અમદાવાદ
ગુજરાત રાજ્ય અંડર-17 (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2025 માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા ૩1.10.2025 અને 1.11.2025 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:
છોકરાઓ: છોકરીઓ:
1) ક્રિશ એ. તન્ના – 6.5 પોઇન્ટ 1) હન્યા શાહ – 6 પોઇન્ટ
2) શુભ અથા – 6 પોઇન્ટ 2) ફલક જે. નાઈક – 6 પોઇન્ટ
૩) જીહાન ટી. શાહ – 6 પોઇન્ટ ૩) યતી અગ્રવાલ – 5 પોઇન્ટ
૪) વેદાંત આર. વરસાદા – 5.5 પોઇન્ટ ૪) રિયા બેંકર – 5 પોઇન્ટ.
5) મહાર્થ ગોધાણી – 5.5 પોઇન્ટ. 5) માન્યા બાલાણી – 5 પોઇન્ટ.
છોકરાઓમાં ટોચના પાંચ ખેલાડીઓ અને છોકરીઓમાં પાંચ ખેલાડીઓને મયુર પટેલ દ્વારા ટ્રોફી અને રોકડ – રૂ. 1૩000/- ના ઇનામથી નવાજવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં ટોચના બે વિજેતાઓ બિહાર ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
