ઓક્ટોબરમાં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 15.9 ટકાનો વધારો

Spread the love

ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનનું કુલ 3,89,714 યુનિટ, થ્રી-વ્હીલરનું 76,940 યુનિટ અને ટુ-વ્હિલરનું 18,95,799 યુનિટ વેચાણ નોંધાયું

નવી દિલ્હી

દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વધારો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યું છે. રિપોર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)એ આજે ઓક્ટોબર-2023માં કુલ વાહનોના વેચાણનો ડેટા જાહેર કર્યો છે. સિયામના ડેટા મુજબ ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 26,21,248 યુનિટ નોંધાયું છે. આ દરમિયાન સૌથી વધુ પેસેન્જર વાહનોના વેચાણમાં 15.9 ટકાનો વધારો નોંધાયો છે.

ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનનું કુલ 3,89,714 યુનિટ, થ્રી-વ્હીલરનું 76,940 યુનિટ અને ટુ-વ્હિલરનું 18,95,799 યુનિટ વેચાણ નોંધાયું છે. સિયામી મહાનિદેશકના રાજેશ મેનને કહ્યું કે, પેસેન્જર વ્હિકલનું ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 3.90 યુનિટનું વેચાણ થયું છે. ગત વર્ષની તુલનાએ આમાં 15.9 ટકાનો વધારો થયો છે.

ડેટા મુજબ થ્રી-વ્હિલર્સ વાહન સેગમેન્ટમાં ઓક્ટોબર-2023માં 42.1 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન લગભગ 77 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. ટુ-વ્હિલર્સ વાહનોના વેચાણમાં દર વર્ષની જેમ 20.1 વૃદ્ધિ સાથે ગત મહિને 18.96 લાખ યુનિયનું વેચાણ નોંધાયું.

અગાઉ ઓક્ટોબરમાં એસઆઈએએમએ કહ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ એન્ટ્રી-લેવલ કારોનું વેચાણ આ વર્ષે સપ્ટેમ્બરમાં સુધીના 3 મહિનામાં 75 ટકા ઘટી 35000 યુનિટ નોંધાયું છે. જ્યારે બાઈકના વેચાણમાં 39 ટકા અને સ્કુટના વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *