અમદાવાદ જિલ્લા સ્ટેટ સિલેક્શન અંડર-7 ચેસ ટૂર્નામેન્ટમાં દેવાંશ અને ધનસ્વી વિજેતા

Spread the love

અમદાવાદ

અમદાવાદ જિ. રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે અન્ડર-7 (બોય અને ગર્લ્સ)ની પસંદગી માટેની ટુર્નામેન્ટ ન્યુ અમદાવાદ જીલ્લા ચેસ એસોસિએશન દ્વારા સ્પોટર્સ ક્લબમાં 18 મેના રોજ યોજવામાં આવી હતી.

અંતિમ પરિણામો નીચે મુજબ છે:

છોકરાઓ: છોકરીઓ:

1) દેવાંશ ડી. પટેલ – 5 પોઈન્ટ 1) ધનસ્વી થાનકી – 4 પોઈન્ટ

2) નિવાન પી. કોટક – 4 પોઈન્ટ 2) હર્ષિતા બંસલ – 3 પોઈન્ટ

3) ધન્ય ડી. શાહ – 4 પોઈન્ટ 3) ત્વિષા એમ. સોની – 3 પોઈન્ટ.

4) રિયાન અનડકટ – 4 પોઈન્ટ 4) સ્વરા ચૌધરી – 2 પોઈન્ટ

5) જોશુઆ સોરકર – 4 પોઈન્ટ 5) ધ્રુમી લાખિયા – 2 પોઈન્ટ

દરેક કેટેગરીમાં ટોચના પાંચ વિજેતાઓને ક્રિષ્ના ગઢિયા (સેક્રેટરી, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન) અને ભાવેશ પટેલ (ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન) દ્વારા તમામ સહભાગીઓને ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા.

ટોચના બે વિજેતાઓ સ્ટેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *