મહેસાણા
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025,માં ગુજરાત ની 23 જિલ્લાની ટીમો વચ્ચેના મુકાબલા બાદ ફાઇનલ 15.7.2025 ના રોજ અમદાવાદ અને આણંદ વચ્ચે રમાઈ હતી. અમદાવાદે આ મુકાબલો આરવ ખંડેલવાલ, યુગ જવેરી, અક્ષર પટેલ અને ઓમ શાહ ના 1-1 ગોલ ની મદદથી આણંદને 4-0થી હરાવીને સ્પર્ધા જીતી લીધી હતી.

આ ટુર્નામેન્ટ દર્મીયાન રાજ્યના સિલેક્ટરો દ્વારા ગુજરાતની નેશનલ રમવા જવા માટેની ટીમના કેમ્પ માટેના 30 પ્લેયર્સ અને 5 સ્ટેન્ડ બાય પ્લેયર્સનું સિલેકસન પણ કરાયું હતું. કેમ્પ 17.7.2025 થી ભાવનગર ખાતે ચાલુ થશે.

