અમદાવાદ
વરસાદને ચિરીપાલ ક્રિકેટ પ્રીમિયર લીગ-2ની ફાઈનલમાં કારણે મેચમાં એક જ ઈનિંગ શક્ય બની શકી.
હેરિટેજ સિટી ટાઈટન્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો
કર્ણાવતી કિંગ્સની ટીમે 20 ઓવર્સમાં 6 વિકેટના ભોગે 167 રન બનાવ્યા
કર્ણાવતી કિંગ્સ બેટિંગ
ચિંતન ગજા 49 રન (28 બોલ, 3 ચોગ્ગા, 3 છગ્ગા)
સિદ્ધાર્થ વેકરિયા 40 રન (35 બોલ, 5 ચોગ્ગા, 1 છગ્ગો)
રુદ્ર નીતિન પટેલ 32 રન (31 બોલ, 2 ચોગ્ગા, 2 છગ્ગા)
હેરિટેજ સિટી ટાઈટન્સ બોલિંગ
ક્રિપાલ બારડ 3 ઓવર્સ 35 રન 2 વિકેટ
પ્રથમ ઈનિંગ પૂરી થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો જેના કારણે આગળ મેચ શક્ય બની નહોતી અને મેચને રદ્દ કરવી પડી હતી. આવામાં બંને ફાઈનલિસ્ટ ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાઈ હતી.


મેન ઓફ ધ સીરીઝ
ચિરિપાલ ક્રિકેટ પ્રીમિયર લીગ-2માં નર્મદા નેવિગેટર્સના પ્રિયેશ પટેલે 5 મેચમાં 272 રન બનાવીને મેન ઓફ ધ સીરીઝટ્રોફી પોતાના નામે કરી.
હેરિટેજ સિટી ટાઈટન્સના ક્રિપાલ બારડે 13વિકેટ સાથે પર્પલ કૅપ જીતી. એચસીટીના શેન પટેલે પણ 13 વિકેટ ઝડપી હતી પણ ક્રિપાલ બારડને તેમના શ્રેષ્ઠ ઈકોનોમી રેટને આધારે પસંદ કરવામાં આવ્યા.
રોકડ ઈનામો
વિજેતા અને ઉપવિજેતા બંને ટીમોને ટ્રોફી વહેંચીને રૂ. ૭.૫ લાખનું કુલ રોકડ ઈનામ સમાન રીતે વહેંચવામાં આવ્યું હતું.
મેન ઓફ ધ સિરીઝ, પ્રિયેશ પટેલને રૂ. ૫૧,૦૦૦ અને ઓરેન્જ કેપ માટે રૂ. ૭૫,૦૦૦/-નું રોકડ ઈનામ મળ્યું.
તે મુજબ, પર્પલ કેપ ધારક ક્રિપાલ બારડને રૂ. ૭૫,૦૦૦/-નું રોકડ ઈનામ મળ્યું.
