સુરતનો દેવર્ષ પુરુષોની ઈવેન્ટમાં ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીઓને હરાવીને સેમીફાઈનલમાં  

Spread the love

સુરત

ઘરઆંગણે રમવાનો ફાયદો ઉઠાવતા, સ્થાનિક ખેલાડી દેવર્ષ વાઘેલાએ આજે શાનદાર પ્રદર્શન કર્યું હતું કારણ કે તેણે બીજા દિવસે પુરુષોની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પાંચમાં ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્ય અને ચોથા ક્રમાંકિત અભિલાષ રાવલને અનુક્રમે હરાવી દીધા હતા. તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ 3જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024 સુરત જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના નેજા હેઠળ સુરતની તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20 થી 23 જૂન દરમિયાન યોજવામાં આવી છે.

સુરતી ખેલાડી દેવર્ષએ સૌપ્રથમ અમદાવાદના સોહમને 3-2થી હરાવીને ક્વાર્ટરમાં સ્થાન મેળવી લીધું હતો જ્યાં તેણે અન્ય આમદાવાદી ખેલાડી અભિલાષને 3-0થી હરાવીને મેન્સ ઈવેન્ટમાં અંતિમ ચારમાં સ્થાન મેળવી લીધું હતું.  આઠમાં ક્રમાંકિત જયનીલ મહેતા, છઠ્ઠા ક્રમાંકિત જયલ મહેતા અને બીજા ક્રમાંકિત ચિત્રાક્ષ ભટ્ટે પુરૂષોની સેમિફાઈનલમાં સ્થાન બનવી લીધું છે. 

બીજા દિવસે શરૂઆતના તબક્કામાં ટોચના ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર થતા જોવા મળ્યા હતા. મેન્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં મેન્સ પ્રથમ ક્રમાંકિત અને ભાવનગર રેન્કિંગનો વિજેતા પ્રથમ મદલાની 16મા સીડ અક્ષિત સાવલા સામે 1-3થી હાર્યો હતો.

બોયઝ અંડર-19 ઈવેન્ટમાં ટોપ સીડ અને સ્થાનિક ખેલાડી આયુષ તન્ના પણ પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં ભાવનગરના 16માં ક્રમાંકિત ધ્યેય જાની સામે 0-3થી હારી જતાં ટુર્નામેન્ટ માંથી બહાર થઈ ગયો હતો.

બોયઝ અંડર-19 સેમિફાઇનલમાં 16મો ક્રમાંકિત ધ્યેય, ચોથો ક્રમાંકિત હિમાંશ દહિયા, ત્રીજો ક્રમાંકિત અરમાન શેખ અને દ્વિતીય ક્રમાંકિત જન્મજય પટેલ ભાગ લેશે.

મુખ્ય પરિણામો :

Men’s Quarterfinal: Jaynil Mehta (8) (RJT) bt Akshit Savla (16) (AHD) 11-7, 9-11, 11-3, 11-4; Devarsh Vagehla (12) (SRT) bt Abhilash Raval (4) (AHD) 17-15, 13-11, 11-7; Jalay Mehta (6) (BRD) bt Dhairya Parmar (AHD) 11-8, 13-11, 11-7; Chitrax Bhatt (2) (AHD) bt Arman Shaikh (7) (ARV) 11-7, 11-7, 11-9.

U-19 Boys Quarterfinal: Dhyey Jani (16) (BVN) bt Harshvardhan Patel (8) (ARV) 11-9, 11-4, 12-10; Himansh Dahiya (4) (AHD) bt Malav Panchal (5) (AHD) 12-10, 11-5, 8-11, 11-5; Arman Shaikh (3) (ARV) bt Yash Makwana (BVN) 12-10, 11-6, 11-8; Janmayjay Patel (2) (ARV) bt Ved Panchal (10) (BVN) 12-10, 11-6, 15-13.

U-17 Boys Quarterfinal: Aayush Tanna (1) (SRT) bt Pawan Kumar (SRT) 11-4, 11-9, 11-8; Abhilaksh Patel (4) (AHD) bt Jenil Patel (5) (AHD) 11-3, 9-11, 6-11, 11-6, 13-11; Himansh Dahiya (3) (AHD) bt Malav Panchal (6)AHD) (3-0) 11-7, 11-5, 11-8; Janmayjay Patel (2) (ARV) bt Hridan Shah (7) (AHD) 11-3, 12-10, 11-1.

Women’s Qualifying: Charmy Trivedi (BVN) bt Suzaan Chauhan (VDR) 11-3, 14-12, 11-1; Siddhi Bulsara (NVS) bt Zena Chipia (AHD) 11-5, 11-7, 11-8; Shiney Anthony Gomes (AHD) bt Pratiksha Makwana (BVN) 11-7, 11-8, 11-1; Pratha Pawar (AHD) bt Dhruvi Pathak (SRT) 11-4, 11-7, 11-6; Prasunna Parekh (AHD) bt Bhumi Bambhaniya (BVN) 11-1, 11-9, 11-7; Jiya Trivedi (AHD) bt Shilpa Chudasama (BVN) 11-4, 11-5, 11-2. 

Total Visiters :277 Total: 1497993

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *