હીરામણિ પ્રાથમિક શાળામાં વિવિધ કલાત્મક તોરણ બનાવવાની સ્પર્ધા યોજાઈ

Spread the love

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં નવરાત્રિ પર્વ નિમિત્તે શુકનવંતા ગણાતા તોરણ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં વિદ્યાર્થીઓએ ચાર્ટ પેપર, ક્રાફ્ટ પેપર, વિવિધપાંદડાં, પતંગ, તોરણ, ફૂલના આકારોના તેમજ શુભ-લાલ, સાથિયા, કાપડ-આભલાનો સુંદર ઉપયોગ કરીની કલાત્મક તોરણો બનાવ્યા હતાં.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા કોષા પટેલ અને કૉ-ઓર્ડિનેટર લાલસિંહ ચંપાવતે સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *