અમદાવાદઃ
અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા એકેડેમી દ્વારા બહુપ્રતિક્ષિત પ્રીમિયર સ્કૂલ લીગ (PSL) સીઝન 6માં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૭થી ૨૯ ઓગસ્ટ દરમિયાન EKA એરેના ખાતે આયોજીત ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૩૫થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને ૩૦૦૦થી વધારે દર્શકોએ આ ટુર્નામેન્ટ નિહાળી હતી.
ટુર્નામેન્ટમાં તો U-14માં ગર્લ્સમાં આનંદનિકેતન સરખેજ વિજેતા જ્યારે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન રનરઅપ રહી હતી. જ્યારે U-14 બોય્સમાં SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ વિજેતા, જ્યારે આનંદનિકેતન સરખેજ રનરઅપ રહી હતી. તો U-17 ગર્લ્સમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન વિજેતા અને રનરઅપ રહી હતી. જ્યારે U-17 બોય્સ આનંદનિકેતન સરખેજ વિજેતા જ્યારે આનંદનિકેતન શિલજ રનરઅપ રહી

