મેરિટાઈમ ઇન્ડિયા વિઝન 2030ની સાથે, ડીપી વર્લ્ડની ન્હાવા શેવા ટર્મિનલ્સ 11 મેગાવોટ ગ્રીન પાવર સોર્સિંગ 2050 સુધી નેટ શૂન્ય ઉત્સર્જનના વૈશ્વિક લક્ષ્યમાં ફાળો આપે છે
ડીપી વર્લ્ડ, એક અગ્રણી ગ્લોબલ એન્ડ-ટુ-એન્ડ પૂરવઠા ચેઇન સોલ્યુશન્સ એ તેના ન્હાવા શેવા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (એનએસઆઇસીટી) અને ન્હાવા શેવા ઇન્ડિયા ગેટવે ટર્મિનલ (એએસઆઇજીટી) પર 1લી જુલાઈ, 2024થી ગ્રીન પાવર ઓપન એક્સેસ સોર્સિંગનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. ઇલેક્ટ્રિસિટી જે દૂરથી ઉત્પાદન થાય છે, તે સ્ટેટ ગ્રિડમાં જોડાય છે, તે એનએસઆઇસીટી અને એનએસઆઇજીટીને પાવર પૂરવઠો પૂરો પાડે છે. ગ્રીન પાવર પહેલના ઓપન એક્સેસ સોર્સિંગ જેની ક્ષમતા 11 મેગાવોટની છે, જે એનએસઆઇસીટીની પરંપરાગત ઉર્જા જરૂરિયાતની લગભગ 75 ટકાને પૂરી કરે છે, જ્યારે એનએસઆઇજીટીની 80 ટકા જરૂરિયાતને પૂરી કરે છે. આને લીધે કાર્બન ઉત્સર્જનમાં 50 ટકા જેટલો ઘટાડો થાય છે.
રવિન્દ્ર જોહાલ, સીઓઓ, પોર્ટ્સ અને ટર્મિનલ્સ, ઓપરેશન્સ અને કોમર્શિયલ, ડીપી વર્લ્ડ, સબકોન્ટિનન્ટ, મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા કહે છે, “ડીપી વર્લ્ડના ન્હાવા શેવા ટર્મિનલ્સ ખાતે, ગ્રીન પાવરનું ઓપન એક્સેસ સોર્સિંગનું અમલીકરણ એ અમારા સ્થિર લક્ષ્યાંકોને હાંસિલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પર્યાવરણને અનુરૂપ ડિઝાઈન અને સ્થિતિસ્થાપક માળખા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. ગ્રીન એનર્જીને એકિકૃત કરીને, અમે સરકારના મેરિટાઈમ ઇન્ડિયા વિઝન 2030ને અનુરૂપ અમારી કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડી રહ્યા છીએ. ગ્રીન પોર્ટ માર્ગદર્શિકા સાથેના અમારા અભિગમમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ અને સાધનોનું ઇલેક્ટ્રિફિકેશન, વધુને વધુ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ તથા હાર્બર ઇકોસિસ્ટમ પરની અસર ઘટાડવા માટે ‘કુદરત સાથે કામ કરવા’ના વિચારોને વળગી રહેવાનો સમાવેશ થાય છે. આ માઇલસ્ટોન એ ફક્ત ટકાઉ પોર્ટની કામગીરીને જ સમર્થન નથી કરતું, પરંતુ ભવિષ્યના વિકાસ માટે બેન્ચમાર્ક સેટ કરીને નવીન અને ટકાઉ ઉકેલ પ્રત્યેના અમારા સમર્પણને પણ બતાવે છે.”
ભારતના તેના સમગ્ર ટર્મિનલ્સ પર ડીપી વર્લ્ડ તેના હાલના ડિઝલ સંચાલિત સાધનોના સમગ્ર કાફલાને ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરી રહ્યું છે. તેને કેરાલામાં ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ (આઇસીટીટી) કોચીનમાં 4 ઇલેક્ટ્રિક રબર ટાયર્ડ ગેન્ટ્રી ક્રેન્ચ (આરટીજીસ) અને 15 આરટીજીનું વિદ્યુતકરણ કર્યું છે. ગુજરાતમાં મુન્દ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (એમઆઇસીટી) અને આઇસીટીટી, કોચીનમાં બે-બે ઇલેક્ટ્રિક ક્વે ક્રેન્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાંત, એએસઆઇસીટી માટે ત્રણ ઇલેક્ટ્રિક રેલ માઇન્ટેડ ગેન્ટ્રી રજૂ કરી છે. આરટીજીસના હાલના કાફલાના 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન તરફનું પગલું, ટર્મિનલ્સ દ્વારા કાર્ગોના પરિવહનના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે, જે ગ્રાહકોને તેમની પૂરવઠા ચેઇનમાં ટકાઉપણા પર ટકી શકશે.
વૈશ્વિક સ્તરે, ડીપી વર્લ્ડ 2050 સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસિલ કરવા માટે પ્રતિબદ્ધતા ધરાવે છે. ડીપી વર્લ્ડ દુબઈ ખાતે આયોજિત યુએન ક્લાઈમેટ કોન્ફરન્સ (સીઓપી28) માટે પ્રિન્સિપલ પાથવે પાર્ટનર હતું, જ્યાં તેને વિશ્વભરના વેપારના સતત પ્રવાહને સુનિશ્ચિત કરતી વખતે કઈ રીતે ટેકનોલોજી અને પ્રકૃતિ આધારીત ઉકેલ સાથે આબોહવા પરિવર્તન સામે સ્થિતિસ્થાપક્તાને ઘટાડી શકાય તેવું નિર્માણ કરી શકાય તે વિષય પર પ્રકાશ પાડ્યો હતો.