અમદાવાદ
ગુજરાત રાજ્ય અંડર-૧૫ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા શાહ ચેસ એકેડેમીના સહયોગથી ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૧૨.૭.૨૦૨૫ અને ૧૩.૭.૨૦૨૫ ના રોજ ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે:

છોકરાઓ: છોકરીઓ:
૧) સમર્થ શ્રીની વોરિયર – ૬ પોઈન્ટ ૧) ખનક કાપડિયા – ૬ પોઈન્ટ
૨) માન અકબરી – ૬ પોઈન્ટ ૨) કામક્ષી જોશી – ૬ પોઈન્ટ
૩) જ્વલ એસ. પટેલ – ૬ પોઈન્ટ ૩) રૂહાની આસુદાની – ૫.૫ પોઈન્ટ
૪) આરવ કુમાર – ૬ પોઈન્ટ. ૪) મેહર ચૌધરી – ૫ પોઇન્ટ
૫) વેદાંત વરસાદા – ૫.૫ પોઇન્ટ ૫) માન્યા ડ્રોલિયા – ૫ પોઇન્ટ
દરેક કેટેગરી (છોકરાઓ અને છોકરીઓ)માં ટોચના પાંચ ખેલાડીઓને કિશન પટેલ (જુ. સેક્રેટરી, GSCA), હેમલ થાનકી (ઉપપ્રમુખ, GSCA) અને મયુર પટેલ દ્વારા ટ્રોફી અને રૂ. ૧૩૦૦૦/- ના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં ટોચના ચાર વિજેતાઓ ઉત્તર પ્રદેશ ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
