અંડર-16 (મલ્ટી-ડે) ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો દુર્ગા હાઈસ્કૂલ સામે એક ઈનિંગઅને 157 રનથી વિજય

Spread the love

અમદાવાદ

હીરામણિ સ્કૂલે ટોસ જીતીને  પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. દુર્ગા હાઉસ્કૂલે પ્રથમ દાવમાં 50.3 ઓવરમાં 10 વિકેટે 108 રન કર્યા હતાં. જેમાં નિહાલ પેટેલે 16 ઓવરમાં 26 રન આપીને 5 વિકેટ, શિવાંક મિસ્ત્રીએ 13 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ અને નીલ પુરાનીએ 10 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી.

તસવીરમાં ડાબેથી નિહાલ પટેલ, શિવાંક મિસ્ત્રી, આર્યન કંજવાની, યક્ષ પટેલ અને કથન પટેલ

હીરામણિ સ્કૂલે 94.5 ઓવરમાં 10 વિકેટે 415 રન કહ્યા હતાં. જેમાં કથન પટેલે 250 બોલમાં 209 રન, આર્યન કંજવાનીએ 150 બોલમાં 80 રન અને યક્ષ પટેલે 33 બોલમાં 35 રન કર્યા હતાં.

દુર્ગા હાઈસ્કૂલે બીજા દાવમાં 68.5 ઓવરમાં 10 વિકેટે 150 રન કર્યા હતાં. જેમાં નિહાલ પટેલે 17 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી અને શિવાંક મિસ્ત્રીએ 19 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ મેચમાં હીરામણિ સ્કૂલનો દુર્ગા હાઈસ્કૂલ સામેએકઈનિંગ અને 157 રનથી વિજય થયો હતો. આ મેચમાં વિજય થવા બદલ સમગ્ર ટીમ અને કોચને સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન અને સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *