વિજેતા-રનર્સઅપ- સેકન્ડ રનર્સઅપનો નિર્ણય જૂનાગઢ-આણંદની મેચ બાદ થશે

ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ના સુપર લીગ સ્ટેજ ના ફાઇનલ રાઉન્ડની મેચમાં અમદાવાદ અને જુનાગઢ વચ્ચે ખુબજ સંઘર્ષપૂર્ણ રમત બાદ મેચ 0-0ના સ્કોર થી ડ્રૉ થતાં ટુર્નામેન્ટની ચેમ્પિયનશીપ રોમાંચક તબક્કા માં પહોચી હતી.
2.11.25ના રોજ જુનાગઢ અને આણંદની ટીમ વચ્ચે ટુર્નામેન્ટની છેલ્લી મેચ રમશે. ટુર્નામેન્ટમાં કઈ ટીમ ચેમ્પિયન કઈ ટીમ રનર-અપ અને કઈ ટીમ સેકંડ રનર-અપએ છેલ્લી મેચના રિજલ્ટ પર આધારીત રહેશે.
જો જુનાગઢ 6 ગોલથી વધારે માર્જિનથી જીતે તો જુનાગઢ ચેમ્પિયન અને 6 ગોલથી ઓછા માર્જિનથી જીતે તો અમદાવાદ ચેમ્પિયન. જો આણંદ જીતે તો આણંદ રનર-અપ થાય અને જુનાગઢ સેકંડ રનર-અપ થાય.
આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન AIFFની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમના કેમ્પ માટેના ખેલાડીઓનું સીલેક્સન પણ ગુજરાતના સિલેક્ટરો અને કોચ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
