્ડઆઉટ ફિક્સર દર્શાવવામાં આવ્યા છે. રાઉન્ડની શરૂઆત સેવિલા એફસી અને યુડી અલ્મેરિયા વચ્ચેના એન્ડાલુસિયન ડર્બીથી થાય છે. આપેલ છે કે લોસ હિસ્પાલેન્સિસ…

52મી રાષ્ટ્રીય જુનિયર અને 37મી નેશનલ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં આઠમા રાઉન્ડ બાદ સ્નેહા હલદર-અદિ રેડ્ડી અર્જુન બોર્ડમાં ટોચ પર

52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં સ્નેહા હલદર (પશ્ચિમ બંગાળ) અને અદિરેડ્ડી અર્જુન (તેલંગાણા) 8મા રાઉન્ડ પછી પણ બોર્ડમાં ટોચ પર છે. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 દરમિયાન કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ…

ગુજરાત ફૂટબોલની ‘ખુશબુ’ની અન્ડર-17 ભારતીય મહિલા ટીમમાં પસંદગી થવા બદલ જી.એસ.એફ.એ. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત

જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલની ટીમોને રિલાયન્સ કપ 41મી સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ટ્રોફી, મેડલ્સ અને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ જી.એસ.એફ.એ. પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી  રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર અને એ.એફ.સી.અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમમાં પસંદગી થનાર અમદાવાદની 16 વર્ષની ફૂટબોલ ખેલાડી ખુશબુ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 8મા રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા

અમદાવાદ  એમપી ફાઇનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડર ના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ રમાયેલી 11 રાઉન્ડની ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) ના 8માં રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા હતા. આ રમતોત્સવની તમામ મેચમાં ખૂબ જ રસાકસી રહી હતી અને વિજેતા ખેલાડીઓ રનર્સઅપ ની તુલનામાં ખૂબ જ ઓછી સરસાઈ ધરાવતા હતા. 0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 82 ગ્રોસ અને 35 પોઇન્ટ મેળવીને રવિ શાહ વિજેતા નિવડ્યા હતા. રનર્સઅપ બનેલા દેવાંશ સંઘવીએ 80 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવ્યા હતા. સંજીવ કુમાર 15-23 હેન્ડીકેપ કેટેગરીમાં 87 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે વિજેતા હતા, કુશ પંચોલી 91 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે આગળ હતા. 24 થી 36 હેન્ડીકેપ કેટેગરીમાં ડો. સિદ્ધાર્થ માવાણી 96 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે મોખરે રહ્યા હતા. રમેશ સોજીત્રા 98 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવીને રનર્સઅપ બન્યા હતા. જુનિયર કેટેગરીમાં નીલ દવેએ 78 ગ્રોસ  અને 35 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું,  જ્યારે જુહી માવાણી 97 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે રનર્સ અપ બની હતી. સિનિયર કેટેગરીના વિજેતાઓએ 3000 રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે રનર્સ અપને 1800 પોઈન્ટ મળ્યા હતા. જુનિયર કેટેગરીમાં વિજેતાને 1250 પોઈન્ટ અને રનર્સ અપને 1000 પોઈન્ટ મળ્યા હતા. એકંદરે 29 ગોલ્ફર્સને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા. જીજીઓવાયના મુખ્ય રાઉન્ડની સાથે સાથે ત્રણ સ્કીલ કોમ્પિટિશન પણ યોજાઈ હતી. મહર્ષિ પટેલ હોલ #1 ખાતે 237 યાર્ડનો શોટ લગાવીને લોન્ગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધા જીતી ગયા હતા. એસ કે દાસ હોલ #3 ખાતે અસરકારક શોટ લગાવીને ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા જીત્યાં હતા. આ શોટ હોલથી 7 ફૂટ અને 6 ઇંચ દૂર રહ્યો હતો. વરુણ ગુપ્તા હોલમાંથી 12 ફૂટ અને 11 ઇંચ દૂર ફીલ લેન્ડ કરીને હોલ #9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ માટે સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો.

ફ્રેનાઝની આગેવાની હેઠળ સુરતની વિમેન્સ ટીમ સ્ટેટ ટાઇટલ જાળવી રાખવાના ઇરાદાથી રમશે

ચેમ્પિયન અમદાવાદને મેન્સ ટાઇટલ માટે સુરતના પડકારનો સામનો કરવાનો રહેશે ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે 27 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન અમદાવાદના એસએજી સ્પોર્ટસ કોમ્પલેક્સ, ખોખરા ખાતે સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું  છે જેમાં વિમેન્સ વિભાગમાં વર્તમાન ચેમ્પિયન સુરત તેનું વિમેન્સ ટાઇટલ જીતવા માટે…

ચેટજીપીટી બોલાયેલા શબ્દોને સમજવા-પ્રતિક્રિયા આપવા કામ કરશે

યુઝર્સ ચેટજીપીટીની મોબાઈલ એપ પર વોઈસ ચેટ માટે ઓપ્શન પસંદ કરી શકશે નવી દિલ્હી ઓપનએઆઈના લોકપ્રિય ચેટબોટ વિશે એક નવું અપડેટ બહાર આવી રહ્યું છે. કંપનીએ ચેટબોટને લઈને જાણકારી આપી છે કે ચેટજીપીટીબોલાયેલા શબ્દોને સમજવા અને તેના પર પ્રતિક્રિયા આપવા માટે કામ કરતું જોવા મળશે. આ સાથે તે સિન્થેટિક વોઇસ અને પ્રોસેસ ઇમેજ દ્વારા પ્રતિક્રિયા…

જામનગરમાં ગરબાની પ્રેક્ટિસમાં 19 વર્ષના યુવાનું એટેક આવતા મોત

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી જામનગર જામનગરમાં નવરાત્રીના મહાપર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ ચાલતી. હતી. જે સ્થળે ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના 19 વર્ષના યુવકનું…

મણિપુરમાં જુલાઈમાં ગુમ બે છાત્રોની તસવીરો વાયરલ

આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું ઈમ્ફાલ હિંસા પ્રભાવિત પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બહાલ થઈ ચૂકી છે. જોકે તેના બાદ જુલાઈ મહિનામાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના શબની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.  મુખ્યમંત્રી કાર્યાલય…

ટ્રુડો સરકારે વોટ બેન્ક પોલિટિક્સને અનુસરી ખાલિસ્તાનીઓને સેઇફ હેવન આપવાનું ચાલુ રાખ્યું

એન.આઈ.એ કેનેડાની આર.સી.એમ.પી. સાથે ૨૦૨૦માં એક એમઓયુ પણ સાઈન કર્યું હતું છતાં તેમાં કોઈ પરિણામ આવ્યું નહીં નવી દિલ્હી ૨૦૧૪માં થયેલાં આતંકી તોફાનો પછી ભારતીય સલામતી એજન્સીઓએ કેનેડાની સલામતી એજન્સીઓનો સંપર્ક સાધી તેમને જણાવ્યું હતું કે, ખાલીસ્તાનીઓ તમારા દેશમાં આશ્રય લઈ રહ્યાં છે, ત્યારે ઓટવાએ કહ્યું હતું કે ભારતીય જાસૂસી માહિતી અમોને મળી જ નથી….

યહુદીઓના હત્યારાનું સન્માન કરવા બદલ ટ્રૂડો માફી માગેઃ પોઈલિવર

જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના લોકોએ યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝલેન્સ્કીની કેનેડા યાત્રા દરમિયાન હાઉસ ઓફ કોલમમાં નાઝી દિગ્ગજોનું બહુમાન કર્યું હતું ઓટાવા ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા નથી રહ્યા. ખાલિસ્તાની આતંકીની કેનેડામાં થયેલી હત્યાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારત ઉપર આક્ષેપ કરતાં ભારતે કડક પ્રતિભાવો આપ્યા છે. કેનેડા સામે કઠોર નિર્ણયો પણ લીધા છે. વિદેશોને પણ…

ભારતીય વાયુદળને પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સુપરત

આ વિમાન આઇએએફની સ્કવોડ્ન-નં.૧૧માં દાખલ કરાયું, ભારતીય વાયુદળની સૌથી જૂની સ્કોડન્સ પૈકીની તે સ્કવોડ્ન છે નવીદિલ્હી પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ભારતીય વાયુદળને સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યું હતું. તેથી વાયુદળની સહાયક શક્તિમાં વૃદ્ધિ થવાની છે. આ પ્રસંગે રાજનાથ સિંહે હેંગરમાં રહેલાં આ વિમાનની સર્વધર્મ પૂજા કરી હતી. તે…

મુસ્લિમો અમારા જ છે, દેશ અમારા જેટલો જ એમનોઃ ભાગવત

ભાજપને લવ જેહાદ અને ધર્મ પરિવર્તન સહિતના વિવિધ મુદ્દાઓ પર વધુ ગંભીરતાથી કામ કરવાની સલાહ લખનઉ સરસંઘચાલક ડો.મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગે છે. સંઘ માટે કોઈ પારકું નથી. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે મુસ્લિમો અમારાથી અલગ નથી, તેઓ પણ અમારા જ છે. આ દેશ જેટલો અમારો છે એટલો જ…

મેન્સ હોકીમાં ભારતનો સિંગાપોર સામે 16-1થી આસાન વિજય

ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્ક્વોશની મેચમાં જોશના ચિનપ્પાનો બીજી મેચમાં3-0થી વિજય હાંગઝોઉ ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. ભારતે શરૂઆતથી જ મેચમાં લીડ જાળવી રાખી હતી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 1 ગોલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમે સતત ગોલ કરવાનું ચાલુ રાખ્યું અને મેચમાં શાનદાર જીત મેળવી…

યુક્રેનના મિસાઈલ હુમલામાં રશિયાના કમાન્ડર સહિત 34 અધિકારી ઠાર

યુક્રેને દાવો કર્યો હતો કે ક્રીમિયામાં બ્લેક સીની ફ્લિટમાં હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી મોસ્કો યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયો છે. રશિયા તાબડતોબ એરસ્ટ્રાઈક કરી રહ્યું છે ત્યારે યુક્રેન પણ તેનો સજ્જડ રીતે મુકાબલો કરી રહ્યું છે. યુક્રેનના વિશેષ દળોએ દાવો કર્યો હતો કે રશિયાના સેવસ્તોપોલ બંદરે…

ડોલર સામે રૂપિયો આઠ પૈસા તૂટીને 83.21 પહોંચી ગયો

વિદેશી રોકાણકારો તરફથી સતત વેચવાલી અને અમેરિકી કરન્સીમાં મજબૂતાઈને કારણે રૂપિયામાં નબળાઈનો ટ્રેન્ડ મુંબઈ ડોલરની તુલનાએ રૂપિયાની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ ચિંતાજનક છે. ડૉલરની તુલનાએ મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો 8 પૈસા ગગડી 83.21 પર પહોંચી ગયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે, વિદેશી રોકાણકારો તરફથી સતત વેચવાલી અને અમેરિકી કરન્સીમાં…