હીરામણી હાઇસ્કૂલ ખાતે અંડર ૧૪,૧૭,૧૯ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધાઓનું આયોજન

અમદાવાદ
અમદાવાદ ગ્રામ્યની શાળાકીય સ્પર્ધાઓ ૨૦૨૫-૨૬ અંતર્ગત એસ.જી. હાઇવે પર આવેલી હીરામણી હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષા ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. બે દિવસીય જિલ્લા કક્ષા ખો-ખો સ્પર્ધા અંતર્ગત અંડર ૧૪,૧૭,૧૯ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધાઓ યોજાનાર છે. જેમાં ૨૦ ઓગસ્ટના રોજ વિવિધ વયજૂથમાં ભાઈઓની ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી, જ્યારે ૨૧ ઓગસ્ટના રોજ બહેનોની ખો-ખો સ્પર્ધાઓ યોજાનાર છે. મોટી સંખ્યામાં ટીમો અને ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લેશે.
શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા ખો-ખો સ્પર્ધાના પ્રથમ દિવસે હીરામણિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરુણભા અમીન, હીરામણિ સ્કૂલના સીઈઓ ભગવત અમીન, જિલ્લા રમત ગમત અધિકારી અમદાવાદ ગ્રામ્ય તથા શાળાના વ્યાયામ શિક્ષકો રજનીકાંત અને ભરતઉપસ્થિત રહ્યાં હતા.
