super.moneyએ યુપીઆઈ પ્રોડક્ટ પર સૌપ્રથમ વખત એફડી રજૂ કરી જે અગ્રણી બેંકો સાથે 9.5 ટકા સુધીનું વ્યાજ આપે છે

Spread the love
  • અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેંકો સાથેની ભાગીદારીમાં પહેલ
  • ગ્રાહકો માત્ર ત્રણ સરળ પગલાંમાં super.money પર એફડી એકાઉન્ટ બુક કરાવી શકે છે
  • super.moneyએફડીમાં રોકાણ કરવા માટે સંપૂર્ણ ડિજિટલ, પેપરલેસ ફ્લો આપે છે
  • ગ્રાહકો તેમના એફડી રોકાણો માટે super.money યુપીઆઈનો ઉપયોગ કરી શકે છે જે સરળ એફડી બુકિંગ અનુભવ બનાવે છે

બેંગ્લોર

super.money એ આજે superFD (સુપરએફડી)ના લોન્ચની જાહેરત કરી હતી. આ એક ફુલ્લી ડિજિટલ સેવિંગ્સ પ્રોડક્ટ છે જે ફિક્સ્ડ ડિપોઝીટ માટે યુપીઆઈની સરળતા લાવે છે. કંપનીનું લક્ષ્ય સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ (બે મિનિટ કરતા ઓછા સમયમાં), ફ્લેક્સિબલ અને ખૂબ જ વળતરદાયક બનાવવીને એફડીને પુનઃવ્યાખ્યાયિત કરવાનું છે. super.money પર યુઝર્સ આરબીઆઈ દ્વારા મંજૂરી મેળવનાર હાલ પાંચ બેંકોમાંથી ગમે તેની પસંદગી કરી શકે છે.super.moneyપર તમામ એફડી ડીઆઈસીજીસી દ્વારા રૂ. 5,00,000 સુધી ઇન્શ્યોર્ડ રહેશે.

ઉદ્યોગમાં સૌપ્રથમ વખત superFD એવી પ્રોડક્ટ છે જેનું લક્ષ્ય યુવાન ભારતીયોમાં બચતને પ્રોત્સાહન આપવાનું છે. superFD સાથે યુઝર્સ રૂ. 1,000 જેટલી ઓછી રકમની એફડી બુક કરી શકે છે અને 9.5 ટકા સુધીનું વ્યાજ પણ મેળવી શકે છે. આ પ્રોડક્ટ નવા જમાનાના ભારતીય રોકાણકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જેઓ ડિજિટલી જાણકાર અને નાણાંકીય રીતે સમજદાર છે. આ પ્રોડક્ટ યુઝર્સને તેમનો પોર્ટફોલિયો સંતુલિત કરવામાં અને/અથવા તેમની રોકાણની સફર શરૂ કરવામાં મદદ કરશે.

super.moneyના ફાઉન્ડર અને સીઈઓ પ્રકાશ સિકારિયાએ જણાવ્યું હતું કે યુપીઆઈ પર અમારી સૌપ્રથમ એફડી લોન્ચ કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ. અમારી પ્રોડક્ટ યુવાન ભારતીયો જે પ્રકારે બચત અને રોકાણ કરે છે તેને બદલી નાંખશે. આકર્ષક વ્યાજ દરો, ફ્લેક્સિબિલિટી અને સરળ એક્સેસ ઓફર કરીને superFD લોકોને ઓછા જોખમે, વધુ વળતર આપતી પ્રોડક્ટમાં રોકાણ કરવાનું સરળ બનાવે છે. આ પહેલ નવા જમાનાના રોકાણકારો માટે ડિપોઝીટને આકર્ષક બનાવવા માટેના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ 2020-21 અને 2022-23 વચ્ચે ઘરોમાં કુલ નાણાંકીય બચતમાં 9 લાખ કરોડથી વધુનો નોંધપાત્ર ઘટાડો થયો છે. superFD નો ઉદ્દેશ ઓછા જોખમી બચત સાધનો પૂરા પાડીને બેંકિંગ સેક્ટરમાં ક્રેડિટ અને ડિપોઝીટ વૃદ્ધિ વચ્ચેની વધતી ખાઈથી ઊભા થયેલા પડકારોને નાથવાનો છે. આ પ્રોડક્ટ લોકોને ફુગાવાની અસર ખાળવા તથા તેમના રોકાણ પર સ્થિર વળતર મેળવવા માટે પણ મદદ કરશે.

superFD સાથે super.money એ તેના 7 મિલિયન યુઝર્સ માટે તેની પહેલી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી છે. ઓનબોર્ડિંગ અનુભવ એકદમ સ્પષ્ટ છે જેનાથી યુઝર્સ થોડા જ સ્ટેપ્સમાં સરળ ઇકેવાયસી પ્રોસેસ પૂરી કરી શકે છે.

ચાર સરળ સ્ટેપ્સમાં superFD દ્વારા કેવી રીતે નાણાંની બચત અને રોકાણ કરશોઃ super.money એપ ડાઉનલોડ કરોતમારી પસંદગીની બેંક એફડી પસંદ કરોઇકેવાયસી પૂરું કરોડિપોઝીટ લો, અનેવીકેવાયસી કરો (કેટલાક કિસ્સામાં વૈકલ્પિક)

યુપીઆઈ પર નાણાંકીય ઓફરિંગ્સ વિસ્તારવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે super.money એ અત્યાર સુધી superUPI, superCard અને હવે superFD લોન્ચ કરી છે. super.money યુપીઆઈ પર બીજી અનેક નવીનતાસભર પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *