હીરામણિ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા શિલ્પકલા સ્પર્ધા (ગણપતિજીની મૂર્તિ) બનાવવાનું આયોજન

Spread the love

અમદાવાદ

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વનિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવા કે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે ,મોલ્ડીંગ ડફ ક્લે અથવા લોટજેવાંવેસ્ટ સાધન સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણ ને નુકસાન ન પહોચાડે તેવીકલાત્મક ગણપતિજીનાં ૩Dશિલ્પનાં નમૂના બનાવ્યા હતા.

“ગણપતિ બાપ્પા આવ્યા છે અને સાથે મળીને ખુશીઓ લાવ્યા છે.”

વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપી આનંદની લાગણી અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *