ટેનિસ પ્રીમિયર લીગની ઐતિહાસિક સાતમી સિઝન અમદાવાદમાં યોજાશે

Spread the love

અમદાવાદ

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) ના નેજા હેઠળ યોજાતી ભારતની એકમાત્ર ટેનિસ લીગ ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની બહુઅપેક્ષિત સાતમી સિઝન 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોજાશે. પ્રથમવાર આ લીગ મહારાષ્ટ્રની બહાર યોજાશે.

લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ, રકુલ પ્રીત સિંહ અને સોનાલી બેન્દ્રે જેવા દિગ્ગજ સ્ટાર્સ દ્વારા સમર્થિત 8 ફ્રેન્ચાઈઝીઓવાળી આ લીગમાં એટીપી રેન્કિંગમાં 30 થી 50માં આવતા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ઉપરાંત 2 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોહન બોપન્ના સહિતના ભારતના ટોચના ખેલાડીઓ રમવા ઉતરશે. TPL તેના યુનિક 25 પોઈન્ટ ફોર્મેટને કારણે જાણીતી બની છે. ટીપીએલના ઝડપી અને રોમાંચક રમતને લીધે ભારત અને વિદેશના દર્શકોને આકર્ષિત કરતી રહી છે.
અમદાવાદ ઝડપભેર ભારતના સ્પોર્ટિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે. જે લીગના આયોજન માટે એકદમ બંધ બેસે છે. ગત અમુક વર્ષ દરમિયાન વિવિધ એજ ગ્રુપની ટૂર્નામેન્ટના આયોજન અને યુવા ખેલાડીઓને રેસ ટુ ગોલ્ડ સ્કોલરશિપ આપવા દરમિયાન લીગના ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન સાથે મજબૂત સંબંધો રહ્યાં છે. આ સાથે ટીપીએલ એપ થકી રાજ્યના ગ્રાસરુટની મજબૂત હાજરી નોંધાવી છે.

ટીપીએલના કો-ફાઉન્ડર કુણાલ ઠક્કરે આગામી સિઝનના આયોજન મુદ્દે કહ્યું કે,”ગુજરાતમાં પ્રથમવાર ટીપીએલનું આયોજન કરવાનો આનંદ છે. શહેરની ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટસ માટેનો જુસ્સો તેને આદર્શ યજમાન બનાવે છે. સિઝન 7 ખાસ રહેવાની છે, જેમાં અમદાવાદના ફેન્સને વર્લ્ડ ક્લાસ ટેનિસ એક્શન જોવા મળશે.”

આ દરમિયાન ટીપીએલના કો-ફાઉન્ડર મૃણાલ જૈન એ કહ્યું કે,”ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ શાનદાર સુવિધાઓ પૂરી પાડે છે, આ ઉપરાંત અમદાવાદ જેવા નવા માર્કેટમાં વિસ્તરણ કરવાથી અમને ટોચના સ્તરના ટેનિસને દર્શકોને વધુ નજીક લઈ જવામાં સફળતા મળશે.”

ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનનાં સેક્રેટરી શ્રીમલ ભટ્ટ એ કહ્યું કે,”ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ટોચના સ્તરના એટીપી રેન્ક્ડ ખેલાડી- એ પણ 30 થી 50ની રેન્કવાળા અમારા રાજ્યમાં રમવા આવશે. જે ગુજરાત ટેનિસ માટે ખરી સફળતા રહેશે.”

ટીપીએલ તેના યુનિક મોડલ હેઠળ ગ્રાસરુટ પર ટેલેન્ટ વિકસાવવા ઉપરાંત ઉચ્ચ સ્તરે ટેનિસના પ્રદર્શન માટે જાણીતું છે. ટીપીએલ ગ્રાસરુટ સ્તરે 20 જેટલા શહેરોમાં સક્રિય છે, જે હેઠળ એક વર્ષમાં જ 400થી વધુ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *