કેલ્ટેક્સ®આ ઓલરાઉન્ડર દ્વારા પોતાનાં બ્રાન્ડનું સમર્થન કરાવશે અને ભારતીય ક્ષેત્રમાં પોતાનો પ્રવેશ અંકિત કરશે
મુંબઈ
કેલટેક્સ લુબ્રિકન્ટ્સને પોતાની બ્રાન્ડના એમ્બેસેડર તરીકે જાણીતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની નિમણૂકની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ વ્યૂહાત્મક સમર્થન દ્વારા, બ્રાન્ડ પોતાની ટેગલાઈન, ‘કેલ્ટેક્સયાની કમિટમેન્ટ’ને પ્રદર્શિત કરીને, સમગ્ર ભારતમાં કેલ્ટેક્સ લુબ્રિકન્ટ્સની દૃશ્યાત્મક રજુઆત વધારવા હેતુ, ક્રિકેટની રમતમાં જાડેજાની લોકપ્રિયતાનો લાભ લેવા માંગે છે.
કેલ્ટેક્સ લુબ્રિકન્ટ્સને ભારતમાં એચપીસીએલ (HPCL) દ્વારા શેવરોન બ્રાન્ડ ઇન્ટરનેશનલ એલએલસી(LLC) સાથેના લાઇસન્સિંગ કરાર હેઠળ વેચાણ કરવામાં આવે છે. કેલ્ટેક્સની વારસાગત ઓળખ, વૈશ્વિક માન્યતા અને અદ્યતન ટેક્નોલોજીની કામગીરી તેને વિશ્વની અગ્રણી તેલ અને ગેસ બ્રાન્ડોથી અલગ પહેચાન આપે છે.
રવિન્દ્ર જાડેજા તેમની અસાધારણ ઓન-ફીલ્ડ કુશળતા માટે જાણીતા છે અને 2023 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન તેઓ રમત કૌશલના શિખર પર હતાં. ક્રિકેટની રમત પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રદર્શન અને વિશ્વસનીયતાના કેલ્ટેક્સ લુબ્રિકન્ટ્સના વચન સાથે સંકળાયા છે. હવે, જાડેજા વાહનો અને મશીનરી માટેના ઉચ્ચ-ગુણવત્તાવાળા લ્યુબ્રિકન્ટ્સની મહત્વની ભૂમિકા પર ભાર મૂકતી અભિયાનોની શ્રેણીમાં અગ્રણી બનશે. ભારતમાં કેલ્ટેક્સ લુબ્રિકન્ટ્સમાં શેવરોનની માલિકીની હેવોલિન અને ડેલો બ્રાન્ડેડ લુબ્રિકન્ટ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
માર્ક બાઉચેબલ, જનરલ મેનેજર, માર્કેટિંગ અને સેલ્સ સપોર્ટ, શેવરોન ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સ (IP)એ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં કેલ્ટેક્સ લુબ્રિકન્ટ્સ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રવિન્દ્ર જાડેજાનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. રમત અને સફળતાની ગાથા પ્રત્યે તેમનો જુસ્સો અને સમર્પણ કેલ્ટેક્સ બ્રાન્ડ દ્વારા સમર્થન આપેલા મૂલ્યો સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે. તેમના સમર્થન સાથે, અમે સમગ્ર ભારતમાં વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવાનો અને અમારા ગ્રાહકો માટે ઓલરાઉન્ડર લુબ્રિકન્ટ્સ પ્રદાતા તરીકે કેલ્ટેક્સની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો ધ્યેય રાખીએ છીએ.”
રવિન્દ્ર જાડેજાએ પાર્ટનરશિપ વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હું કેલ્ટેક્સ સાથે જોડાઈને ઉત્સાહિત છું, એક એવી બ્રાન્ડ સાથે જે પોતાની પ્રતિબદ્ધતા અને સર્વાંગી ક્ષમતાઓ દર્શાવે છે. હું કેલ્ટેક્સ લુબ્રિકન્ટ્સ અને તેમના અજોડ પ્રદર્શન માટે માન્યતા પ્રાપ્ત કરવા માટે આતુર છું, અને હું ગ્રાહકોને તેમના વાહનો માટે યોગ્ય પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરીશ.”