મેન્સ અંડર-23 સ્ટેટ ‘A’ ટ્રોફી (એલાઈટ)માં ગોવા સામે ગુજરાતની શાનદાર જીત

Spread the love

વડોદરા

બી.સી.સી.આઈ. પુરુષ અંડર-23 સ્ટેટ ‘A’ ટ્રોફી (એલાઈટ) 2025-26 અંતર્ગત આજે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, વડોદરામાં રમાયેલા મુકાબલામાં ગુજરાતે ગોવાને 6 વિકેટથી હરાવ્યું હતું.

ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ગોવા ટીમે પ્રથમ બેટિંગ કરતાં 47.2 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. જેમાં
વીર યાદવે 64 બોલમાં 9 ચોગ્ગા સાથે 47 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જ્રે ગુજરાત તરફથી ભવ્ય ચૌહાણે 8.2 ઓવરમાં 53 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
અને નિર્મલ પ્રજાપતીએ 6 ઓવરમાં માત્ર 6 રન આપી 2 વિકેટ મેળવી હતી.

જવાબમાં ગુજરાતે 34.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.
અહાન પોડદારે તોફાની ઈનિંગ રમી — 91 બોલમાં 17 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 106 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો.

ગુજરાતે ગોવાને 6 વિકેટથી હરાવી ભવ્ય જીત નોંધાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *