રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને માસ્ટર્સ યુનિયને અમદાવાદના ઉદ્યોગસાહસિકોને સ્કેલેબલ ગ્રોથ માટે વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ સાથે સશક્ત કર્યા

Spread the love
  • એક અદ્વિતીય વર્કશોપથી પરંપરાગત અને ઉભરતા ઉદ્યોગાસાહસિકોને આવકના નવા સ્ત્રોતો તથા રોકાણકારોની એક્સેસ અનલોક કરવામાં મદદ મળી
  • ઉદ્યોગસાહસિકો અને પરિવારો દ્વારા ચાલતા વ્યવસાયોએ વ્યૂહાત્મક ટૂલ્સ, બજારની આંતરદ્રષ્ટિ, ઇનોવેટિવ ફ્રેમવર્ક્સ અને ફંડિંગના વિવિધ માર્ગો અંગે બહુમૂલ્ય માહિતી મેળવી

અમદાવાદ

રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને માસ્ટર્સ યુનિયને ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપના સ્થાપકો અને પરિવાર દ્વારા ચલાવાતા સાહસો માટેની તેમની એક્સક્લુઝિવ બિઝનેસ ગ્રોથ વર્કશોપનું અમદાવાદમાં સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ વર્કશોપમાં અમદાવાદના ઉદ્યોગ સમુદાયને નવીનતા, વ્યૂહરચના અને વારસાગત નેતૃત્વનો અત્યંત પ્રભાવશાળી સમન્વય જોવા મળ્યો હતો. આ બંને સંસ્થાઓને મળેલી 150થી વધુ અરજીઓ પૈકી પસંદગીના માત્ર 50 લોકોને જ આ વર્કશોપનો લાભ મળ્યો હતો જેમાં તેમને વ્યૂહાત્મક ટૂલ્સ, બિઝનેસ મોડલ ઇનોવેશન, ઇન્વેસ્ટર એક્સેસ અને ભવિષ્ય માટે સજ્જ નેતૃત્વ અંગે આંતરદ્રષ્ટિ સાથેનું ગહન વ્યૂહાત્મક મૂલ્ય પ્રાપ્ત થયું હતું.

અગ્રણી વેન્ચર-બિલ્ડિંગ પ્લેટફોર્મ રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને બિઝનેસ એજ્યુકેશનમાં અગ્રણી સંસ્થા માસ્ટર્સ યુનિયન દ્વારા સંયુક્તપણે યોજાયેલી આ વર્કશોપ ઉદ્યોગસાહસિકો તથા બિઝનેસ લીડર્સને વિકાસ આડે નડતા પડકારોનો સામનો કરવા તથા નવી તકો ઊભી કરવામાં મદદ કરવા માટે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને તેમના પરંપરાગત બિઝનેસ મોડલ્સ અંગે ફરીથી વિચારણા કરવા અને આધુનિક તથા વિસ્તારી શકાય તેવા મોડલ્સ તરફ વળવામાં મદદ પૂરી પાડવામાં આવી હતી. વર્કશોપ હેઠળ યોજાયેલા સેશન્સમાં ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરવો, વ્યાપારમાં વારસાઈનું આયોજન કરવું, પ્રોડક્ટ્સ કે સર્વિસીઝ લોન્ચ કરવી અને વારસાગત વ્યવસાયો તેમજ નવા જમાનાના સાહસો બંને માટે ફંડ્સ મેળવવા માટે તૈયારી કરવા જેવા મહત્વના વિષયો આવરી લેવામાં આવ્યા હતા. ભાગ લેનારા લોકો પૈકીના અનેક બીજી અને ત્રીજી પેઢીથી પારિવારિક વ્યવસાયોમાં હતા જેમણે તેમની વિકાસની યોજના અંગે વધુ ફ્લેક્સિબિલિટી તથા નવા વિચારો લાવવામાં રસ દર્શાવ્યો હતો.

આ વર્કશોપ અંગે રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સના સ્થાપક શ્રી હર્ષલ બેંકરે જણાવ્યું હતું કે “રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ ખાતે અમે થિયરીથી આગળ વધીએ છીએ. અમે જેના પર કામ કરી શકાય તેવી યોજનાઓ સાથે બજારની ગહન આંતરદ્રષ્ટિને મિશ્રિત કરીએ છીએ જેનાથી ફાઉન્ડર્સ તેમના વિચારોને વિસ્તારી શકાય તેવા સાહસોમાં ફેરવી શકે છે. આ વર્કશોપ અમારા આ મિશનનું પ્રતિબિંબ હતી જેમાં ઉદ્યોગસાહસિકોને પ્રત્યક્ષ નિરીક્ષણ, બજારની પહોંચ તથા ફંડિંગ મેળવવાની તૈયારી અંગે જાણકારી મળી હતી. ચાહે તે આવકના નવા સ્ત્રોતો મેળવવા ઇચ્છતા પરિવાર દ્વારા ચાલતા વ્યવસાયો હોય કે પછી બજારમાં ઝંપલાવવા માટે તૈયાર હોય તેવા પોતાના પ્લાનને આખરી ઓપ આપતા યુવા સ્થાપકો હોય, વર્કશોપમાં હાજર રહેલા લોકોનું ધ્યાન વિસ્તારી શકાય તથા ટકાવી શકાય તેવા સાહસો ઊભા કરવા પર હતું. આ સંભાવનાઓને ખોલવામાં મદદ કર્યાનો અમને ગર્વ છે.”

આ વિચારોમાં પોતાનો સૂર પરોવતા માસ્ટર્સ યુનિયનના સ્થાપક શ્રી પ્રથમ મિત્તલે જણાવ્યું હતું કે “માસ્ટર્સ યુનિયન ખાતે અમે માનીએ છીએ કે ખૂબ જ સફળ હોય તેવા વ્યવસાયોએ પણ પ્રસ્તુત રહેવા માટે સતત બદલાતા રહેવું જોઈએ. આ વર્કશોપ માત્ર ફ્રેમવર્ક વહેંચવા કરતાં પણ સવિશેષ હતી. તેનો મુખ્ય સાર ભવિષ્ય માટે તૈયાર વ્યૂહરચનાઓ સાથે પેઢીગત મજબૂતાઈઓ લાવવા વિશે હતો. અમે એ જોઈને ખૂબ રોમાંચિત હતા કે અમદાવાદના બિઝનેસ લીડર્સ નવીનતા, પ્રશાસન અને વિકાસની યોજના સાથે ખૂબ જ ગહનતાથી જોડાયા હતા. સ્પષ્ટ છે કે અમદાવાદ હવે ઉદ્યોગસાહસિકતાના પરિવર્તનની નવી લહેરની આગેવાની કરવા તૈયાર છે.”

આ વર્કશોપની મુખ્ય ખાસિયત એક સ્થાનિક પારિવારિક ટેક્સટાઇલ બિઝનેસને મળેલી સફળતા હતી. આ કંપનીને રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સે માર્ગદર્શન આપ્યું હતું જેના પગલે તે ગ્રાહકોને સીધું જ વેચાણ કરવા સક્ષમ બની હતી, તેની આવકમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો અને તેણે છ જ મહિનામાં વિશ્વભરમાં નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. કાર્યક્રમ પૂરો થયા પછીનો પ્રતિસાદ ખૂબ જ હકારાત્મક રહ્યો હતો જેમાં ભાગ લેનાર અનેક લોકોએ બંને સંસ્થાઓના વધુ માર્ગદર્શન મેળવવા અને રોકાણકારો સાથે જોડાવામાં રસ દર્શાવ્યો હતો.

રેપિગ્રો બિઝનેસ કન્સલ્ટન્ટ્સ તથા માસ્ટર્સ યુનિયનની આ વર્કશોપમાં સ્માર્ટ પ્લાનિંગ સાથે વ્યવહારુ પગલાંનો સમન્વય કરવામાં આવ્યો હતો જેણે અમદાવાદમાં વ્યવસાયના વિકાસ માટે નવા માપદંડો સ્થાપ્યા હતા. તેણે પરંપરાગત પારિવારિક વ્યવસાયો અને ઉભરતા સ્ટાર્ટઅપ્સને ઝડપથી બદલાતા બજારમાં સફળ થવામાં મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *