34 મી જુનીયર ફૂટબોલમાં ખેડા-છોટાઉદેપુર મેચ ડ્રો, જામનગર, ભાવનગર અને અમદાવાદનો વિજય

Spread the love

મહેસાણા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં 10.7.2025 ના રમાયેલ મેચના રિઝલ્ટઃ છોટાઉદેપુર અને ખેડાની મેચ 3-3 થી ડ્રૉ રહી હતી. છોટાઉદેપુર તરફથી પ્રિયાશ અને મયૂરકુમારે 1-1 ગોલ જ્યારે ખેડા તરફથી નિત્ય જૈન દ્વારા 2 ગોલ. હિરવ દ્વારા 1 ગોલ અને ધૈર્ય દોશી દ્વારા 1 સેલ્ફ ગોલ થયો હતો.

બીજી મેચમાં જામનગરે હરિ થાપાના 2 ગોલ, દેવ ખેરાના 2 ગોલ અને આદર્શ, નમન, નિત્યારાજસિંહના 1-1 ગોલની મદદથી દાહોદને 7-1 થી મહાત આપી હતી. દાહોદના નૈતિક બારિયાએ 1 ગોલ કર્યો હતો.

ત્રીજી મેચમાં  ભાવનગરે આશીર ડિસિલ્વાના 4 ગોલ, જૈનીલના 2 ગોલ, અને  ઇબ્રાહિમ દીવાન તથા રાજવીરસિંહ દ્વારા 1-1 ગોલની મદદથી મોરબીને 8-0થી પરાજય આપ્યો હતો..

ચોથી મેચમાં અમદાવાદની ટીમે અક્ષર પટેલના 4 ગોલ, યુગ જવેરીના 3 ગોલ, સુભમ દસના 2 ગોલ તથા તનીશ નાયર અને સોહમના 1-1 ગોલ દ્વારા બનાસકેઠા પર 12-0 થી એકતરફી વિજય મેળવ્યો હતો.

11 જુલાઈ ના રોજ 4 મેચ રમાશે. ખેડા અને મહેસાણા, જામનગર અને દેવભૂમિ દ્વારિકા , મોરબી અને સુરત, અને બનાસકાઠા અને જુનાગઢ વચ્ચે મેચ રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *