અમદાવાદ
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે યોજાયેલા ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા ૨૫ વર્ષ પૂરા થયાનું સેલિબ્રેશન કર્યું હતું. જેમાં એજીએસસીડીના નવા ચેરમેન તરીકે શ્રી સવા ફાઉન્ડેશનના અમીબેન મોદીની નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી અને દર્શન દવે (ગાંધીનગર) દ્વારા તેમને નિયુક્તિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ બધિર ખેલાડીઓનું રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત થયેલા ખેલાડીઓમાં કિરીટભાઇ વક્તા (ચેસ), શૈલેષ ચૌધરી (એથ્લેટિક્સ), શાઇન ગોમ્સ (ટેબલટેનિસ), જીત પંડ્યા (ટેબલટેનિસ), નિસર્ગ પંચાલ (બેડમિન્ટન)નો સમાવેશ થાય છે. ૨૦૦૧માં એજીએસસીડીની સ્થાપના થયા બાદ અત્યાર સુધીમાં ૧૮૦૦થી વધારે ગુજરાતના બધિર ખેલાડીઓએ નેશનલ તથા ઇન્ટરનેશનલ સ્તરની ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને કુલ ૮૫૦ ખેલાડીઓએ મેડલ્સ જીત્યા હતા. આગામી વર્ષ ગુજરાતમાં બે ઇન્ટરનેશનલ ઇવેન્ટની યજમાની કરવાની એજીએસસીડીએ જાહેરાત કરી હતી.
