હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

Spread the love

અમદાવાદ

આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે શાળાનાં પ્યૂન, ક્લાર્ક, આચાર્ય, કો-ઓર્ડિનેટર અને સી.ઈ.ઓ.ની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતાં.

વિદ્યાર્થીઓના ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા ભારતીબેન મિશ્રા,કો-ઓર્ડિનેટર ભરત પટેલ સહિત તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *