· એયુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તહેવારોની ખરીદી કરવા પર રૂ. 1 લાખ સુધીની બચત
· નવા કરન્ટ એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝીટ્સ પર એક્સક્લુઝિવ લાભો અને ગિફ્ટ વાઉચર્સ
· આજીવન મફત AU LIT ક્રેડિટ કાર્ડ, જે ભારતનું પ્રથમ કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ છે

મુંબઈ
ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આ વર્ષનો તેનો સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ ‘AU Heart to Cart’ લોન્ચ કર્યો છે. 3 ઓક્ટોબરથી 3 નવેમ્બર, 2024 સુધી ચાલનારું આ એક મહિના લાંબુ ફેસ્ટિવ કેમ્પેઇન માત્ર કાર્ડ આધારિત લાભોથી આગળ વધીને તમામ બેંકિંગ સર્વિસીઝ અને શોપિંગ કેટેગરીઝમાં એક્સક્લુઝિવ ડીલ્સ ઓફર કરે છે.
‘AU Heart to Cart’ ફેસ્ટિવ કેમ્પેઇન અંગે વિગતો પૂરી પાડતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડેપ્યુટી સીઈઓ શ્રી ઉત્તમ ટિબ્રેવાલે જણાવ્યું હતું કે “એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દરેક ટચપોઇન્ટ પર આનંદદાયક અનુભવો રચીને ગ્રાહકો સાથે અર્થપૂર્ણ સંબંધો બનાવવા માટે હંમેશા સમર્પિત રહી છે. એક સંપૂર્ણ બેંક તરીકે અમે સુનિશ્ચિત કર્યું છે કે દરેકના માટે કંઈને કંઈ હોય, ચાહે તે રિટેલ ગ્રાહકો હોય કે પછી વેપારીઓ. આ કેમ્પેઇન કાર્ડધારકો માટે ડિસ્કાઉન્ટ્સ કરતાં કંઈક સવિશેષ પૂરું પાડે છે. તે કરન્ટ એકાઉન્ટ્સ અને પીઓએસથી માંડીને ક્યુઆર, લોકર્સ, ટર્મ ડિપોઝીટ્સ અને અન્ય વિવિધ બેંકિંગ જરૂરિયાતોમાં મૂલ્ય અને સુવિધા પૂરી પાડે છે. અમે અમારા ગ્રાહકોના જીવનને સમૃદ્ધ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છી અને તેમની નાણાંકીય સફર વળતર આપનારી અને આનંદસભર રહે તે સુનિશ્ચિત કરીએ છીએ.”
આ તહેવારની સિઝનમાં, ગ્રાહકો કરન્ટ એકાઉન્ટ્સ, લોકર્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) જેવા વધારાના બેંકિંગ સર્વિસીઝના લાભો સાથે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર વિશિષ્ટ ડિસ્કાઉન્ટ, ગિફ્ટ વાઉચર્સ, ખાતરીપૂર્વકના રિવાર્ડ્સ અને મર્ચન્ટ ઇએમઆઈ ઓફર્સનો આનંદ લઈ શકે છે. કાર્ડધારકો ઇલેક્ટ્રોનિક્સ, મુસાફરી, શોપિંગ, ડાઇનિંગ, મનોરંજન અને અન્ય સહિતની વિવિધ વિશાળ શ્રેણી પર રૂ. એક લાખ સુધીની બચતનો લાભ લઈ શકે છે.
એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક વ્યાપારી ગ્રાહકોને વિશેષ ફેસ્ટિવ ઓફર્સ વિસ્તારી રહી છે અને તેમને નવા કરન્ટ એકાઉન્ટ્સ અને ડિજિટલ એક્ટિવેશન માટે રૂ. 2,000થી વધુ મૂલ્યના વિશિષ્ટ લાભો પૂરા પાડે છે. દરમિયાન, વ્યક્તિગત ગ્રાહકો AU 0101 એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ આકર્ષક ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર્સ સાથે તેમની રોકાણની સફર શરૂ કરી શકે છે, જે વાર્ષિક 8.50% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. વધુમાં, AU Royale, AU Platinum, Women’s Account, અથવા Salary Accounts જેવા વિશિષ્ટ બચત ખાતાં ખોલનારા ગ્રાહકો તેમના ખાતાંને એક્ટિવેટ કરવા અથવા ડેબિટ કાર્ડ વ્યવહારો કરવા પર રૂ. 2,000 થી વધુના લાભોનો આનંદ માણી શકે છે.
અગ્રણી બ્રાન્ડ્સ સહભાગી થઈ રહી છે ત્યારે ‘AU Heart to Cart’ દરેક ખરીદીની જરૂરિયાતોને પૂરી કરે છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
· ઇલેક્ટ્રોનિક્સના શોખીનો ક્રોમા, રિયલમી, રિલાયન્સ ડિજિટલ, વિજય સેલ્સ અને વિવો જેવી બ્રાન્ડના ગેજેટ્સ અને ડિવાઇસીસ પર રૂ. 7,500 સુધીની બચત કરી શકે છે.
· પ્રવાસીઓ Adani One, Cleartrip, EaseMyTrip, Goibibo, ixigo, MakeMyTrip, Paytm Flights અને Yatra જેવા પ્લેટફોર્મ દ્વારા ફ્લાઈટ્સ, હોટલ અને બસ ટિકિટ પર 20 ટકા સુધીની છૂટનો આનંદ માણી શકે છે.
· મૂવીના શોખીનો BookMyShow, PVR INOX અને Paytm Movies દ્વારા ટિકિટ પર 50 ટકા સુધીની છૂટનો આનંદ માણી શકે છે.
· ખાણીપીણીના શોખીનો EazyDiner, Swiggy અને Zomato દ્વારા તેમની મનપસંદ રેસ્ટોરાંમાં 15 ટકા સુધીની બચતનો આનંદ માણી શકે છે.
· ફેશન પ્રેમીઓ માટે આ કેમ્પેઇન AJIO, Tata CLiQ અને Tira તરફથી વસ્ત્રો પર 10 ટકા સુધીની છૂટ આપે છે.
· જ્વેલરી ખરીદનારા ગ્રાહકો આ ફેસ્ટિવ કેમ્પેઇનમાં રૂ. 25,000 સુધીના મૂલ્યના એમેઝોન ગિફ્ટ વાઉચર્સ મેળવી શકે છે
· ગ્રોસરી ખરીદનારા BigBasket, Blinkit, Flipkart Wholesale, Swiggy Instamart અને Zeptoમાંથી આવશ્યક વસ્તુઓ પર 10 ટકા સુધી બચત કરી શકે છે.
તહેવારોના આનંદમાં ઉમેરો કરતાં, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેની નાણાંકીય પ્રોડક્ટ્સ પર આકર્ષક લાભો પણ ઓફર કરી રહી છે, જેમાં આજીવન મફત AU LIT ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે, જે ભારતનું પ્રથમ કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ છે. આ સિઝન દરમિયાન કિંમતી વસ્તુઓની ખરીદીને ધ્યાનમાં રાખીને, બેંક બ્રાન્ચ લોકર ફી પર 75 ટકા સુધીની છૂટ પણ ઓફર કરી રહી છે. ગ્રાહકો AU 0101 એપ દ્વારા એયુ સેવિંગ્સ અથવા કરન્ટ એકાઉન્ટ્સ માટે મિત્રોને રેફર કરીને ગિફ્ટ વાઉચર પણ મેળવી શકે છે.
વધુ વિગતો માટે વેબસાઇટ offers.aubank.inની મુલાકાત લો. કાર્ડ વેરિઅન્ટ મુજબ કાર્ડની ઓફર્સ અલગ હોઈ શકે છે.
