ITF J30 ટેનિસ ટુર્નામેન્ટમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ગુજરાતની જેન્સી કાનાબારે ગર્લ્સ સિગલ્સનું ટાઈટલ જીત્યું

Spread the love

અમદાવાદ

અમદાવાદના ACTF ખાતે ITF J30 ટેનિસ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે ૧૩ વર્ષીય ડેબ્યુટન્ટ અને મુખ્ય ડ્રોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ધરાવતી જૂનાગઢની જેન્સી કાનાબારે તેનું પ્રથમ જુનિયર ITF સિંગલ્સ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

ગર્લ્સ સિંગલ્સની રસાકસીભરી ફાઇનલમાં, જેન્સીએ લગભગ ચાર કલાક ચાલેલા મેરેથોન મુકાબલામાં ટોચની ક્રમાંકિત એલિના ફરીદને ૬-૭(૬), ૭-૫, ૬-૪થી હરાવી. ટાઇબ્રેકમાં પ્રથમ સેટ ગુમાવ્યા પછી, જેન્સીએ તેના ગ્રાઉન્ડસ્ટ્રોકની આક્રમકતા વધારી, એલિનાને એક બાજુથી બીજી બાજુ ધકેલી દીધી અને લોબ્સને ક્રિસ્પ ડ્રાઇવ વોલીમાં પણ રૂપાંતરિત કર્યા, જેના લીધે તેની પ્રતિસ્પર્ધી કોઈ જવાબ આપી શકી નહીં. જે સાથે જેન્સીએ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

છોકરાઓની સિંગલ્સની ફાઇનલમાં, ગુજરાતના ટોચનો ક્રમાંકિત દેવ વિપુલ પટેલ અધિરાજ ઠાકુરની શક્તિશાળી અને આક્રમક રમત સામે હારી ગયો. બીજા સેટમાં તકો ઊભી કરવા છતાં, 15 વર્ષનો દેવ તકને વિજયમાં તબલીલ કરી શક્યો નહીં અને સંપૂર્ણપણે પછડાઈ જતાં અધિરાજે 6-2, 6-4 થી ટાઇટલ જીત્યું હતું.

ડબલ્સ ફાઇનલ:

બોય્સ ડબલ્સ ફાઇનલ:

ઓજસ મહેલાવત અને અધિરાજ ઠાકુર (IND) એ વીર મેડમ અને દેવ નંદાસના (IND) ને 6-2, 6-3 થી પરાજય આપ્યો.

ગર્લ્સ ડબલ્સ ફાઇનલ:

અલીના ફરીદ (IND) અને એન્જલ પટેલે જેન્સી કાનાબાર (IND) અને સનમિતા હરિણીને 2-6, 6-1, [10-5] થી પરાજય આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *