બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની એયુએમનો આંક વટાવવાના બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી

Spread the love

મુંબઈ

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડની 23મી વર્ષગાંઠ અને એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 10,500 કરોડનો આંક વટાવવાના સ્કીમના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરે છે.

ફિક્સ્ડ ઇન્કમના સિનિયર ફંડ મેનેજર્સ વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ વાસન દ્વારા મેનેજ થતા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડે છેલ્લા એક મહિનામાં 7.09 ટકાનું એન્યુઅલાઇઝ્ડ વળતર આપ્યું છે જે સરપ્લસ ફંડ્સ મેનેજ કરવા માટેના વિશ્વસનીય વિકલ્પ તરીકે તેની પ્રતિષ્ઠાનો પુનરોચ્ચાર કરે છે. શરૂઆત થઈ ત્યારથી આ ફંડે રોકાણકારોની સંપત્તિ લગભગ ત્રણ ગણી વધારી છે જે લોન્ચના સમયે રોકેલા રૂ. 1 લાખથી વધીને હવે રૂ. 2,99,565.9 થઈ છે જે ઓછા જોખમના માહોલમાં લાંબા ગાળે મૂડીની સ્થિરતા દર્શાવે છે.

વૈશ્વિક બજારોમાં અસ્થિરતા, ભૂરાજકીય અનિશ્ચિતતા અને ટ્રમ્પના યુગમાં અમેરિકી સેન્ટિમેન્ટમાં પરિવર્તન સહિત નીતિવિષયક ફેરફારો જોવાઈ રહ્યા છે ત્યારે અનેક રોકાણકારો થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવી રહ્યા છે. તરલતા જાળવી રાખીને સુરક્ષિત રીતે મૂડી રોકવા માંગતા લોકો માટે લિક્વિડ ફંડ્સ પરંપરાગત સેવિંગ્સ અકાઉન્ટ્સનો આકર્ષક વિકલ્પ પૂરો પાડે છે.

બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડે ઓછા પ્રાઇઝ રિસ્ક અને લૉ ક્રેડિટ રિસ્ક સાથે શોર્ટ ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મજબૂત રોકાણ દ્વારા આ સિદ્ધિ મેળવી છે. માત્ર 55 દિવસના મોડિફાઇડ ડ્યુરેશન સાથે આ ફંડ તરલતા આપે છે અને પરંપરાગત બચત વિકલ્પો કરતા વધુ ઊંચા વળતર આપવાનો ઉદ્દેશ ધરાવે છે.

રોકાણકારો વધુ સુરક્ષા, તરલતા અને અનુમાનિત વળતર ઇચ્છી રહ્યા છે ત્યારે બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડ ટૂંકા ગાળાના મની મેનેમેન્ટ માટે સુરક્ષિત સ્વર્ગ બની રહ્યું છે જે 23મા વર્ષે પણ તેની પ્રસ્તુતતા જાળવી રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *