વિરાટ કોહલીના ડુપ્લિકેટને જોઈ સેલ્ફી લેવા પડાપડી

Spread the love

વિરાટ કોહલીને પણ મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો ન હતો


અયોધ્યા
અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. રાજનીતિથી લઈને રમત જગતના જાણીતા નામ હાજરી આપવા અયોધ્યા પહોંચ્યા હતા. વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો ન હતો. જો કે વિરાટના ડુપ્લિકેટે ચોક્કસપણે અયોધ્યામાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ અચાનક એક વ્યક્તિ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરીને અયોધ્યાના રસ્તા પર આવી ગયો હતો. આ વ્યક્તિ દેખાવામાં ઘણી હદ સુધી વિરાટ કોહલી જેવો લાગી રહ્યો હતો. તેની જર્સી પર પણ વિરાટ લખ્યું હતું. યુવાઓએ આ વ્યક્તિ સાથે સેલ્ફી લેવા માટે તેને ઘેરી લીધો હતો. કોહલીના ડુપ્લિકેટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે રમાનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચથી બહાર થઇ ગયો છે. અંગત કારણોસર વિરાટ બીસીસીઆઈથી બ્રેક માંગ્યો હતો. બીસીસીઆઈ પોતે આ અંગે માહિતી આપી હતી. જો કે બોર્ડે હજુ સુધી તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *