1965થી 2025, સ્પોટર્સ ક્લબની 60 વર્ષની શાનદાર સફર પર 60 ભવ્ય કાર્યક્રમો યોજાશે

Spread the love

ક્લબ દ્વારા નવા લોગોનું અનાવરણ, ચેખલામાં નવા ક્લબ સંકુલમાં 2000થી વધુ સભ્યોને સામેલ કરાયા

અમદાવાદ

1965માં સ્થાપવામાં આવેલી અમદાવાદના નવરંગપુરા વિસ્તારની સ્પોટર્સ કલબને 60 વર્ષ પૂરા થવા પર વર્ષ દરમિયાન રમત-ગમત, મનોરંજન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાશે. આ ઉપરાંત ક્લબ દ્વારા ચેખલામાં સ્થાપવામાં આવેલી નવા કલબ સંકુલમાં 2000થી વધુ સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યા છે. કલબ દ્વારા આ પ્રસંગની ઉજવણીના ભાગ રૂપે સંસ્થાના વિકાસમાં યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવશે.

આ અંગેની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ એન.કે પટેલે જણાવ્યું હતું કે 10000થી વધુ સભ્યો ધરાવતી શહેર જ નહીં રાજ્યની પ્રતિષ્ઠિત કલબે 60 વર્ષ પૂરા કર્યા છે ત્યારે તે તેની આગવી પરંપરાને જાળવી રાખવા સાથે આગામી દિવસોમાં વર્ષ દરમિયાન 60 જેટલા વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજશે.

કલબના ઉપપ્રમુખ ચિરંજીવ ચોક્સીએ કલબના પ્રથમ પ્રમુખ ચિનુભાઈ ચીમનલાલ, (1963-67) જયકૃષ્ણ હરિવલ્લભદાસ (1967-70), અરવિંદ નરોત્તમભાઈ (1971-74) અને રોહિત મહેતા (1975) સહિત અન્ય ભૂતપૂર્વ પ્રમુખોનો ઉલ્લેખ કરવા સાથે સંસ્થાની સ્પોટર્સ પ્રવૃત્તીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આઠ વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન પદ્મશ્રી ગીત સેઠી, બે વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન રૂપેશ શાહ અને ઓસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ્સ ચેમ્પિયન ધ્વજ હરિયા તથા ઓલિમ્પિયન તરણવીર માના પટેલ ઉપરાંત સ્ક્વોશ ખેલાડી વેદાંત પટેલ પણ કલબ સાથે સંકળાયેલા છે.

ડાયમંડ જ્યુબિલી નિમિત્તે, ક્લબે 60 વર્ષના ખાસ લોગોનું અનાવરણ કરાયું હતું અને તેની ઐતિહાસિક યાત્રા પર એક દસ્તાવેજી ફિલ્મ પણ પ્રદર્શિત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *