
ઇ-કોમર્સ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસના મહત્વના ચાલક બળ તરીકે ઊભરી આવ્યું છે જે નોકરીઓની તકો વધારે છે અને વપરાશમાં વધારો કરે છે. સાથે સાથે ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ તથા કિફાયતી ડિજિટલ એક્સેસદ્વારા બજારના અંતરને દૂર કરે છે.
ભારતમાં ગુજરાત ઉદ્યોગસાહસિકો માટે હંમેશા બિઝનેસ-ફ્રેન્ડલી સ્ટેટ રહ્યું છે. આ ઉદ્યોગસાહસિકતાની ભાવનામાં ડિજિટલ કોમર્સના ઉદ્ભવે ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે અને તેમની પહોંચની બહાર હોય તેવા વિસ્તારો અને તકો ઝડપવા માટે ટેક-એનેબલ્ડ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અગાઉ ટેક્નોલોજીકલ શક્તિ, બ્રાન્ડ અંગે જાગૃતિ તથા અપૂરતા પ્રમાણમાં કર્મચારીઓના અભાવ જેવા વિવિધ કારણોસર તેઓ આ વિસ્તારો સુધી પહોંચ ધરાવતા ન હતા.
ઉદ્યોગસાહસિકતા અને ડિજિટલ ઇકોમર્સ ઇકોસિસ્ટમના મિશ્રણે રાજ્યમાં બિઝનેસમાં નવા પ્રાણ ફૂંકયા છે. આ ટ્રેન્ડ પ્રદેશમાં નવીનતાને પ્રોત્સાહન આપવા, સ્થાનિક વ્યવસાયોને સમર્થન આપવા અને સમાવેશક વિકાસ આગળ ધપાવવાના ફ્લિપકાર્ટના વિકાસના વિઝન સાથે સંલગ્ન છે. ‘Viksit Gujarat @ 2047’ વિઝનને સંલગ્ન ગુજરાતની ડાયનેમિક વૃદ્ધિની સફરને સહયોગ તથા વ્યૂહાત્મક પહેલ દ્વારા આકાર મળી રહ્યો છે જે રાજ્યની આર્થિક પ્રગતિને વેગ આપે છે. સાત એડવાન્સ્ડ સપ્લાય ચેઇન ફેસિલિટીઝ-ફુલફિલમેન્ટ સેન્ટર્સ, મધર હબ્સ અને ગ્રોસરી હબ્સ સહિત તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરસાથે ફ્લિપકાર્ટ રાજ્યના લક્ષ્યાંક સાથે સંલગ્ન રહેવા માટે વધુ ઇ-કોમર્સ અને ઉદ્યોગસાહસિકતાની તકો માટેનો માર્ગ મોકળો કરી રહી છે.
રાજ્યની ઊભરતી ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમમાં ફ્લિપકાર્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના 4.6 લાખથી વધુ સેલર્સને ટેકો આપ્યો છે. લાર્જ અને નોન-લાર્જ ફુલફિલમેન્ટ સેન્ટર્સ, મધર હબ્સ અને ગ્રોસરી હબ્સ સહિતના સાત અત્યાધુનિક સપ્લાય ચેઇન ફેસિલિટીઝનું તેનું મજબૂત નેટવર્ક ઇ-કોમર્સ વિસ્તરણ માટે મજબૂત પાયો પૂરો પાડે છે અને તેણે 4.5 લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ આજીવિકાની તકો ઊભી કરી છે. આ ઉપરાંત આ વર્ષની ફેસ્ટિવ સિઝન પૂર્વે ફ્લિપકાર્ટે સુરતમાં સમર્પિત સેલર કોન્ક્લેવનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના 1,300 જેટલા યુનિક સેલર્સ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ એક્શનેબલ ઇનસાઇટ્સ તથા માર્કેટ ટ્રેન્ડ્સ મેળવવાનો તથા બિઝનેસના વિકાસ તથા નવીનતાને વેગ આપવા માટે ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાનો હતો.
ગુજરાતમાં આનંદ સારી બ્રાન્ડના માલિક અંકુર તુલ્સીયાન એક સેલર તરીકે ફ્લિપકાર્ટ સાથેની પોતાની સફર અંગે જણાવે છે કે ઓફલાઇન વેચાણ કરતી વખતે અમારે ગ્રાહકો અમારી ડિઝાઇન અને મટિરિયલ્સને કેવો પ્રતિસાદ આપે છે તે અંગેનો કોઈ ડેટા મેળવવો હોય તો લગભગ છ મહિના રાહ જોવી પડતી હતી. ઓનલાઇન આ પ્રોસેસ ઘણી સરળ અને ઝડપી છે. ઇકોમર્સે ગ્રાહકોની આંતરદ્રષ્ટિની બારીઓ પણ ટૂંકી કરી દીધી છે. લિસ્ટિંગના અઠવાડિયામાં જ અમને વપરાશ યોગ્ય ડેટા મળી જાય છે કે અમે કેવી રીતે ડિઝાઇનમાં સુધારા કરી શકીએ અને ટેક્સટાઇલ્સમાં વધુ કેટેગરીઝમાં વિસ્તરણ કરી શકીએ. આ ડેટા બદલાતા ટ્રેન્ડ્સ સાથે અપડેટ પણ થતો રહે છે. દિવસે દિવસે ફ્લિપકાર્ટ મેનેજર અને ટીમ અમારી સમસ્યાઓને ઉકેલે છે જેનાથી પ્રોસેસિંગ તથા ડિસ્પેચિંગ (સાડીઓનું) વધુ સરળ બને છે. હું ફ્લિપકાર્ટ ટીમનો ખૂબ જ આભારી છું. તેમના મેનેજર્સ હંમેશા અમારી સાથે સંપર્કમાં રહે છે જેનાથી અમારા બિઝનેસને નવા ક્ષેત્રો સુધી પહોંચવામાં મદદ મળી છે.
ગુજરાત એ ઇનોવેશન, ક્રાફ્ટમેનશિપ અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાનું લાંબા સમયથી હબ રહ્યું છે. તેના કારીગરો, વણકરો અને ગ્રામીણ સમુદાયો રાજ્યની સામાજિક-આર્થિક ઇકોસિસ્ટમમાં મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે. પરંપરાગત કારીગરી માટે બજારની એક્સેસને વિસ્તારવા અને ડિજિટાઇઝ કરવાના પ્રયાસોએ કલાકારો અને વણકરોને નવું જીવન આપ્યું છે અને સુનિશ્ચિત કર્યું છે કે તેમની કુશળતાઓ આધુનિક બજારોમાં પણ ટકી રહેશે. આ પહેલને પૂરક બનાવતા ફ્લિપકાર્ટે સ્થાનિક કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે તકો વધારવા માટે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરી છે. ફ્લિપકાર્ટ સમર્થ પ્રોગ્રામ હેઠળ કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નર સાથેના એમઓયુમાં ગુજરાતના કારીગરોની ઇકોસિસ્સમટ માટે વધુ ગહન બજારની પહોંચ અને ડિજિટાઇઝેશન પર ધ્યાન આપવામાં આવ્યું છે. અગાઉ કુટિર ઉદ્યોગો વિભાગ અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએસએચએચડીસી) સાથેના સહયોગોએ ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને વધુ મજબૂત બનાવી છે. દેશભરમાં 30 એમઓયુ દ્વારા સમર્થિત સમર્થ પહેલે 1.8 મિલિયન કારીગરો, વણકરો અને એમએસએમઈને 500 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે સશક્ત બનાવ્યા છે અને આર્થિક તકો ઊભી કરી છે.
ગુજરાતમાં ફ્લિપકાર્ટની પહેલ સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા, રાજ્યના વિકાસમાં અર્થપૂર્ણ પ્રદાન કરવા અને દેશના પ્રગતિના વ્યાપક લક્ષ્યાંકને સંલગ્ન રહેવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.