VMS TMT લિમિટેડનો દેવા ચુકવણી-વિસ્તરણ માટે આઇપીઓ, શેરદીઠ પ્રાઇસ બેન્ડ ₹ 94થી ₹ 99

Spread the love
  • દેવું ભરપાઈ કરીને વ્યાજની બચત અને સોલાર પ્લાન્ટ નાખીને વીજળીની બચતથી કંપનીના નફામાં વધારાનું લક્ષ્યાંકઃ મનોજ જૈન
  • TMT બારની કુલ વાર્ષિક સ્થાપિત ક્ષમતા 200,000 મેટ્રિક ટન (“MT”) છે
  • રિટેલ અને સંસ્થાગત ગ્રાહકો એમ બંને સહિત વિવિધ ગ્રાહકોને સેવા આપે છે

અમદાવાદ

કામધેનુ બ્રાન્ડ અંતર્ગત વેચાણ થઈ રહેલાં TMT બારનું ઉત્પાદન કરતી ગુજરાતની કંપની VMS TMTલિમિટેડ(“કંપની”)એ આજે એની આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે ઇક્વિટી શેરદીઠ ₹ 94થી ₹ 99ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી હતી. આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન કે ભરવા માટે 17 સપ્ટેમ્બર, 2025ને બુધવારે ખુલશે અને 19 સપ્ટેમ્બર, 2025ને શુક્રવારે બંધ થશે. એન્કર રોકાણકાર માટે બિંડિંગ 16 સપ્ટેમ્બર, 2025ને મંગળવારે ખુલશે.

આઇપીઓ બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) પર લિસ્ટ થશે. અરિહંત કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે, તો કે-ફિન ટેકનોલોજીસ લિમિટેડ ઇશ્યૂની રજિસ્ટ્રાર છે. આ અંગે કંપનીના પ્રમોટર એન્ડ નોન-એક્ઝીકયુટીવ ડિરેક્ટર મનોજ જૈન, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર વરૂણ જૈન, હોલ ટાઈમ ડિરેક્ટર રિષભ સિંઘી અને હેડ ઓફ બિઝનેસ ડેવલોપમેન્ટ અમોલ ક્ષીરસાગરે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી હતી.

પત્રકાર પરિષદને સંબોધન કરતા રિષભ સિંઘી, હોલ ટાઈમ ડિરેક્ટર, મનોજ જૈન, પ્રમોટર એન્ડ નોન-એક્ઝીકયુંટીવ ડિરેક્ટર, વરૂણ જૈન, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર.

આઇપીઓમાં ₹10/-ની ફેસ વેલ્યુ ધરાવતા 1,50,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. આ ઇશ્યૂ બુક-બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે હાથ ધરવામાં આવશે.

જ્યારે VMS TMT લિમિટેડનો આશય આઇપીઓમાંથી થનારી ₹11,500.00 લાખનો ઉપયોગ સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા, કંપની દ્વારા લીધેલા ચોક્કસ ઋણને સંપૂર્ણપણે કે આંશિક રીતે ભરવાનો છે, ત્યારે બાકીના ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ અને ઇશ્યૂના ખર્ચ માટે થશે.

ગુજરાતમાં કાર્યરત આ કંપની ભારતના ગુજરાતમાં અમદાવાદમાં ભાયલા ગામે ઉત્પાદન સુવિધા ધરાવે છે, જ્યાં TMT બારનું ઉત્પાદન કરે છે.

કંપની 31 જુલાઈ, 2025 સુધી 3 વિતરકો અને 227 ડિલર સાથે નોન-એક્સક્લૂઝિવ ધોરણે વિતરણ નેટવર્ક ધરાવે છે તથા 50થી વધારે ટ્રક ધરાવે છે, જે તેનાં રિટેલ ગ્રાહકોને TMT બારની ઘરઆંગણે ડિલિવરી કરે છે. કંપનીએ વેચાણ કરવા માટે ટિઅર II અને ટિઅર III શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપની ઇન-હાઉસ બિલેટ ઉત્પાદન ક્ષમતા 2,16,000 MTPA (દર વર્ષે મેટ્રિક ટન) ધરાવવાની સાથે બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ છે અને પોતાના અંગત વપરાશ માટે 15 MW (મેગાવોટ)નો સોલર પાવર પ્લાન્ટ પણ સ્થાપિત કરી રહી છે. આ ઉપરાંત કંપની BIS, ISO 9001:2015, ISO 45001:2018અને ISO 14001:2015 સાથે પ્રમાણિત છે, જે તેની ગુણવત્તા, સલામતી અને પર્યાવરણલક્ષી જવાબદારી પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

VMS TMTએ નાણાકીય વર્ષ 2024-25માં કામગીરીમાંથી ₹77,019.10 લાખની આવક કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો ₹1346.84 લાખ હતો, જે નાણાકીય વર્ષ 2024-25માં વધીને ₹1473.70 લાખ થયો હતો.

ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ કામગીરીમાંથી ₹21,225.92 લાખની આવક અને ચોખ્ખો નફો ₹857.64 લાખ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *