જર્મનીમાં વર્લ્ડ યુનિ. ગેમ્સમાં ગુજરાતનો અયાઝ ભારતની ટીટી ટીમનો સુકાની

Spread the love

ગાંધીધામ

જર્મનીના રૂહ્ર ખાતે 16 થી 27મી જુલાઈ દરમિયાન યોજાનારી FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેનારી ભારતની ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.

સુરતનો 23 વર્ષીય અયાઝ ભારતની ટેબલ ટેનિસ ટીમની આગેવાની લેશે જ્યારે સુરતનો જ 20 વર્ષીય દેવર્ષ વાઘેલા પણ આ ટીમમાં રમનારો છે. આ બંને ખેલાડી સુરતમાં સ્પોર્ટ્સ ઓથિરિટી ઓફ ગુજરાત (એસએજી) તાપ્તિ વેલી હાઇ પરફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર ખાતે છેલ્લા બે વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યા છે. યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટીમ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, મિક્સ ડબલ્સ અને ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ ભારતીય ટીમમાં બે ગુજરાતી ખેલાડીની પસંદગી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. “આપણા ગુજરાતના ટીટી ખેલાડીઓ માટે આ ગૌરવપ્રદ બાબત છે કે તેઓ વિવિધ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં શાનદાર દેખાવ કરી રહ્યા છે. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ એ પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે અને અમને વિશ્વાસ છે કે બંને અયાઝ અને દેવર્ષ ભારતીય ટીમ માટે શાનદાર દેખાવ કરશે. તેમણે સુરતમાં એસએજીનો સહકાર ધરાવતી એકેડમીમાં સારી તૈયારી કરી છે.” તેમ ચૌધરીએ ઉમેર્યું હતું.

ભારતીય ટીમઃ
મેન્સ ટીમઃ અયાઝ મુરાદ, હરકુંવર સિંઘ, દેવર્ષ વાઘેલા અને ચિતવન વાધવા.
વિમેન્સ ટીમઃ તનિષા કોટેચા, પ્રિથા વર્ટિકર, સુહાના સૈની અને સયાલી વાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *