ભાવનગર

30 મી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબાલ ચેમ્પિયનશિપ, રાજ માતા જીજાબાઈ ટ્રોફી 2025-26માં 12 તારીખની પર્થમ મેચમાં ગોવાએ મધ્યપ્રદેશ સામે 6-0થી જ્યારે યજમાન ગુજરાતનો મહારાષ્ટ્ર સામે 1-0થી વિજય થયો હતો. ગ્રુપ H ની મેચો એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉંડ ખાતે રમાઈ હતી.
ગુજરાતને 9 મી મિનિટે મીસબાબાનુએ લીડ અપાવી હતી અને મૅચ ના અંત સુધી એજ લીડ રહી હતી. શરૂઆતથી જ ગુજરાતની ખેલાડીઓએ બોલનું પઝેશન પોતાની પાસે રાખી પ્રતિસ્પર્ધી ટીમને ગોલ કરવાની કોઈ તક આપી નહતી. 14.9.25 ના રોજ ગુજરાતની મૅચ ગોવા સામે છે. તેમાંથી જે ટીમ જીતશે તે ક્વૉલિફાઈ થશે. ગુજરાત અને ગોવા પોતાની બંને મૅચ જીતી ગઈ છે.
