ભાવનગર
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શનિવારે સાતમા ક્રમની ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલે અપસેટ સર્જીને સુરતની મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને 4-2થી હરાવીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું.

ગાંધીનગરની શરૂઆતમાં ઝડપ કરીને પહેલી ગેમ જીતી લીધી હતી પરંતુ ફિલઝાહે તેની નૈસર્ગિક રમત દાખવીને બીજી ગેમ હાંસલ કરી લીધી હતી. રાદાપ્રિયાએ ત્રીજી ગેમ જીતી હતી પરંતુ ચોથી ગેમમાં તે હારી ગઈ હતી. જોકે 22 વર્ષીય ખેલાડીએ એકાગ્રતા જાળવીને આગામી બે ગેમ જીતી હતી.
અંડર-19 ગર્લ્સની ફાઇનલમાં બીજા ક્રમની પ્રાથા પવાર (અમદાવાદ)એ મોખરાના ક્રમની અને ભાવનગરની રિયા જયસ્વાલને 4-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
સુરતના વિવાન માટે શાનદાર પુનરાગમન રહ્યું હતું. તે પીએસપીબી સાથે ચાર વર્ષથી રમ્યા બાદ આ ટુર્નામેન્ટમાં બિનક્રમાંકિત રહ્યો હતો. વિવાને મોખરાના ક્રમના દ્વિજ ભાલોડીયાનને 3-0થી હરાવીને અંડર-15 ટાઇટલ જીત્યું હતું. અગાઉ વિવાન અંડર-19 ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહ્યો હતો.
સુરતની ખેલાડી અને મોખરાના ક્રમાંક ધરાવતી દાનિયા ગોદીલે અંડર-15 ગર્લ્સ ટાઇટલ જીત્યુ હતું. જેની ફાઇનલમાં તેને બીજા ક્રમની ચાર્મી ત્રિવેદી સામે સંઘર્ષ કરવો પડ્યો હતો.
અમદાવાદની બીજા ક્રમની જિયા ત્રિવેદીએ અંડર-12 ગર્લ્સ ટાઇટલ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ તેણે ફાઇનલમાં ચોથા ક્રમની દાનિયા ગોદીલને 3-2થી હરાવી હતી.
અંડર-13માં મોખરાના ક્રમના દેવ ભટ્ટ (રાજકોટ)એ તેના બીજા ક્રમના હરીફ અંશ ખમાર સામે 3-0થી આસાન વિજય હાંસલ કર્યો હતો. આ જ કેટેગરીમાં ગર્લ્સ ફાઇનલમાં સુરતની મોખરાના ક્રમની વિન્સી તન્નાએ બીજા ક્રમની ખનક શાહ (અમદાવાદ)ને 3-0થી હરાવી હતી.
બોયઝ અંડર-11માં મોખરાના ક્રમના રેહાંશ સિંઘવીએ (કચ્છ) આકર્ષક રમત દાખવીને તેના જ શહેરના નક્ષ પટેલને હરાવ્યો હતો.
સુરતની ચોથા ક્રમની દિયેવે પટેલે ભાવનગરની છઠ્ઠા ક્ર્મની નિત્યશ્રી ગોહીલને 3-0થી હરાવીને અંડર-11 ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.
આ ટુર્નામેન્ટથી શરૂ કરાયેલી અંડર-9 કેટેગરીમાં ભાવનગરના રાઘવ દવેએ સુરતના સમર્થ ભાભોરને તથા કચ્છની યાના સિંઘે દિવિશા હિંગોરાણીને હરાવીને અનુક્રમે બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં ટાઇટલ જીત્યું હતું.
હવે આગામી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 26થી 29મી જૂન દરમિયાન ગાંધીધામ ખાતે યોજાશે.
પરિણામોઃ
વિમેન્સ સિંગલ્સઃ રાધાપ્રિયા ગોયેલ જીત્યા વિરુદ્ધ ફિલઝાહ ફાતીમા કાદરી 11-9, 8-11, 11-6, 8-11, 11-6, 11-8.
ગર્લ્સ અંડર-19 : પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-7, 8-11, 6-11, 11-9, 11-6, 11-7.
ગર્લ્સ અંડર-17 : જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 13-11, 5-11, 11-5, 13-15, 11-7.
અંડર-15 બોયઝઃ વિવાન દવે જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડીયા 11-8, 11-1, 11-6.
અંડર-15 ગર્લ્સઃ દાનિયા જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-5, 5-11, 7-11, 11-9, 12-10.
અંડર-13 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 11-6, 11-3, 11-6.
અંડર-13 ગર્લ્સઃ વિન્સી પરમાર જીત્યા વિરુદ્ધ ખનક શાહ 11-7, 11-9, 11-5.
અંડર-11 બોયઝઃ રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ નક્ષ પટેલ 11-13, 11-3, 6-11, 11-7, 11-9.
અંડર-11 ગર્લ્સઃ દિવેયે પટેલ જીત્યા વિરુદ્ધ નિત્યશ્રી ગોહીલ 11-5, 11-9, 12-10.
અંડર-9 બોયઝઃ રાઘવ દવે જીત્યા વિરુદ્ધ સમર્થ ભાભોર 11-3, 9-11, 11-1, 9-11, 11-9.
અંડર-9 ગર્લ્સઃ યાના સિંઘ જીત્યા વિરુદ્ધ દિવિશા હિંગોરાણી 11-4, 11-3,11-8.
