અમદાવાદ
હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં 5મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ શિક્ષણદિનનું આયોજન કરવામાં આવ્યું હતું.
शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद मे पलतें हैं ।
આ પંક્તિને ચરિતાર્થ કરતાં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષક, ક્લાર્ક તથા સેવક કર્મચારીની ભૂમિકા ભજવી હતી. પ્રાર્થનાસભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળાના સૌ શિક્ષકોનું ગુલાબના ફૂલ અને ભેટ આપી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓએ એક નાટક અને ડાન્સ દ્વારા વિદ્યાર્થી જીવનમાં શાળા, શિસ્ત, શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકામાં રહી શિક્ષક તરીકેની ઉત્તમ કામગીરી કરી હતી. જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્ય ભાગ્યેશ જોષી,કો-ઓર્ડિનેટર ગિરીશ લાલવાણી સહિત તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી હતી.
