અમદાવાદ

હીરામણિ પ્રાથમિક શાળા – ધો.1 થી 4 (ગુજરાતી માધ્યમ)માં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ક્લે અને વિવિધ પર્ણનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ બનાવી હતી અને સાથે પર્યાવરણ બચાવવાનો સમાજને સંદેશો પાઠવ્યો હતો.
