અમદાવાદ
રાઇફલ ક્લબ ઓલ ઇન્ડિયા રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-2025નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને FIDEના નેજા હેઠળ 21.9.2025 ના રોજ રાઈફલ ક્લબ (એ.સી. હોલ), ભવન્સ કોલેજ પાસે, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટ ચેસના નવીનતમ FIDE કાયદા અને FIDE સ્વિસ સિસ્ટમ અનુસાર 9 રાઉન્ડ સાથે રમાશે. રમત માટે સમય નિયંત્રણ 10 મિનિટનો રહેશે અને પ્રથમ ચાલથી 05 સેકન્ડનો વધારો થશે.
વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓને કુલ રૂ. 1,50,000/- રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 21.09.2025ના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 650 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે અને તેમાંથી 225થી વધુ ખેલાડીઓ રેટિંગ પ્લેયર્સ છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ જેમ કે IM મોક્ષ દોશી, મંથન ચોક્સી, WIM વિશ્વા વાસણાવાલા, કર્તવ્ય અનડકટ અને જ્વલ એસ. પટેલ આ ઇવેન્ટનો ભાગ બનવા જઈ રહ્યા છે.
ગુજરાતના અનરેટેડ ખેલાડીઓ માટે તેમના ગૃહ રાજ્યમાં તેમના રેટિંગને ખોલવા અને વધારવાની આ સુવર્ણ તક છે.
